Virat Gujarat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્પિનીએ નવરાત્રિના પ્રથમ દિવસે ગુજરાતનાં તમામ શહેરોમાં સૌથી વધુ અમદાવાદમાં 109 કારની ડિલિવરી કરી

ગુજરાતના બિઝનેસમાં વાર્ષિક ધોરણે 75%ની વૃદ્ધિ નોંધાઈ

અમદાવાદ, ગુજરાત | ૦૨ નવેમ્બર ૨૦૨૬ | ભારતના અગ્રણી યુઝ્ડ-કાર પ્લેટફોર્મ સ્પિનીએ નવરાત્રિના પ્રથમ દિવસે, 11 ઑક્ટોબરના રોજ અમદાવાદમાં 109 કારની ડિલિવરી કરી હતી, જે શહેરમાં એક જ દિવસમાં અત્યાર સુધીની સૌથી વધુ ડિલિવરીનો રેકોર્ડ છે.

ગુજરાતમાં ડિલિવર કરવામાં આવેલી કુલ 114 કારમાંથી લગભગ તમામ કાર અમદાવાદમાં ડિલિવર કરવામાં આવી હતી. ગયા વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે ડિલિવર કરવામાં આવેલી 65 કારની સરખામણીએ આ વર્ષે રાજ્યમાં કરવામાં આવેલી ડિલિવરીમાં 75%ની વૃદ્ધિ નોંધાઈ છે.

ગુજરાતમાં સફેદ રંગની કાર સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી. રાજ્યમાં ડિલિવર કરવામાં આવેલી કારમાંથી 41% કાર સફેદ રંગની હતી, જ્યારે રાષ્ટ્રીય સ્તરે આ આંકડો 28% હતો. રાજ્યમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલાં કારનાં મૉડલ્સમાં હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઇ10, મારુતિ સુઝુકી બલેનો અને ટાટા ટિયાગોનો સમાવેશ થાય છે.

સ્પિનીએ 11 ઑક્ટોબર, 2026ના રોજ 1,370 કારની ડિલિવરી કરી હતી, જે એક જ દિવસમાં અત્યાર સુધીની તેની સૌથી વધુ ડિલિવરી છે. આ આંકડો તેના અગાઉના રેકોર્ડ કરતાં 1.7 ગણાથી વધુ અને ગયા વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે કરવામાં આવેલી ડિલિવરી કરતાં 96% વધુ છે.

== સમાપ્ત ==

Related posts

અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ ભવ્ય નગર યાત્રાનું આયોજન

viratgujarat

હૉન્ડા ઇન્ડિયા ફાઉન્ડેશન “સડક સહાયક: સુરક્ષિત માર્ગ, સુરક્ષિત જીવન” પ્રોજેક્ટ હેઠળ ગુજરાત પોલીસને 50 કસ્ટમાઇઝ્ડ હૉન્ડા CB350 ક્વિક રિસ્પૉન્સ ટીમ (QRT) વાહનો સોંપે છે

viratgujarat

ચેટીચંદ મહોત્સવ 2026: મણીનગરમાં ભવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી પૂર્ણ

viratgujarat

Leave a Comment