Virat Gujarat
બિઝનેસ

અદાણી ગેસની મોટી જાહેરાત: 100% પેનલ્ટી માફી સાથે ત્વરિત રી-કનેક્શન!

દેશભરમાં વર્તાઈ રહેલી એલપીજી (LPG) સિલિન્ડરની અછત અને વધતા ભાવો વચ્ચે જનતાને મોટી રાહત આપતાઅદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) દ્વારા ‘સ્પેશિયલ સ્કીમ’ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કંપનીએ બંધ થયેલા ગેસ કનેક્શનને પુનઃજીવિત કરવા ઈચ્છતા ગ્રાહકો માટે લેટ પેમેન્ટ ચાર્જમાં 100% માફી આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

ATGL એ માનવીય અભિગમ અપનાવીને ઘરેલુ (Domestic), વ્યાપારી (Commercial) અને ઔદ્યોગિક (Industrial) એમ તમામ સ્તરના ગ્રાહકો માટે પેનલ્ટી માફીની જાહેરાત કરી છે. કંપની દ્વારા લેવાયેલા આ આર્થિક રાહતના નિર્ણય મુજબ, જે ગ્રાહકોના ગેસ કનેક્શન બાકી બિલ અથવા અન્ય કારણોસર કાપી નાખવામાં આવ્યા હતા, તેઓ હવે કોઈપણ વધારાના બોજ વગર ફરીથી કનેક્શન મેળવી શકશે.

ATGL એ લેટ પેમેન્ટ ચાર્જ (વિલંબિત ચુકવણી શુલ્ક) પર ૧૦૦% માફી આપવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ છે કે ગ્રાહકે માત્ર તેની મૂળ બાકી રકમ જ ભરવાની રહેશે, કોઈ પણ પ્રકારનું વ્યાજ કે પેનલ્ટી ભરવાની રહેશે નહીં.કંપનીએ ગ્રાહકોની સુવિધા માટે સમર્પિત હેલ્પલાઇન અને ઈમેલ સપોર્ટ કાર્યરત કર્યો છે.

આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે બાકી રકમની ચુકવણી કર્યા બાદ ગ્રાહકનું ગેસ કનેક્શન ‘ઈમીડિએટ રી-કનેક્શન’ મોડ હેઠળ તાત્કાલિક કાર્યરત કરી દેવામાં આવશે. આ ખાસ ઓફર ૫ એપ્રિલ, ૨૦૨૬ સુધી માન્ય રહેશે.આ યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકોએ ATGL ના કોલ સેન્ટર પર સંપર્ક કરવાનો રહેશે અથવા ઈમેલ દ્વારા જાણ કરવાની રહેશે.

આ વિશેષ યોજના ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરેન્દ્રનગર, બાવળા,હળવદ, નવસારી, ડાંગ, ખેડા અને પોરબંદરમાં લાગુ કરવામાં આવી છે.

LPG ની અછત વચ્ચે આ યોજના ગ્રાહકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. પેનલ્ટી વગર જૂના કનેક્શન ફરી શરૂ કરાવીને PNG ગેસની સુવિધા મેળવવાની આ એક ઉત્તમ તક છે.

Related posts

ભારતમાં પ્રાદેશિક પરિવહન વિમાન ઇકોસિસ્ટમ સ્થાપવાઅદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને એમ્બ્રેયરવચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત

viratgujarat

શેફલર ઇન્ડિયાએ તામિલનાડૂમાં શૂલાગીરીમાં પાંચમી સવલતનું ઉદઘાટન કરીને ભારતમાં ઉત્પાદન હાજરીને મજબૂત બનાવી

viratgujarat

IndiGo ગુજરાતમાં નેટવર્કને મજબૂત કરવાનું ચાલુ રાખે છે; મુંબઈ અને જામનગર વચ્ચે દૈનિક ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂ થાય છે

viratgujarat

Leave a Comment