Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ધનંજયસિંહ ચુડાસમાએ ભારતીય પરિવારો માટે ગ્લોબલ રેસિડેન્સી અને સિટિઝનશિપના ઓપ્શન્સની રૂપરેખા રજૂ કરી

અમદાવાદ, ગુજરાત | ૨૩ નવેમ્બર ૨૦૨૬ | ઓવરસીઝ એજ્યુકેશન, ઇન્ટરનેશનલ બિઝનેસ એક્સપાન્શન અને પરિવારની લોન્ગ-ટર્મ સિક્યોરિટી અનેક બિઝનેસ ઓનર્સ માટે મહત્વના મુદ્દા બની રહ્યા હોવાથી, વધુ સારી ગ્લોબલ મોબિલિટી ઇચ્છતા પરિવારોમાં ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કોર કનેક્ટ સર્કલ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલા એક બિઝનેસ વર્કશોપમાં, EB5 કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને ઇન્વેસ્ટમેન્ટ ઇમિગ્રેશન સ્પેશિયાલિસ્ટ ધનંજયસિંહ ચુડાસમાએ ઓવરસીઝ રેસિડેન્સી અને સિટિઝનશિપ મેળવવાના વિવિધ ઓપ્શન્સ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

પાર્ટિસિપન્ટ્સને સંબોધતા ચુડાસમાએ સમજાવ્યું હતું કે ગવર્નમેન્ટ-અપ્રૂવ્ડ પ્રોગ્રામ્સમાં ક્વોલિફાઇંગ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વ્યક્તિઓ અને તેમના પરિવારોને કેવી રીતે રેસિડેન્સી રાઇટ્સ અથવા અમુક દેશોમાં સિટિઝનશિપ મળી શકે છે. તેમણે રેસિડેન્સી અને સિટિઝનશિપ પ્રોગ્રામ્સ વચ્ચેનો તફાવત, આ રૂટ્સ ઓફર કરતા દેશો અને ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશનનો ડિસિઝન લેતા પહેલા પરિવારોએ કયા ફેક્ટર્સ ધ્યાનમાં લેવા જોઈએ તેની વિસ્તૃત રૂપરેખા રજૂ કરી હતી.

આ ડિસ્કશનમાં યુએસ EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ, યુએઈ, પોર્ટુગલ અને ગ્રીસના ગોલ્ડન વિઝા રૂટ્સ તેમજ માલ્ટા, લાતવિયા અને હંગેરીમાં રેસિડેન્સી ઓપ્શન્સને કવર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફ્રાન્સના ટેલેન્ટ પાસપોર્ટ અને ન્યુઝીલેન્ડના એક્ટિવ ઇન્વેસ્ટર પ્લસ પ્રોગ્રામ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સિટિઝનશિપ બાય ઇન્વેસ્ટમેન્ટ અંગે ચુડાસમાએ ડોમિનિકા, એન્ટિગુઆ અને બાર્બુડા, ગ્રેનાડા, સેન્ટ લુસિયા, સેન્ટ કિટ્સ અને નેવિસ તેમજ તુર્કી દ્વારા ઓફર કરવામાં આવતા પ્રોગ્રામ્સની માહિતી આપી હતી.

આ ઇવેન્ટનો કી ફોકસ પરિવારો માટે આ પ્રોગ્રામ્સની પ્રેક્ટિકલ રેલેવન્સ સમજાવવાનો હતો. ઓવરસીઝ રેસિડેન્સી ઇન્ડિયન સિટિઝનશિપ જાળવી રાખીને બીજા દેશમાં રહેવા, સ્ટડી અને વર્ક કરવાની ઓપોર્ચ્યુનિટીઝ પૂરી પાડી શકે છે. બીજી તરફ, સિટિઝનશિપ પ્રોગ્રામ્સ જે-તે દેશ અને તેના કાયદાઓને આધીન એડિશનલ પાસપોર્ટ અને વાઇડર ઇન્ટરનેશનલ મોબિલિટીની સુવિધા આપી શકે છે.

ચુડાસમાએ હાઇલાઇટ કર્યું હતું કે આ પ્રકારના ઓપ્શન્સ પોતાના બાળકો માટે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓમાં એક્સેસ અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ અંગે ચિંતિત પેરેન્ટ્સ, ઓવરસીઝ માર્કેટ્સ એક્સપ્લોર કરવા ઇચ્છતા એન્ટરપ્રેન્યોર્સ તેમજ રહેવા અને કામ કરવા માટે ઓલ્ટરનેટિવ પ્લેસ શોધી રહેલા પરિવારો માટે કેવી રીતે રેલેવન્ટ સાબિત થઈ શકે છે.

આ સેશનમાં દરેક રૂટ માટે પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ્સ, ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રક્ચર, એલિજિબિલિટી કન્ડિશન્સ અને લીગલ ફ્રેમવર્કને સમજવાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

ચુડાસમા ૨૦૧૭ થી ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન ક્ષેત્રે કાર્યરત છે. EB5 કન્સલ્ટન્સીના સ્થાપક તરીકે, તેમણે ૩૦૦થી વધુ પરિવારોને આંતરરાષ્ટ્રીય રેસિડેન્સી અને નાગરિકતાની તકો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

આ વર્કશોપનું આયોજન કોર કનેક્ટ સર્કલ દ્વારા કરવામાં આવ્યું હતું, જે એક એવી સંસ્થા છે જે બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ-શેરિંગ સેશન્સ અને સોશિયલ એક્ટિવિટીઝ દ્વારા એન્ટરપ્રેન્યોર્સ, પ્રોફેશનલ્સ, બિઝનેસ ઓનર્સ અને પરિવારોને એકસાથે લાવે છે. તેનું મોડેલ વ્યાવસાયિક સંવાદોને પારિવારિક કાર્યક્રમો સાથે જોડે છે.

== સમાપ્ત ==

Related posts

ટાટા મોટર્સ EXCON 2025 નવીનતા, ટકાઉ અને ઇન્ટેલિજન્ટ મોબિલીટીમાં નેતૃત્ત્વ કરે છે

viratgujarat

HIMTEX 2026 તેની સૌથી મોટી આવૃત્તિ સાથે પરત ફર્યું, જે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગના ભવિષ્યને દર્શાવે છે.

viratgujarat

30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઝ સાથે શિયાળાનું સ્વાગત કરો

viratgujarat

Leave a Comment