Virat Gujarat
બિઝનેસ

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડનો આઈપીઓ સોમવાર, 10 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડ (the “Company”) તેના રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરોનો આઈપીઓ સોમવાર, 10 ઓગસ્ટ, 2026ના રોજ ખોલવાનો પ્રસ્તાવ મૂકે છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના અગાઉના કામકાજના  દિવસ એટલે કે શુક્રવાર, 7 ઓગસ્ટ, 2026 રહેશે. જ્યારે બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 12 ઓગસ્ટ, 2026 રહેશે.

 

આ ઓફર માટે રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા દરેક ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ રૂ. 829થી રૂ. 871 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 17 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 17 શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. ફ્લોર પ્રાઇસ અને કેપ પ્રાઇસ અનુક્રમે ઇક્વિટી શેરની ફેસ વેલ્યૂના 414.50 ગણી અને 435.50 ગણી છે. નાણાંકીય વર્ષ 2026 માટે કંપનીની ડાઇલ્યુટેડ ઇપીએસના આધારે પ્રાઇસ ટુ અર્નિંગ્સરેશિયો (“P/E”) પ્રાઇસ બેન્ડના નીચલા સ્તરે (એટલે કે ફ્લોર પ્રાઇસ) 33.98 ગણો અને ઉપરના સ્તરે (એટલે કે કેપ પ્રાઇસ) 35.70 ગણો છે, જ્યારે સમાન ઉદ્યોગની અન્ય કંપનીઓનો સરેરાશ પી/ઈરેશિયો 55.31 ગણો છે. એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ બિડ કરનારા પાત્ર કર્મચારીઓને દરેક ઇક્વિટી શેર દીઠ રૂ. 80નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન નેટવર્થ પર સરેરાશ વેઇટેડ રિટર્ન 27.06 ટકા રહ્યું છે.

 

આ ઓફરમાં રૂ. 1,400 કરોડ સુધીના નવા ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ (the “Fresh Issue”) તેમજ હાલના કેટલાક શેરધારકો દ્વારા કુલ 1,91,37,602 ઇક્વિટી શેરના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. તેમાં BC Asia Investments XV Limited (“Promoter Selling Shareholder”) દ્વારા રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા 16,018,769 ઇક્વિટી શેર અને મંગલમ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ (અગાઉ મંગલમ કોઇન્સ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી) (“Promoter Group Selling Shareholder”, together with Promoter Selling Shareholder, the “Selling Shareholders”)દ્વારા રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા 3,118,833 ઇક્વિટી શેરના વેચાણનો સમાવેશ થાય છે.

 

આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમ 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19(2)(બી) અનુસાર તેમજ સેબી આઈસીડીઆર નિયમનોના નિયમ 6(1) નું પાલન કરતા બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં નેટ ઓફરના મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (“QIB Portion”)ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કેઅમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજરો સાથે ચર્ચા કરીનેક્યુઆઈબી હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સને પોતાની વિવેકબુદ્ધિ મુજબ ફાળવી શકશે(“Anchor Investor Portion”). આ એન્કર હિસ્સામાંથી 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અને 6.67 ટકા હિસ્સો જીવન વીમા કંપનીઓ તથા પેન્શન ફંડ માટે અનામત રહેશે, એ શરતે કે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથીએન્કર ઇન્વેસ્ટર ફાળવણીની કિંમત અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ પ્રાપ્ત થાય. જો એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રીપ્શન રહે કે ફાળવણી ન થાય, તો બાકીના ઇક્વિટી શેર ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે(“Net QIB Portion”).

 

આ ઉપરાંત, નેટ ક્યુઆઈબીહિસ્સાના 5 ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી ઓફર કિંમત અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી રોકાણકારો, જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે. જો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા કરતાં ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ હિસ્સામાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે.

 

આ ઉપરાંત, સેબી આઈસીડીઆર નિયમો મુજબ નેટ ઓફરના ઓછામાં ઓછા 15 ટકા શેર બિન-સંસ્થાકીય રોકાણકારોમાટે અને ઓછામાં ઓછા 35 ટકા શેર રિટેલ વ્યક્તિગત રોકાણકારો (“RIBs”)માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત અથવા તેથી વધુ કિંમતે તેમના તરફથી માન્ય બિડ પ્રાપ્ત થાય. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ હિસ્સાનો એક-તૃતીયાંશ હિસ્સો રૂ. 2 લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધીની બિડ કરનારા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે બાકીનો બે-તૃતીયાંશ હિસ્સો રૂ. 10 લાખથી વધુની બિડ કરનારા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ હિસ્સાની આ બે સબ-કેટેગરીઝમાંથી ગમે તેમાં સબ્સ્ક્રીપ્શન ઓછું રહે તો સેબી આઈસીડીઆર નિયમો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ હિસ્સાની અન્ય સબ કેટેગરીમાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી કરી શકાશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.

 

આ ઉપરાંત, એમ્પ્લોઇ રિઝર્વેશન હિસ્સા હેઠળ અરજી કરી રહેલા પાત્ર કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર ફાળવવામાં આવશે, એ શરતે કે ઓફર કિંમત અથવા તેથી વધુ કિંમતે તેમના તરફથી માન્ય બિડ પ્રાપ્ત થઈ હોય. એન્કર ઇન્વેસ્ટર્સને બાદ કરતાં તમામ સંભવિત રોકાણકારો માટે Application Supported by Blocked Amount (“ASBA”) પ્રક્રિયા દ્વારા અરજી કરવી ફરજિયાત રહેશે. આ માટે તેમણે તેમના ASBA ખાતાની વિગતો તથાયુપીઆઈ મારફતે અરજી કરનારોએ પોતાનાયુપીઆઈ આઈડીની વિગતો આપવાની રહેશે. ત્યારબાદ સંબંધિત બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”)અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સ્પોન્સર બેંકો દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રક્રિયા દ્વારા આ ઓફરમાં ભાગ લેવાની મંજૂરી નથી.

 

કંપનીના ઇક્વિટી શેર્સને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફર માટે એનએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.

 

એક્સિસ કેપિટલ લિમિટેડ, જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને 360 વન ડબ્લ્યુએએમ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.

Related posts

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ, ગુજરાતના લગભગ 70 વિદ્યાર્થીોએ JEE મેઈન્સ 2025 (સત્ર 1) માં ઉજવણી કરી, જેમાં અમદાવાદના 36 વિદ્યાર્થી 99 પર્સેન્ટાઈલ અને તેથી વધુ સાથે તેજસ્વી થયાં

viratgujarat

વાધવાની ફાઉન્ડેશન અને જેશિયા આઈટી એસોસિયેશન દ્વારા ઉત્તર ગુજરાતમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપ સ્પર્ધાત્મકતાને શક્તિ આપવા મહેસાણામાં વેપાર વૃદ્ધિની વાટાઘાટનો અવસર લાવે છે

viratgujarat

આશિષ ઘાટનેકર, ચીફ પીપલ એન્ડ ઓપરેશન્સ, HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ

viratgujarat

Leave a Comment