Virat Gujarat
બિઝનેસ

સ્કીમ્સ અને રિલાયન્સ બ્રાન્ડ્સે ભારતમાં લોંચ માટે ભાગીદારી કરી

 રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (RBL) અને સ્કીમ્સે આજે ​​એક વિશિષ્ટ ભાગીદારીની જાહેરાત કરી છેજે સ્કીમ્સ બ્રાન્ડને ભારતમાં લાવવા માટે છે. આ કરાર હેઠળરિલાયન્સ બ્રાન્ડ્સ ભારતમાં ભૌતિક અને ડિજિટલ ચેનલો થકી સ્કીમ્સ બ્રાન્ડનું સંચાલન કરશેતેમજ ભારતમાં તેના પ્રથમ સ્કીમ્સ સ્ટોર્સ ખોલશેજેની શરૂઆત દિલ્હી અને મુંબઈથી કરી છે. આ જાહેરાત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા લક્ઝરી અને પ્રિમિયમ ગ્રાહક બજારોમાં સામેલ સ્કીમ્સના ભારતમાં પ્રવેશને ચિહ્નિત કરે છેતેમજ તાજેતરમાં લંડન અને દુબઈમાં સ્ટોર્સના ઉદઘાટન પછી આ બ્રાન્ડના વૈશ્વિક રિટેલ વિસ્તરણને ચાલુ રાખે છે. હવે પછી હોંગકોંગ અને સિઓલનો પણ ક્રમ આવશે.

 

કિમ કાર્દાશિયન અને જેન્સ ગ્રેડ દ્વારા 2019માં સંયુક્તરીતે સ્થાપવામાં આવેલી સ્કીમ્સ દરેકજણ માટે ઉપાય બનાવીને મહિલાઓના અન્ડરવેરશેપવેર અને લાઉન્જવેર શ્રેણીઓની પુનઃવ્યાખ્યા કરી રહી છે. મેન્સ અને નાઈકીસ્કીમ્સ સહિત પોતાના વિસ્તરતા પોર્ટફોલિયો સાથે પોતાની વિવિધ કેટેગરીમાં સ્કીમ્સ નવા માપદંડો સ્થાપિત કરી રહી છે. ફિટિંગઆરામ અને શરીર વિશેની ઊંડી સમજણ પર આધારિતઆ બ્રાન્ડ રોજિંદા ડ્રેસિંગની મૂળભૂત બાબતોની પરિકલ્પના માટે ટેકનિકલ નાવિન્યને ઉન્નત ડિઝાઇન સાથે જોડી રહી છે.

 

આ ભાગીદારી થકી સ્કીમ્સે વિશ્વના સૌથી ગતિશીલ ગ્રાહક બજારોમાંના એકમાં પ્રવેશ કર્યો છે. પ્રિમિયમ વૈશ્વિક બ્રાન્ડ્સની માગ વધી રહી છે ત્યારે આરામકાર્યદક્ષતા તેમજ સાંપ્રત ડિઝાઇનિંગ ઇચ્છતા ગ્રાહકોની નવી પેઢી સાથેભારત દેશ આ બ્રાન્ડના સતત વૈશ્વિક વિસ્તરણમાં એક કુદરતી આગેકદમ ભરી રહ્યો છે.

 

સ્કીમ્સે એ આકારઆરામદાયકતા અને સમાવેશીતા વિશે વિશ્વની વિચારશૈલી જ બદલી નાખી છેઅને તે ભારતીય ગ્રાહકોની નવી પેઢી સાથે સીધો સંવાદ કરી રહી છે જે મહત્વાકાંક્ષી અને ખાસ પોતાના માટે રચાયેલી ફેશન ઇચ્છે છે,” એમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઇશા અંબાણીએ જણાવ્યું હતું. સ્કીમ્સને ભારતમાં રજૂ કરવા તેમજ લાંબા ગાળા માટે અહીં તેનું નિર્માણ કરવાનો અમને ગર્વ છે.

 

દરેક વ્યક્તિ જે પણ પહેરે છે તેમાં આરામદાયકતા અને આત્મવિશ્વાસનો અનુભવ કરવાનો તેને અધિકાર છે અને અમે સ્કીમ્સનું નિર્માણ પણ આ માન્યતાના આધારે જ કર્યું છે,” એમ સ્કીમ્સના સહ-સ્થાપક અને ચીફ ક્રિએટિવ ઓફિસર કિમ કાર્દાશિયને જણાવ્યું હતું. ભારતમાં અમે અમારા સમુદાયનો જે ઉત્સાહ જોયો છે તે ખરેખર અદભુત છેઅને અમે અમારા સ્ટોર્સમાં તેમનું પહેલીવાર સ્વાગત કરવા ઉત્સુક છીએ.

 

રિલાયન્સ બ્રાન્ડ્સ વિશ્વની કેટલીક ચુનંદા ફેશન અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સનું ભારતમાં સર્જન કરવાનો અસાધારણ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. અમે આ મહત્વપૂર્ણ બજારમાં સ્કીમ્સની પ્રસ્તુતિ કરવા તેમજ અમારી વૈશ્વિક રિટેલ ફૂટપ્રિન્ટ્સને વિસ્તારતા રહેવા તેમની ટીમ સાથે ભાગીદારી કરવાનો રોમાંચ અનુભવીએ છીએ,” એમ સ્કીમ્સના સહ-સ્થાપક અને સીઈઓ જેન્સ ગ્રેડે જણાવ્યું હતું.

 

સ્કીમ્સની ભારતમાં રિલાયન્સ બ્રાન્ડ્સના નેતૃત્વમાં તબક્કાવાર પ્રસ્તુતિ થશેજેની શરૂઆત દિલ્હી અને મુંબઈમાં તેના પ્રથમ સ્ટોર્સથી થશે અને સમય જતાં અન્ય શહેરો અને ચેનલોમાં તેનું વિસ્તરણ કરાશે.

Related posts

ઉષા ઇન્ટરનેશનલના નવા નેક્સ્ટ-જનરેશન પંખા તમારા ઉનાળાને કૂલ બનાવશે

viratgujarat

એક્સપિરિયન્સ-લેડ (અનુભવ-આધારિત) લાઈફસ્ટાઈલને પ્રોત્સાહન આપવા માટે વીઝાએ શાહરૂખ ખાન સાથે ભાગીદારી કરી

viratgujarat

દ્રોણા સાયબર સોલ્યુશન્સ ‘સાયબર યોદ્ધા’ અભિયાન હેઠળ રાષ્ટ્રીય સાયબર ફોરેન્સિક્સ માસ્ટરક્લાસનું આયોજન કરે છે

viratgujarat

Leave a Comment