EICMAમાં પોતાની સતત ત્રીજી વખત ઉપસ્થિતિ દરમિયાન, ભારતીય મોટરસાઇકલ કંપનીએ વિસ્તૃત આંતરરાષ્ટ્રીય પોર્ટફોલિયો સાથે મજબૂત દાવેદારી નોંધાવી અને તેના વિકાસના આગામી તબક્કાની રૂપરેખા રજૂ કરી
- BSAએ પ્રોડક્શન-રેડી થંડરબોલ્ટ 350ની સાથે બેન્ટમ બોબર 350 અને બેન્ટમ સ્ક્રેમર 350ને પ્રસ્તુત કરી
- નવું એન્જિન અને ડિઝાઇન સંકેતો બેન્ટમ શ્રેણીને વ્યાખ્યાયિત કરે છે, જેણે વૈશ્વિક બજારમાં મોડર્ન ક્લાસિક્સને સુલભ બનાવ્યા છે
- EICMA 2026 શોકેસમાં સ્ક્રેમ્બલર 650, ગોલ્ડ સ્ટાર 650, બેન્ટમ 350 અને થંડરબોલ્ટ 350 સહિત સમગ્ર BSA શ્રેણીમાં નવા કલરવેઝ પ્રસ્તુત કરાયા હતા, જેમાં બેન્ટમનો મિસ્ટ ગ્રીન કલરવે મૂળ 1948ના મોડેલથી પ્રેરિત છે
- 2025માં લોન્ચ થયેલી ભારતમાં નિર્મિત BSA બેન્ટમ 350એ યુકેના માસિક મોડર્ન-ક્લાસિક સેલ્સ ચાર્ટમાં વારંવાર ટોચનું સ્થાન મેળવ્યું છે, જે BSAના હોમ માર્કેટમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે
- જાવા યેઝદી અને BSA મોટરસાઇકલ્સે FY25માં 32,482ની તુલનામાં FY26માં ભારતમાં 45,409 મોટરસાઇકલનું રિટેલ વેચાણ કર્યું, જે અંદાજે 40% વૃદ્ધિ દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય વેચાણ સહિત, વ્યાપારમાં 55% વૃદ્ધિ થઈ છે
- કંપની તેના વિકાસના આગામી તબક્કામાં રોકાણ કરી રહી છે, 2026ના અંત સુધીમાં તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા અંદાજે 120,000થી વધારીને 200,000થી વધુ મોટરસાઇકલ કરવા અને FY28 સુધીમાં ભારતમાં 700થી વધુ કસ્ટમર ટચપોઇન્ટ્સ સુધી તેના નેટવર્કને વિસ્તારવા પર કાર્યરત છે
- 2026ની ઉત્સવોની સિઝન દરમિયાન ગ્રાહક-કેન્દ્રિત પહેલો દ્વારા જેન્યુઇન સ્પેર-પાર્ટ્સનું વિતરણ, ઓનરશિપ સપોર્ટ અને ગ્રાહક સુલભતાને મજબૂત બનાવાઈ હતી
મુંબઈ | ૧૨ નવેમ્બર ૨૦૨૬ | ભારતની સૌથી યુવા મોટરસાઇકલ કંપનીઓમાંની એક, જાવા યેઝદી અને BSA મોટરસાઇકલ્સે EICMA 2026માં તેની સતત ત્રીજી વખતની ઉપસ્થિતિ દરમિયાન તેના આંતરરાષ્ટ્રીય પોર્ટફોલિયોનો આગામી તબક્કો પ્રસ્તુત કર્યો હતો. પ્રોડક્શન-રેડી થંડરબોલ્ટ 350 અને સમગ્ર BSA શ્રેણીમાં નવા કલરવેઝની સાથે બે નવી BSA 350cc મોટરસાઇકલનો વર્લ્ડ પ્રીમિયર યોજાયો હતો. આ પ્રદર્શન એક ભારતીય ઉત્પાદકની વધતી જતી આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ દર્શાવે છે જે વિવિધ બજારોમાં નવા રાઇડર્સ સુધી તેના મોર્ડન ક્લાસિક્સ લઈ જઈ રહી છે.
પોતાના હોમ માર્કેટમાં BSAની પ્રગતિ કંપનીની મહત્વાકાંક્ષાઓનું મુખ્ય સૂચક છે. 1861માં બર્મિંગહામમાં સ્થપાયેલી BSA ફરી એકવાર યુકેમાં પોતાની ઉપસ્થિતિને સુદૃઢ બનાવી રહી છે. 2025માં લોન્ચ થયેલી BSA બેન્ટમ 350એ યુકેના માસિક મોર્ડન-ક્લાસિક વેચાણ ચાર્ટમાં વારંવાર ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતમાં નિર્મિત મોટરસાઇકલ સાથે પોતાના હોમ માર્કેટમાં પરત ફરતી બ્રિટિશ માર્ક (બ્રાન્ડ) માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે.
ક્લાસિક લેજેન્ડ્સના કો-ફાઉન્ડર અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, “અમે ભારતમાંથી એક વૈશ્વિક મોટરસાઇકલ કંપનીનું નિર્માણ કરી રહ્યા છીએ, અને તેનો અર્થ એ છે કે પોતાની બ્રાન્ડ્સ સાથે હોય તેવી મોટરસાઇકલનું નિર્માણ કરવું. સાથે જ અમે જે પણ બજારમાં પ્રવેશ કરીએ ત્યાંના રાઇડર્સ માટે આ બ્રાન્ડ સુસંગત રહે છે. એક અતુલ્ય વારસો અમને મજબૂત પાયો પ્રદાન કરે છે, અને સાથે જ અમારી પ્રોડક્ટ સાથે ઓનરશીપનો અહેસાસ કરાવવાના વચનની આપૂર્તિ કરે છે.”
યુકેમાં BSAનું પુનરાગમન ખાસ કરીને અર્થપૂર્ણ છે. ઘણા લોકો એવું માનતા હતા કે વિકસિત બજારો માત્ર મોટા-ડિસ્પ્લેસમેન્ટ (વધુ સીસી) ધરાવતી મોટરસાઇકલમાં જ રસ ધરાવે છે, તેવા સમયે અમે બેન્ટમ 350ને પ્રસ્તુત કરીને સાબિત કર્યું કે સુલભ મોર્ડન ક્લાસિક માટે એક મજબૂત બજાર છે. યુકેમાં તેનું પ્રદર્શન દર્શાવે છે કે રાઇડર્સ તેને માત્ર BSA નામ માટે જ નહીં, પરંતુ આજે આ મોટરસાઇકલ જે પ્રસ્તુત કરે છે તેને વધુ પસંદ કરી રહ્યા છે. EICMA 2026માં, અમે બોબર અને સ્ક્રેમ્બલર સાથે બેન્ટમ પરિવારનું વિસ્તરણ કરીને આગૃકદમ ભર્યું છે. આ બે તદ્દન અલગ મોટરસાઇકલ છે, જે અલગ-અલગ રાઇડર્સ માટે બનાવવામાં આવી છે, પરંતુ બંને BSAની આગવી ઓળખ ધરાવે છે અને મોટરસાઇકલિંગના આનંદને વધુ સુલભ બનાવે છે.
ભારતમાં, યેઝદી શ્રેણીમાં હવે ભારતમાં વિકસિત બે અલગ એન્જિન પ્લેટફોર્મ, આલ્ફા2 અને કટર છે, જ્યારે નવી જાવા ઓલ સ્ટાર્સ નિયો-ક્લાસિક શ્રેણી અંતર્ગત વિસ્તૃત વર્ગ સુધી પર્ફોર્મન્સ ક્લાસિક્સને પ્રસ્તુત કરાય છે.
EICMA ખાતે ભારતીય એન્જિનિયરિંગ 2026
EICMA 2026 ખાતે, BSAએ થંડરબોલ્ટ એડવેન્ચર મોટરસાઇકલ અને તેના પોર્ટફોલિયોમાં નવા કલરવેઝ સાથે બે વર્લ્ડ પ્રિમિયર થકી તેની બેન્ટમ શ્રેણીનો આગામી તબક્કો રજૂ કર્યો:
- EICMA ખાતે વર્લ્ડ પ્રીમિયર કરી રહેલી BSA બેન્ટમ બોબર 350 અને બેન્ટમ સ્ક્રેમ્બલર 350, ભારતમાં વિકસિત અલગ રીતે ટ્યુન કરેલા 334cc, લિક્વિડ-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર DOHC એન્જિન દ્વારા સંચાલિત છે, જે અલગ-અલગ રાઇડિંગ ક્ષમતા પ્રદાન કરે છે.
- બેન્ટમ બોબ 350માં સિંગલ-સિલિન્ડર, સિંગલ-સીટ કન્ફિગરેશન, ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ, ડ્યુઅલ-ચેનલ ABS અને લો-સ્લંગ ફેક્ટરી-કસ્ટમ સ્ટાઇલિંગ છે.
- ઓરિજિનલ 1966 BSA બુશમેનથી પ્રેરિત, બેન્ટમ સ્ક્રેમ્બલર 350માં રિસ્પોન્સિવ, લાઈટ 334cc લિક્વિડ-કૂલ્ડ DOHC એન્જિન, ટેલિસ્કોપિક હાઇડ્રોલિક ફોર્ક્સ, ડ્યુઅલ-ચેનલ ABS, ટ્વિન રિયર શોક એબ્સોર્બર્સ અને સેમી-નોબી ટાયર સાથે સ્પોક્ડ વ્હીલ્સ છે. ટ્યુન કરેલ ગિયરિંગ અને ઉપયોગી લો- અને મિડ-રેન્જ ટોર્ક શહેરી અને આરામદાયક રાઇડિંગ વાતાવરણમાં ઉત્તમ પ્રદર્શન આપે છે.
- બેન્ટમ બોબર 350 SPમાં ગોલ્ડ-ફિનિશ્ડ USD ફ્રન્ટ ફોર્ક્સ, 16-ઈંચ વાયર-સ્પોક વ્હીલ્સ, પહોળું ફ્રન્ટ ટાયર અને ફુલ-કલર TFT ડિસ્પ્લે છે.
- EICMA 2025માં અનાવરણ બાદ, BSA થંડરબોલ્ટ 350 હવે પ્રોડક્શન-રેડી છે. BSAની પ્રથમ એડવેન્ચર મોટરસાઇકલ રેલી-પ્રેરિત ડિઝાઇનને આધુનિક રાઇડર ટેક્નોલોજી સાથે કનેક્ટ કરે છે, જેમાં ટ્રેક્શન કંટ્રોલ, ત્રણ ABS મોડ્સ, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને USB ચાર્જિંગનો સમાવેશ થાય છે.
- નવા કલરવેઝ: સ્ક્રેમ્બલર 650ને વિક્ટર યલોની સાથે ડીપ ગ્રીન, બ્લેક ક્રોમ અને ગ્લોસ બ્લેકમાં દર્શાવવામાં આવી હતી; ગોલ્ડ સ્ટાર 650ને બર્મિંગહામ બ્લુ અને બ્રુકલેન્ડ્સ બ્લેકમાં; અને બેન્ટમ 350ને મૂળ 1948 મોડેલથી પ્રેરિત મિસ્ટ ગ્રીનમાં રજૂ કરવામાં આવી હતી. થંડરબોલ્ટ 350ને બ્લેક એન્ડ યલો, ગ્રે, અને ગ્રીન એન્ડ આઇવરી કલરવેઝમાં પણ દર્શાવાઈ હતી.
વૃદ્ધિ માટે નિર્માણ 2.0
જાવા યેઝદી અને BSA મોટરસાઇકલ્સ ભારતમાં જાવાના પુનરાગમનથી આગળ વધીને ત્રણ-બ્રાન્ડના વ્યાપાર તરીકે વિકસી છે, જેમાં દરેક બ્રાન્ડ પોતાની આગવી ઓળખ જાળવી રાખે છે અને વિવિધ રાઇડિંગ પસંદગીઓને પૂરી કરે છે. તે પ્રોડક્ટની તૈયારી, ઉત્પાદન, વિતરણ અને આફ્ટર-સેલ્સ સપોર્ટમાં રોકાણ દ્વારા તેની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્ષમતાઓને મજબૂત બનાવી રહી છે:
- જાવા: કાલાતીત ડિઝાઇન, વિશિષ્ટ કારીગરી અને ક્લાસિક કેરેક્ટરને સમકાલીન પ્રદર્શન સાથે જોડે છે.
- યેઝદી: એક નીડર ચેલેન્જર ભાવનાનું પ્રતીક છે, જે એડવેન્ચર, સંશોધન અને પરંપરાઓથી આગળ વધવાની સ્વતંત્રતાની આસપાસ ઘડાયેલ છે.
- BSA: નવી પેઢીના રાઇડર્સ માટે મોર્ડન ક્લાસિક્સ બનાવવા માટે તેના બ્રિટિશ મોટરસાઇકલિંગ વારસાનો ઉપયોગ કરે છે.
- સંયુક્ત પોર્ટફોલિયોમાં રોડસ્ટર્સ, ક્લાસિક્સ, બોબર્સ, સ્ક્રેમ્બલર્સ અને એડવેન્ચર મોટરસાઇકલનો સમાવેશ થાય છે.
- કંપની બજારની સંભાવના અને દરેક બ્રાન્ડની સુસંગતતાના આધારે CKD એસેમ્બલી સહિત તેની આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિની સુદૃઢ તકોનું મૂલ્યાંકન કરી રહી છે.
- કંપનીએ FY25માં 32,482 યુનિટ્સની સામે FY26માં ભારતમાં 45,409 મોટરસાઇકલનું રિટેલ વેચાણ કર્યું, જે અંદાજે 40% વૃદ્ધિ દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય વેચાણ સહિત, વ્યવસાયમાં 55% વૃદ્ધિ નોંધાઈ છે.
- ઉત્પાદન ક્ષમતા: કંપની 2026ના અંત સુધીમાં પોતાની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા અંદાજે 1,20,000 મોટરસાઇકલથી વધારીને 2,00,000થી વધુ કરવા પર કાર્યરત છે.
- રિટેલ નેટવર્ક: કંપની ટિયર II અને ટિયર III બજારોમાં સુલભતા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને FY28 સુધીમાં 700 થી વધુ કસ્ટમર ટચપોઇન્ટ્સનું લક્ષ્ય રાખી રહી છે.
સમગ્ર ભારતમાં ઓનરશિપ સપોર્ટ
જાવા યેઝદી અને BSA મોટરસાઇકલ્સ જેન્યુઇન સ્પેર પાર્ટ્સની વ્યાપક ઉપલબ્ધતા, વિસ્તૃત સર્વિસ નેટવર્ક અને ગ્રાહક-કેન્દ્રિત ઓનરશિપ પ્રોગ્રામ્સ દ્વારા ઓનરશિપ અનુભવને મજબૂત બનાવી રહી છે:
- અધિકૃત વિતરકો (ડિસ્ટ્રિબ્યુટર્સ) દ્વારા જેન્યુઇન સ્પેર-પાર્ટ્સના વિતરણનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જે ગ્રાહકો, સ્વતંત્ર વર્કશોપ્સ અને સર્વિસ પાર્ટનર્સને ડીલરશીપની મુલાકાત લીધા વિના જેન્યુઇન કમ્પોનન્ટ્સ મેળવવા માટે એક વધારાનું માધ્યમ પૂરું પાડે છે.
- પાર્ટ્સની વ્યાપક સુલભતા: આ પહેલનો હેતુ શહેરી, અર્ધ-શહેરી અને ઉભરતા બજારોમાં પાર્ટ્સની ઉપલબ્ધતા અને પ્રાપ્તિમાં સુધારો કરવાનો છે, સાથે જ વધુ કાર્યક્ષમ સર્વિસ ટર્નઅરાઉન્ડને સમર્થન આપવાનો છે.
- રાષ્ટ્રવ્યાપી નેટવર્ક: વિસ્તૃત વિતરણ ચેનલ સમગ્ર ભારતમાં કંપનીના 450થી વધુ સેલ્સ અને સર્વિસ ટચપોઇન્ટ્સના હાલના નેટવર્કને સુદૃઢ બનાવે છે.
- ઓનરશિપ એશ્યોરન્સ પ્રોગ્રામ: ચાર-વર્ષ/50,000kmની સ્ટાન્ડર્ડ વોરંટી ઓફર કરે છે, જે છ વર્ષ/74,000km સુધી લંબાવી શકાય છે, આઠ વર્ષ સુધી લંબાવી શકાય તેવી રોડસાઇડ આસિસ્ટન્સ અને પાંચ વર્ષ સુધીના વ્યાપક વાર્ષિક મેન્ટેનન્સ પ્લાન ઉપલબ્ધ છે.
- સુલભ ધિરાણ: 2026માં રજૂ કરાયેલા ઉત્સવોની સિઝનના ફાઇનાન્સ વિકલ્પો ભારતીય ખરીદદારોના વિશાળ વર્ગ માટે જાવા, યેઝદી અને BSA મોટરસાઇકલને વધુ સુલભ બનાવવા માટે રચાયા હતા.
પ્રોડક્ટ્સ, ઉત્પાદન, વિતરણ અને ઓનરશિપ સપોર્ટમાં સતત રોકાણ દ્વારા, જાવા યેઝદી અને BSA મોટરસાઇકલ્સ ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના વિકાસના આગામી તબક્કાનો પાયો નાખી રહી છે.
== સમાપ્ત ==
