રિલાયન્સ જિયોએ નવા 3-મહિના અને 1-વર્ષના પ્લાન વિકલ્પો રજૂ કરવા સાથે તેના લોકપ્રિય જિયો ઓટીટી-પાસ પોર્ટફોલિયોના વિસ્તરણની જાહેરાત કરી છે. વધુ ડેટા, વધુ મૂલ્ય અને અવિરત પ્રિમિયમ મનોરંજન પૂરું પાડવા માટે, નવા ઉમેરાયેલા પ્લાન લાંબાગાળાના કન્ટેન્ટ સબ્સ્ક્રાઇબર્સને સેવા પૂરી પાડવા હાલના માસિક વિકલ્પ પર નિર્મિત છે.
વિસ્તૃત પેકેજમાં ત્રણ અલગ કેટેગરી મુકાઇ છે :
₹200નો ઓટીટી પાસ: 30GB કુલ હાઇ-સ્પીડ ડેટા અને અનલિમિટેડ 5G સાથે 28 દિવસની માન્યતા ઓફર કરે છે. તે બધા જિયો ઉપભોક્તા માટે એક્ટિવ બેઝ પ્લાન પર ઉપલબ્ધ છે, જો કે, તેમાં વૉઇસ-ઓન્લી પેકનો સમાવેશ થતો નથી.
નવો ₹550 ઓટીટી પાસ: 90GB કુલ હાઇ-સ્પીડ ડેટા અને અનલિમિટેડ 5G સાથે 84 દિવસની માન્યતા રહેશે. આ પ્લાન 3 મહિના અથવા 1 વર્ષના બેઝ પ્લાન પરના જિયો સબસ્ક્રાઇબર્સ માટે (વોઇસ-ઓન્લી પેક સિવાય) પર ઉ૫લબ્ઘ કરાયો છે.
નવો ₹2000 પ્લાન: 65 દિવસની માન્યતા સાથે કુલ 365 GB હાઇસ્પીડ ડેટા અને અનલિમિટેડ 5G સર્વિસ. 1 વર્ષના ચાલુ બેઝ પ્લાન (વોઇસ-ઓન્લી પેક સિવાય) ધરાવતા ગ્રાહકોને માટે જ તે ઉપલબ્ધ છે.
સર્વગ્રાહી મનોરંજન પેકેજ
દરેક જિયો ઓટીટી પાસ- જિયોટીવી એપ દ્વારા 15 પ્રિમિયમ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની સાથે 1,000+ લાઇવ ટીવી ચેનલો સુધી ઍક્સેસ મેળવી શકાય છે, જે ₹1,500 થી વધુના માસિક લાભો આપે છે. તેના મુખ્ય અંશોમાં સામેલ છેઃ
– યુટ્યુબ પ્રિમિયમ: ટીવી, ટેબ્લેટ અને મોબાઇલ ઉપકરણો પર જાહેરાત વિનાનું સ્ટ્રીમિંગ, પૃષ્ઠભૂમિ પ્લે અને ઑફલાઇન ડાઉનલોડ ક્ષમતા.
– જિયો હોટસ્ટાર, મોબાઇલ+ હોલિવૂડ: લાઇવ સ્પોર્ટ્સ, હોટસ્ટાર ઓરિજિનલ અને બ્લોકબસ્ટર હોલિવૂડ કન્ટેન્ટ સુધી સીધો ઍક્સેસ.
– એમેઝોન પ્રાઇમ: ₹550 અને ₹2000 પાસ માટે એમેઝોન પ્રાઇમ લાઇટ મેમ્બરશીપ વડે પ્રાઇમ વિડિયો સ્ટ્રીમિંગ, અથવા ₹200 પાસ સાથે એમેઝોન પ્રાઇમ વિડિયો મોબાઇલ એડિશન.
– 12 વધારાની પ્રિમિયમ ઓટીટી એપ્સ: સોનીલીવ, ઝી5, લાયન્સગેટ પ્લે, ડિસ્કવરી+, સનનેક્સ્ટ, ફેનકોડ, હોઇચોઇ, ચૌપાલ, પ્લેનેટ મરાઠી, કાંચા લાંકા, ટાઇમ્સપ્લે અને તરંગ પ્લસ સુધી કોમ્પ્રિહેન્સિવ એક્સેસને જિયો ટીવી દ્વારા એકસાથે સંકલિત કરાયા છે.
– 1000+ લાઈવ ટીવી ચેનલઃ પ્રિમિયમ લાઈવ ટીવી વિકલ્પોમાં સ્ટાર પ્લસ એચડી, કલર્સ એચડી, SET એચડી, સન ટીવી એચડી, ડિસ્કવરી અને કાર્ટૂન નેટવર્ક સહિત મુખ્ય બ્રોડકાસ્ટર્સને કવર કરે છે.
નવા ₹550 અને ₹2000 જિયો ઓટીટી પાસ વિકલ્પો માયજિયો એપ, સત્તાવાર જિયો વેબસાઈટ અને અધિકૃત રિટેલ આઉટલેટ્સ પર 7મી ઓગસ્ટ 2026થી શરૂ થતા રિચાર્જ માટે ઉપલબ્ધ છે.
