” રેવિયા ક્લચ” હેવી લોડ, સીધા ઢાળ, શહેરના ગીચ ટ્રાફિક અને લાંબા અંતરની ડ્રાઈવિંગમાં પણ નિરંતર પર્ફોર્મન્સ આપે છે.
બ્રેક્સ ઇન્ડિયાએ નવી ‘રેવિયા ક્લચની’ રજૂઆત સાથે તેના મોબિલિટી સોલ્યુશન્સ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું છે. ભારતમાં જુદી-જુદી ડ્રાઇવિંગ પરિસ્થિતિઓમાં કોમર્શિયલ વાહનો, ટ્રક અને બસોની બેસ્ટ પર્ફોર્મન્સની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ હાઈ પરફોર્મન્સ ક્લચ ડિઝાઈન કરવામાં આવી છે.
પ્રીમિયમ ફ્રિક્શન મટિરિયલ અને મજબૂત સ્પ્રિંગ ટેકનોલોજી સાથે વિકસિત, રેવિયા ક્લચ હેવી લોડ(ભારે વજન), સીધા ઢાળ, શહેરના ગીચ ટ્રાફિક અને લાંબા અંતરની ડ્રાઈવિંગમાં પણ મજબૂત ટકાઉપણું, ગરમીનું શ્રેષ્ઠ વિસર્જન અને સતત પાવર ટ્રાન્સમિશન પ્રદાન કરે છે. ઓછા ઘસારા અને લાંબા સમય સુધીની સર્વિસ લાઈફ માટે ડિઝાઈન કરવામાં આવેલાં આ ક્લચ, એ ફ્લીટ ઓપરેટરોને ડાઉનટાઇમ ઓછો કરવામાં, મેન્ટેનન્સ કોસ્ટ ઘટાડવામાં અને વ્હીકલ અપટાઇમ વધારવામાં મદદ કરે છે.
બ્રેક્સ ઈન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને આફ્ટરમાર્કેટ બિઝનેસ યુનિટના વડા શ્રી એસ. સુજીત નાયકે જણાવ્યું હતું કે, “રેવિયા ક્લચ પ્લેટ્સની સાથે, બ્રેક્સ ઇન્ડિયાએ વ્હીલની આસપાસના મહત્વપૂર્ણ ઉત્પાદનોને કવર કરવાની વ્યૂહરચનામાં વધુ એક નિર્ણાયક પગલું ભર્યું છે. બ્રેક્સ સિસ્ટમ્સથી લઈને ક્લચ સુધી, અમે ભારત માટે વ્યાપક મોબિલિટી સોલ્યુશનના અમારા વચનને મજબૂત બનાવી રહ્યા છીએ. અમે સારી રીતે સમજીએ છીએ કે, એક વાહનને સુરક્ષિત કેવી રીતે રોકી શકાય છે..? અમારી હાઇ-પર્ફોર્મન્સ રેવિયા ક્લચ પ્લેટ્સ સાથે તમે વિશ્વાસપૂર્વક તમારા વાહનને આગળ હંકારી શકો છો.”
સેફ્ટી માટે જરૂરી ઓટોમોટિવ સિસ્ટમ્સમાં દાયકાઓની કુશળતા સાથે નિર્મિત, નવી રેવિયા ક્લચ પ્લેટ્સ, ભારતીય બજારો માટે વિશ્વસનીય, હાઈ-ક્વોલિટી કોમ્પોનેન્ટ પ્રદાન કરવાની કંપનીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
