Virat Gujarat
અવેરનેસ

રાઇઝ વર્લ્ડવાઇડે ભારતની ઊભરતી ક્રિકેટ સેન્સેશન ગુણાલન કમલિની સાથે કરાર કર્યો

રિલાયન્સની માલિકીની અને ભારતની અગ્રણી સ્પોર્ટ્સ, લાઈફસ્ટાઈલ અને એન્ટરટેઈનમેન્ટ કંપની રાઇઝ વર્લ્ડવાઇડ લિમિટેડે દેશની સૌથી હોનહાર યુવા પ્રતિભાઓ સાથે ભાગીદારી કરીને રમતના ભવિષ્યમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. એજન્સીમાં સામેલ થયેલી નવી પ્રતિભા ગુણાલન કમલિની ભારતની સૌથી રોમાંચક યુવા ક્રિકેટરોમાંની એક તરીકે ઉભરી આવી છે. પોતાના નીડર પ્રદર્શન અને ખૂબ જ ઝડપથી કરેલી પ્રગતિના પરિણામે તેણે દેશભરમાં આગવી ઓળખ મેળવી છે.

આ કરાર રાઇઝ વર્લ્ડવાઇડના વિશિષ્ટ ક્રિકેટ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે, જેમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને સાઈ સુદર્શન જેવા દિગ્ગજો સામેલ છે. કમલિનીના એક્સક્લુઝિવ કોમર્શિયલ અને ટેલેન્ટ મેનેજમેન્ટ પાર્ટનર તરીકે એજન્સી તેના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ, વ્યૂહાત્મક ભાગીદારી, જાહેર કાર્યક્રમોમાં હાજરી, લાઇસન્સિંગ, ડિજિટલ કન્ટેન્ટ અને લાંબા ગાળાના બ્રાન્ડ ડેવલપમેન્ટનું સંચાલન કરશે. આનાથી તેને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે એક અર્થપૂર્ણ અને સ્થાયી વ્યક્તિગત બ્રાન્ડ તૈયાર કરવામાં મદદ મળશે.

આ જાહેરાત અંગે વાત કરતા રાઇઝ વર્લ્ડવાઇડના હેડ નિખિલ બરડિયાએ જણાવ્યું હતું કે, “અમે રાઇઝ વર્લ્ડવાઇડ પરિવારમાં કમલિનીનું સ્વાગત કરતા ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ. તે એક અસાધારણ યુવા પ્રતિભા છે જેના પ્રદર્શને અત્યારથી જ ઉચ્ચ સ્તરે સફળ થવા માટે જરૂરી સ્વભાવ, આત્મવિશ્વાસ અને મહત્વાકાંક્ષા દર્શાવ્યા છે. અમારા ટેલેન્ટ રોસ્ટરમાં પ્રથમ મહિલા ક્રિકેટરનું સ્વાગત કરતા અમને વિશેષ ગર્વ થાય છે, જે અમારી એજન્સી માટે એક મહત્વપૂર્ણ સીમાચિન્હ છે. અમે મેદાનની બહાર તેના માટે યોગ્ય તકો ઊભી કરીને તેની આ સફરને મદદ પૂરી પાડવા આતુર છીએ, જેથી તે મેદાન પર વધુ મોટી સફળતા મેળવવા માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે.”

રાઇઝ વર્લ્ડવાઇડ સાથે જોડાવા અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા ગુણાલન કમલિનીએ કહ્યું, “હું રાઇઝ વર્લ્ડવાઇડ સાથે જોડાવા બદલ ખરેખર ખૂબ જ ખુશ છું. તેમણે ભારતીય ક્રિકેટના કેટલાક સૌથી મોટા નામો સાથે કામ કર્યું છે અને હું આ ટીમનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું. અત્યારે મારું ધ્યાન એક ક્રિકેટર તરીકે વધુ બહેતર બનવા અને મારી સામે આવતી દરેક તકનો પૂરેપૂરો ઉપયોગ કરવા પર છે. જ્યારે હું મારા સપના પૂરા કરવા માટે આગળ વધી રહી છું ત્યારે રાઇઝ જેવી ટીમનો સાથ મળવો એ અદ્દભૂત બાબત છે. હું સાથે મળીને આ રોમાંચક સફરની શરૂઆત કરવા માટે ઉત્સુક છું.”

કમલિનીએ ક્રિકેટ જગતમાં ખૂબ જ ઝડપી અને સાતત્યપૂર્ણ પ્રગતિ કરી છે. તેણે તમિલનાડુ વતી અંડર-15 ક્રિકેટમાં પ્રતિનિધિત્વ કર્યું હતું અને ત્યારબાદ રાજ્યની અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું, જેની સાથે તેણે ટી20 ટાઇટલ જીત્યું હતું. ત્યારપછી તે ભારતની અંડર-19 ટીમનો ભાગ બની જેણે 2025ની શરૂઆતમાં આઇસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડકપ જીત્યો હતો, જેમાં તે ટુર્નામેન્ટમાં ત્રીજી સૌથી વધુ રન બનાવનાર બેટર રહી હતી. એ જ વર્ષે માત્ર 16 વર્ષની ઉંમરે તેણે વિમેન્સ પ્રીમિયર લીગનો કોન્ટ્રાક્ટ મેળવીને ઇતિહાસ રચ્યો હતો અને આ ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યૂ કરનારી સૌથી યુવા ખેલાડી બની હતી.

ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનું શાનદાર પ્રદર્શન 2025 દરમિયાન ચાલુ રહ્યું હતું જેને કારણે તે જ વર્ષના અંતમાં શ્રીલંકા સામેની ઘરઆંગણાની ટી20 ઇન્ટરનેશનલ સિરીઝ માટે તેને પ્રથમ વખત રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવી હતી, જ્યાં તેણે 17 વર્ષની ઉંમરે પોતાનું આંતરરાષ્ટ્રીય પદાર્પણ કર્યું હતું. WPL 2026ના મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રિટેન કરવામાં આવેલા પાંચ ખેલાડીઓમાં પણ તે સામેલ હતી, જે તેની ઉચ્ચ ક્ષમતા અને મેચ જીતાડવાની ક્ષમતા દર્શાવે છે. તાજેતરમાં જ 2026ની એશિયન ગેમ્સ માટે ભારતની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે, જે તેની ઝડપી પ્રગતિ અને દેશના સૌથી આશાસ્પદ યુવા ક્રિકેટરોમાંની એક તરીકે તેનું વધતું જતું કદ બતાવે છે.

કમલિની સાથેનો આ કરાર ભારતની સર્વશ્રેષ્ઠ રમતગમત પ્રતિભાઓનું પ્રતિનિધિત્વ કરવાની રાઇઝ વર્લ્ડવાઇડની સતત પ્રતિબદ્ધતામાં વધુ એક મહત્વપૂર્ણ પ્રકરણ ઉમેરે છે. વ્યૂહાત્મક ટેલેન્ટ મેનેજમેન્ટને લાંબા ગાળાના બ્રાન્ડ બિલ્ડિંગ સાથે જોડીને એજન્સી ખેલાડીને મેદાનની અંદર અને બહાર તેમની સંપૂર્ણ ક્ષમતાને ખીલવવામાં મદદ કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખે છે.

Related posts

રસીકરણ થકી દિકરીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવાના ઉમદા હેતુ માટે રોટરી આસી. ગર્વનર અમદાવાદ-ગાંધીનગર દ્વારા ‘રોટરી ગરબા ૨૦૨૫’નું ભવ્ય આયોજન

viratgujarat

વિકસિત ભારત 2047 અને શુદ્ધ-સાત્વિક આહારના સંકલ્પ સાથે આહાર ગુજરાતનો મહાસેમિનાર યોજાશે

viratgujarat

ફિટનેસને પ્રોત્સાહન આપવા, આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૌપ્રથમ “ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન”

viratgujarat

Leave a Comment