પોલિએસ્ટર ટેક્સચરાઇઝ્ડ યાર્ન, ફુલ્લી ડ્રોન યાર્ન (FDY) ના પ્રોડક્શન સાથે જોડાયેલા અગ્રણી ઇન્ટિગ્રેટેડ પોલિએસ્ટર મેન્યુફેક્ચરર્સ પૈકીનાં એક, સુમિત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (NSE: SUMEETINDS, BSE ડ: 514211) તેના એલિજીબલ શેરહોલ્ડર્સ માટે રાઇટ્સ ઇશ્યૂની જાહેરાત કરી છે, જેનો હેતુ ફાયનાન્સિયલ ફ્લેક્સિબિલિટી વધારવા અને કંપનીની સ્ટ્રેટેજીક બિઝનેસ પ્રાયોરિટીઝને ટેકો આપવાનો છે.
રાઇટ્સ ઇશ્યૂ ઓવરવ્યૂ :
સુમિત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ.16.84 કરોડના ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર જારી કરીને કુલ રૂ.199.75 કરોડના રાઇટ્સ ઇશ્યૂની શરતોને મંજૂરી આપી છે.
કંપની રાઇટ્સ ઇશ્યૂમાંથી રૂ.49.00 કરોડ ગુજરાતના સુરતમાં નાકોડા લિમિટેડ પાસેથી હસ્તગત કરેલા વધારાના 140,000 ટન પ્રતિ વાર્ષિક પોલિએસ્ટર ચિપ્સ (CP) પ્લાન્ટના એક્વિઝિશન અને ઓપરેશનલાઇઝેશન માટે ફાળવવાનો પ્રસ્તાવ મૂકે છે. આ પ્રોજેક્ટમાં કુલ રૂ.90.00 કરોડનો ખર્ચ સામેલ છે; બાકીના રૂ.41.00 કરોડ ઇન્ટર્નલ ઉપાર્જન દ્વારા પૂરા પાડવામાં આવશે. નાણાકીય વર્ષ 27-28નાં પહેલા ક્વાર્ટરમાં ફરીથી શરૂ થવાની અપેક્ષા, આ સુવિધા બેકવર્ડ ઇન્ટીગ્રેશનને મજબૂત બનાવશે અને કંપનીના ડાઉનસ્ટ્રીમ પોલિએસ્ટર મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સને ટેકો આપશે.
સ્ટ્રેટેજી પ્રમાણે, પ્રસ્તાવિત કેપિટલ એલોકેશન ચાર મુખ્ય બાબતો પર કેન્દ્રિત છે – મેન્યુફેક્ચરિંગ સ્કેલ-અપ, એસેટ ઇન્ટિગ્રેશન, બેલેન્સ શીટ મજબૂતીકરણ અને એનર્જી સિક્યોરિટી. એકસાથે, આ પહેલો ઓપરેશનલ રેઝિલિયન્સ વધારવા, રિસોર્સની કાર્યક્ષમતામાં સુધારો કરવા અને કંપનીના લોંગ-ટર્મ ગ્રોથ પ્લેટફોર્મને મજબૂત બનાવવાની અપેક્ષા રાખે છે. પ્લાન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સનો હેતુ સુમિત ઇન્ડસ્ટ્રીઝની સ્પર્ધાત્મક સ્થિતિને મજબૂત બનાવવાનો છે, જ્યારે લાંબા ગાળા માટે સસ્ટેનેબલ અને પ્રોફિટેબલ ગ્રોથને ટેકો આપવાનો છે.
રાઇટ્સ ઇશ્યૂ અંગે વાત કરતા, સુમિત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રતીક આર. જાજુએ જણાવ્યું હતું કે, “રાઇટ્સ ઇશ્યૂ સુમિત ઇન્ડસ્ટ્રીઝનાં ગ્રોથની સફરમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે અને કંપનીની ઓપરેશનલ અને ફાયનાન્સિયલ સ્થિતિને મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમને અમારા હાલના શેરહોલ્ડર્સને કંપનીના ભાવિ વિકાસમાં ભાગ લેવાની તક આપતા આનંદ થાય છે.
રૂ.199.75 કરોડનું પ્રસ્તાવિત ફંડ એકત્ર કરવાથી મુખ્ય સ્ટ્રેટેજીક પ્રોયોરિટિઝને ટેકો મળશે, જેમાં વર્કિંગ કેપિટલની જરૂરિયાતો, એક્વાયર્ડ મેન્યુફેક્ચરિંગ એસેટ્સનું ઇન્ટીગ્રેશન, ડેટ રિડક્શન અને કેપ્ટિવ સોલાર પાવર સુવિધામાં ઇન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે. નાકોડા લિમિટેડ પાસેથી તાજેતરમાં હસ્તગત કરાયેલ પોલિએસ્ટર ચિપ્સ મેન્યુફેક્ચરિંગ સુવિધાનાં સંચાલન પર ખાસ ફોકસ હશે, જે બેકવર્ડ ઇન્ટિગ્રેશનને મજબૂત બનાવશે અને અમારી ઇન્ટીગ્રેટેડ પોલિએસ્ટર વેલ્યૂ ચેનને વધારશે તેવી અપેક્ષા છે.
આ એક્વિઝિશન અમારા ડાઉનસ્ટ્રીમ POY અને FDY ઓપરેશન્સને ટેકો આપશે, ઓપરેશનલ સ્કેલ વધારશે અને ભવિષ્યના વિકાસ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. આ એક્વિઝિશન અને તેના ઇન્ટિગ્રેશનનાં અપેક્ષિત ફાયદાથી પ્રેરિત, કંપની નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન કુલ આવકમાં આશરે 30% વૃદ્ધિની અપેક્ષા રાખે છે, જેમાં EBITDA માર્જિન 5.0%–6.0% ની રેન્જમાં રહેશે. ઓક્વિઝિશનનાં સફળ ઇન્ટિગ્રેશન પછી, નાણાકીય વર્ષ 2027-28માં કુલ આવક લગભગ બમણી થવાની ધારણા છે, જ્યારે EBITDA માર્જિન 5.5%–6.5% સુધી સુધરવાની ધારણા છે.
અમે પોલિએસ્ટર વેલ્યૂ ચેનમાં અમારી હાજરીને વિસ્તૃત કરવા, બેકવર્ડ ઇન્ટિગ્રેસનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીએ છીએ. અમારું માનવું છે કે આ રાઇટ્સ ઇશ્યૂ કંપનીને ઇમર્જીંગ ગ્રોથ ઓપર્ચ્યુનિટિઝનો લાભ લેવા અને તમામ સ્ટેકહોલ્ડર્સ માટે સસ્ટેનેબલ લોંગ-ટર્મ વેલ્યૂ પ્રદાન કરવા માટે સક્ષમ બનાવશે.”
