Virat Gujarat
અવેરનેસ

AACA દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન, લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અને AGMનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન, સીનીયર મેમ્બર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તથા AGMનો કાર્યક્મ આયોજીત થયો. તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ખુબજ સુંદર ગીફ્ટસ હેમ્પરનું વિતરણ કરવામાં આવ્યું. વધુમાં સંસ્થાના મંત્રીશ્રી જગતભાઈ ગાંધીએ જણાવેલ કે AACA નો વર્ષ 2026નો સીનીયર મેમ્બર લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સંસ્થાનાં સિનિયર મેમ્બર શ્રી ભરતભાઈ શાહ તથા શ્રી હિતેશભાઈ શાહને એનાયત કરવામાં આવ્યો. શાલ ઓઢાળી તથા મોમેન્ટો આપી કારોબારી સભ્ય શ્રી સંદિપભાઈ શાહે તથા શ્રી પ્રતાપભાઈ નારેચાણીઆએ તેઓનું સન્માન કરેલ. આ સાથે AACAની 35મી વાર્ષિક સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવેલ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મીડીયા જગતની અગ્રણી AACA સંસ્થા બીઝનેશ સંબંધિત કાર્યક્રમોની સાથે સાથે સમાજલક્ષી અને પરિવારલક્ષી કાર્યક્રમો પણ રજુ કરે છે.

Related posts

શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી લગાવવામાં આવેલા આરોપોનો તથ્યાધારિત જવાબ

viratgujarat

શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મનોરંજન કાર્યક્રમનું આયોજન

viratgujarat

મુક્ત પુષ્પાંજલિ સ્કૂલે રંગત 2024માં સંસ્કૃતિ અને સર્જનાત્મકતાની ઉજવણી કરી

viratgujarat

Leave a Comment