Virat Gujarat

Tag : Ahmedabad

બિઝનેસ

NB ગ્રુપ દ્વારા અમદાવાદમાં ‘NB પામ’ લોન્ચ, સાયન્સ સિટી રોડ પર લક્ઝરી 4 અને 5 BHK રેસિડેન્સીસ

viratgujarat
·         સાયન્સ પાર્ક, અમદાવાદના સૌથી ઝડપથી વિકસતા પ્રીમિયમ કોરિડોર પર લક્ઝરી લિવિંગની નવી વ્યાખ્યા અમદાવાદ, ગુજરાત – 10 ફેબ્રુઆરી, 2026 :રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્વાસપાત્ર અને પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ્સ માટે જાણીતા અગ્રણી ડેવલપર NB ગ્રુપ દ્વારા તેમના નવા લક્ઝરી પ્રોજેક્ટ ‘NB પામ‘ (NB Palm) ની ઘોષણા કરવામાં આવી છે. અમદાવાદના સાયન્સ પાર્ક વિસ્તારમાં સ્થિત આ પ્રોજેક્ટ, ‘માન્ચેસ્ટર ઓફ ઈન્ડિયા‘ તરીકે ઓળખાતા આ શહેરમાં કંપનીનો સાતમો પ્રોજેક્ટ છે. આ લોન્ચિંગ પ્રસંગે NB ગ્રુપના સીએમડી શ્રી નિશિત શાહએ જણાવ્યું હતું કે, “NB ગ્રુપમાં અમારું વિઝન હંમેશા એવા ઘરો બનાવવાનું રહ્યું છે જેના પર લોકો ખરેખર વિશ્વાસ કરી શકે અને તેને પોતાનું કહેવામાં ગર્વ અનુભવે. અમારા માટે રિયલ એસ્ટેટ એ માત્ર બાંધકામથી વિશેષ છે; તે લોકોની જરૂરિયાતોને સમજવા અને તેમના રોજિંદા જીવનને બહેતર બનાવે તેવી જગ્યાઓ બનાવવા વિશે છે. અમે ગુણવત્તા, પારદર્શિતા અને વિચારશીલ આયોજન માટે પ્રતિબદ્ધ છીએ, જેથી પરિવારો તેમના રોકાણમાં સુરક્ષિત અને આત્મવિશ્વાસ અનુભવે. અમારા ગ્રાહકો જે વિશ્વાસ અમારા પર મૂકે છે તે અમને સતત સુધારો કરવા અને હંમેશા લોકોને પ્રાથમિકતા આપવા માટે પ્રેરિત કરે છે.”  આ લોન્ચિંગ પ્રસંગે NB ગ્રુપના ડાયરેક્ટર શ્રી પાર્શ્વ શાહએ જણાવ્યું હતું કે, “NB પામ એ માત્ર લક્ઝરી વિશે નથી; તે એક એવી જગ્યાએ સુખદાયક જીવન જીવવા વિશે છે જે હેતુપૂર્ણ, સુમેળભર્યું અને ઉચ્ચ કક્ષાનું હોય. તે વિચારશીલ ડિઝાઇન, સસ્ટેનેબિલિટી, વાસ્તુ અને આધુનિક સુવિધાઓના સમન્વયવાળા ઘરો બનાવવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેના મુખ્ય લોકેશન અને સર્વગ્રાહી સુવિધાઓ સાથે, અમારો ઉદ્દેશ્ય રહેવાસીઓને સાચા અર્થમાં શ્રેષ્ઠ લાઈફસ્ટાઈલનો અનુભવ આપવાનો છે. NB ગ્રુપ ડિઝાઇન અને ગુણવત્તાલક્ષી પ્રોજેક્ટ્સ દ્વારા અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.”  NB પામ પ્રોજેક્ટમાં બે ભવ્ય ટાવર્સનો સમાવેશ થાય છે, જે આલીશાન પોડિયમની ઉપર 20 માળ સુધી ઊંચા છે. આ બંને ટાવર્સમાં કુલ 136 સુનિયોજિત 4 અને 5 BHK એપાર્ટમેન્ટ્સ બનાવવામાં આવ્યા છે. આશરે 6,300 સ્કવેર યાર્ડ્સ જમીન પર ફેલાયેલો આ પ્રોજેક્ટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેથી રહેવાસીઓને પુષ્કળ ખુલ્લી જગ્યા, કુદરતી પ્રકાશ અને ફ્રેશ હવા મળી રહે.\  આ પ્રોજેક્ટમાં 40,000 સ્કવેર ફૂટથી વધુ વિસ્તારમાં ઇન્ડોર એમિનીટીસ અને 30 થી વધુ લાઈફસ્ટાઈલ તેમજ વેલનેસ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. જેમાં સુંદર લેન્ડસ્કેપ ગાર્ડન, સ્પા અને વેલનેસ ઝોન, આધુનિક જીમ, યોગા ડેક, હોમ થિયેટર, લાઈબ્રેરી, ગેસ્ટ રૂમ્સ અને વર્ક–ફ્રોમ–હોમ માટે ખાસ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અહીં સિનિયર સિટીઝન લાઉન્જ, કેફે, ઇન્ડોર ગેમ્સ રૂમ, બાળકો માટે પ્લે એરિયા, પાર્ટી લોન અને મીટિંગ રૂમ્સ જેવી સુવિધાઓ સાથે 24/7 સુરક્ષાની પણ ખાતરી આપવામાં આવી છે.   સાયન્સ પાર્કના એકમાત્ર જૈન દેરાસર અને 33,000 સ્કવેર યાર્ડ્સના ઓક્સિજન પાર્ક , R1 પ્રીમિયમ ઝોનની બિલકુલ બાજુમાં સ્થિત તેમજ R3 ગ્રીન બેલ્ટના અદભૂત વ્યુ સાથે, NB પામ એસ.જી. હાઈવે, એસ.પી. રિંગ રોડ, શીલજ સર્કલ અને સાયન્સ સિટી સાથે ઉત્તમ કનેક્ટિવિટી ધરાવે છે. પહોળા રસ્તાઓ, આગામી સમયમાં બનનારા ઓક્સિજન પાર્ક્સ, શાળાઓ, હોસ્પિટલો અને શોપિંગ વિસ્તારોના વિકાસને કારણે આ વિસ્તાર ઝડપથી અમદાવાદના સર્વોત્તમ રહેણાંક સ્થળ તરીકે ઉભરી રહ્યો છે, જે તેને રહેવા માટે અનુકૂળ અને આકર્ષક બનાવે છે.  NB ગ્રુપના અન્ય પ્રોજેક્ટ્સની જેમ, NB પામ પણ સસ્ટેનેબિલિટી ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ એક IGBC-સર્ટિફાઇડ ગ્રીન પ્રોજેક્ટ છે, જે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ટકાઉ વિકાસ પ્રત્યે NB ગ્રુપની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ સસ્ટેનેબલ લિવિંગ માટે પ્રમાણિત છે અને તેમાં ઉર્જા–કાર્યક્ષમ સિસ્ટમ્સ તેમજ ઇકો–ફ્રેન્ડલી પ્લાનિંગનો સમાવેશ થાય છે. પ્રીમિયમ સ્પેસિફિકેશન્સ સાથે નિર્મિત આ પ્રોજેક્ટમાં હાઇ–સ્પીડ એલિવેટર્સ, VRV એર–કંડિશનિંગની સુવિધા, કોમન એરિયા માટે ડીજી બેકઅપ, અદ્યતન સુરક્ષા સિસ્ટમ અને ઉચ્ચ ગુણવત્તાવાળું ફિનિશિંગ આપવામાં આવ્યું છે.  આ પ્રોજેક્ટનું આયોજન જાણીતા વાસ્તુ, ફેંગ શુઈ અને એનર્જી ડાયનેમિક્સ નિષ્ણાત ડો. અમરેશ મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે, જેથી ઘરમાં પોઝિટિવ એનર્જી અને સંતુલિત ડિઝાઇન સુનિશ્ચિત કરી શકાય.  ...
CSR પ્રવૃત્તિઓ

AACA અને સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે રિપબ્લિક ડે પર ૯મો બ્લડ ડોનેશન ડ્રાઇવ સફળતાપૂર્વક યોજાયો

viratgujarat
એડવર્ટાઇઝિંગ એસોસિએશન અને મીડિયા ફ્રેટર્નિટી તથા સ્પોર્ટ્સ ક્લબ મેમ્બર્સ દ્વારા ૧૬૦ યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું. આ સમગ્ર બ્લડ ગુજરાત કેન્સર સોસાયટી ખાતે કેન્સર પીડિત...
હેલ્થકેર

સિવિલ હોસ્પિટલના ડો. રાકેશ જોષી અને અમેરિકાના ડો. અસીમ શુક્લા દ્વારા બાળકોની જટિલ સર્જરી પર પુસ્તક પ્રકાશિત

viratgujarat
તબીબી ક્ષેત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિ જોડાઈ છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષી અને અમેરિકાની સીનસીનાટી ચિલ્ડ્રન...
બિઝનેસ

ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 ના સુધારાઓને ટેક્સટાઇલ એસોસિએશન, અમદાવાદ તરફથી આવકાર દિનેશ હોલ ખાતે પ્રેસ વાર્તાનું આયોજન

viratgujarat
ગુજરાત સરકાર દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અમલમાં મુકાયેલી નવી ટેક્સટાઇલ પોલિસી 2024 માં કરવામાં આવેલા તાજેતરના સુધારાઓને ટેક્સટાઇલ એસોસિએશનના સર્વે મેમ્બરોએ હર્ષભેર...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

DPS-બોપલનું ગૌરવ: ધોરણ-5ની વિદ્યાર્થીની U-11 ગર્લ્સ ચેસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

viratgujarat
અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ(DPS)-બોપલની ધોરણ-5 ની વિદ્યાર્થીની આશ્વી સિંહે 'સ્ટેટ ખેલ મહાકુંભ'માં U-11 ગર્લ્સ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેણી GSC બેંક, નારણપુરા (અમદાવાદ ગ્રામીણ)...
CSR પ્રવૃત્તિઓ

રાજનગરના આંગણે સૂરદાસશેઠ ની પોળ ૫૭૫ અંજનશલાકા ની શાલગીરી પ્રારંભ.

viratgujarat
રાજનગરના આંગણે સુરદાસ શેઠ ની પોળ, માંડવીની પોળ, અમદાવાદ મધ્યે કુંથુનાથ દાદા ની 575 મી અંજન શલાકા ની શાલગીરી નિમિતે 16 થી 20 જાન્યુઆરી સુધી...
અવેરનેસ

ટ્રાન્સજેન્ડર અને સેક્સ્યુઅલ વર્કર માટે એક અનોખો પ્રેરણાદાયી કાર્યક્રમ!

viratgujarat
સમાજ ના ટ્રાન્સ જેન્ડર અને સેક્સ્યુઅલ વર્કર માટેનો એક અનોખો કાર્યક્રમ “સહેલી” ગ્રુપ ના સંસ્થાપક ડૉ.પારુલ રાજેશ શાહ દ્વારા હાર્ટ ફાઉન્ડેશન ,અમદાવાદ ના ડો.નીતિન સુમંત...
CSR પ્રવૃત્તિઓ

શ્રી સંકટમોચન મહાવીર મંદિર, રાંચરડા, અમદાવાદ મંદિર દ્વારા ત્રીજી રામ રોટી સેવા રથનું મહત્વાકાંક્ષી લોકાર્પણ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારે સાંજે ૬:૪૫ કલાકે કરવામાં આવશે.

viratgujarat
મંદિર પાસે પહેલેથી જ બે રામ રોટી સેવા રથ છે, જે અમદાવાદના વિવિધ સ્થળોએ દરરોજ સવાર અને સાંજે જરૂરિયાત માંડલાઓને ભોજન વિતરણ કરે છે. દિવસે...
બિઝનેસ

ઉડાન પહેલાં આરજે બનવાની તક: અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, અમદાવાદ અને રેડિયો મિર્ચીની અનોખી પહેલ

viratgujarat
રેડિયો મિર્ચી સાથેના સહયોગમાં અદાણી જૂથે મિર્ચીના ‘નો આરજે સ્ટુડિયો’ મારફતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને એક લાઈવ અને ભાગીદારીભર્યા રેડિયો હબમાં પરિવર્તિત કરી દીધું છે. અદાણી જૂથના ‘હર સફર કે હમસફર’ અભિયાન અંતર્ગત મુસાફરોને માઈક સુધી લાવવા અને ઉડાન પહેલાં જ આર.જે. (રેડિયોજોકી) બનવાનો અનોખો અનુભવ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરોએ પોતાની વ્યક્તિગત મુસાફરીની વાર્તાઓ શેર કરી, જે સ્થળ સુધી પહોંચવાની તેમની ઉત્સુકતા હતી તેના વિશે વાત કરી, મુસાફરી સંબંધિત ઉપયોગી ટીપ્સ આપી, પોતાના મનપસંદ ગીતોની માંગણી કરી અને અન્ય મુસાફરો સાથે ખુલ્લા દિલથી સ્ક્રિપ્ટ વિના સંવાદ સાધ્યો હતો. આ પળોએ ટર્મિનલની રીધમમાં નવો પ્રાણ પૂર્યો. સામાન્ય રીતે સમયપત્રક અને અવરજવરથી ઓળખાતી આ જગ્યા હવે વાતચીત, સ્મિત, હાસ્ય અને સંયુક્ત અનુભવોથી જીવંત બની ગઈ. રેડિયો હવે માત્ર સાંભળવાનું માધ્યમ રહ્યું નહીં, તે એક એવું મંચ બની ગયું, જ્યાં લોકો સક્રિય રીતે જોડાવા લાગ્યા. નો આરજે સ્ટુડિયોએ ‘હર સફર કે હમસફર’ના સાચા અર્થને જીવંત કર્યો. આ દર્શાવતા કે અદાણી એરપોર્ટ્સ માત્ર ઇન્ફ્રસ્ટ્રક્ચર અને સંચાલન સુધી સીમિત ન રહી, તેનાથી આગળ વધી અર્થસભર અનુભવો સર્જે છે. આ પહેલ અદાણી જૂથની ‘હમ કરકે દિખાતે હૈં’ ભાવનાનું પણ પ્રતિબિંબ છે, જ્યાં ગ્રાઉન્ડ રીયાલિટી દ્વારા અનુભવ આધારિત કહાની રજૂ કરવામાં આવે છે. રેડિયો, લાઈવ ઇન્ટ્રેક્શન અને ડિજિટલ સ્ટોરીટેલિંગના સહજ સંકલન દ્વારા રેડિયો મિર્ચી અને અદાણી જૂથે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, અમદાવાદ ખાતે એક અસરકારક અને યાદગાર અનુભવની સહ-રચના કરી. આ એવો અનુભવ, જે મુસાફરોની મુસાફરી શરૂ થયા પછી પણ લાંબા સમય સુધી તેમની સાથે રહ્યો હતો.  ...