Virat Gujarat
Uncategorized

વિઝાએ સમૃદ્ધ ભારત માટે નવી પ્રીમિયમ ખર્ચ પ્લેબુક રજૂ કરી

ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની વિઝા (NYSE: V) એ તેનું વિઝા કન્સલ્ટિંગ એન્ડ એનાલિટિક્સ (VCA) વ્હાઇટપેપર – ઇન્ડિયાઝ અફ્લુએન્ટ ઇકોનોમી 2025–2026 રજૂ કર્યું છે.

VCA વ્હાઇટપેપર ભારતમાં “સમૃદ્ધિ”ને માત્ર આવકના આધારે નહીં પરંતુ મુખ્યત્વે વર્તણૂકના પરિપેક્ષ્યમાં તપાસે છે. વિઝા દ્વારા કરાવવામાં આવેલા YouGov અભ્યાસમાંથી પ્રાપ્ત આંતરદૃષ્ટિઓ તેમજ પ્રવાસ, ડાઇનિંગ, રિટેલ અને લાઇફસ્ટાઇલ સેક્ટરોને આવરી લેતા તાજેતરના વિઝા નેટ ડેટાના આધારે, આ વ્હાઇટપેપર વિશ્લેષણ કરે છે કે સમૃદ્ધિ દેશમાં ખર્ચના પેટર્નને કેવી રીતે પ્રભાવિત કરી રહી છે.

અભ્યાસ દર્શાવે છે કે ‘સમૃદ્ધ ભારત’ વિકસી રહ્યું છે અને એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે, જ્યાં ઉપભોગ વધુ વિચારપૂર્વક અને હેતુપૂર્ણ બની રહ્યો છે તથા વ્યક્તિગત ઓળખ સાથે નજીકથી જોડાયેલો છે. વધુ ખરીદી કરવાની બદલે, સમૃદ્ધ ગ્રાહકો એવી ખરીદીઓ પસંદ કરી રહ્યા છે જે અર્થસભર હોય, દેખાવમાં મૂલ્યવાન હોય અને વારંવાર પુનરાવર્તિત કરવા લાયક હોય. રસપ્રદ રીતે, ગ્રાહકો જેમ જેમ સમૃદ્ધિના સ્તરે આગળ વધે છે, તેમ તેમ વિવેકાધીન કેટેગરીઝ ક્રેડિટ કાર્ડ ખર્ચનો મોટો હિસ્સો ધરાવે છે, જે કસ્ટમાઇઝ્ડ લાઇફસ્ટાઇલ ખર્ચને સક્ષમ બનાવવામાં ક્રેડિટ કાર્ડ્સની ભૂમિકા દર્શાવે છે. ઝડપથી વિસ્તરતો સમૃદ્ધ ગ્રાહક આધાર
VCA વ્હાઇટપેપર ભારતમાં સમૃદ્ધ વસ્તીના ઝડપી વિસ્તરણને ઉજાગર કરે છે. તાજેતરમાં ₹10 લાખથી વધુ કમાણી કરનાર વ્યક્તિઓની સંખ્યા 69 લાખથી વધીને 1.3 કરોડ થઈ છે, જે એવા મોટા આધારને દર્શાવે છે જેમને જરૂરીયાતોથી આગળ ખર્ચ કરવાની ક્ષમતા છે અને જે વિવેકાધીન કેટેગરીઝમાં વધુ સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે. મેટ્રો શહેરોથી આગળ ફેલાતી અને વર્તણૂકથી નિર્ધારિત સમૃદ્ધિ સમૃદ્ધિ હવે માત્ર મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરો સુધી સીમિત નથી. અમદાવાદ, સુરત, જયપુર અને લખનૌ જેવા ઉદયમાન શહેરોમાં પણ સંપત્તિ ફેલાઈ રહી છે, જ્યાં ઉપભોગનું વર્તણૂક મેટ્રોપોલિટન માર્કેટ્સ સમાન દેખાઈ રહ્યું છે.

અહેવાલના મુખ્ય હાઇલાઇટ્સ
ક્રેડિટ કાર્ડ્સ વધતા ભારતીય સમૃદ્ધ વર્ગને તેઓ ઈચ્છતા પ્રીમિયમ ઉત્પાદનો અને વિશિષ્ટ અનુભવો સુધી પહોંચ ઉપલબ્ધ કરાવતું મુખ્ય સાધન છે.
* લક્ઝરી હવે માલિકીથી એક્સેસ તરફ વધી રહી છે:
o 50%થી વધુ સમૃદ્ધ ગ્રાહકો એલિટ મેમ્બરશિપ માટે કાર્ડ્સનો ઉપયોગ કરે છે, અને 10માંથી 7 લિમિટેડ એડિશન ડ્રોપ્સ અને ગેટેડ કલેક્શન્સ તરફ આકર્ષાય છે.
o આજે સ્ટેટસ માત્ર દેખીતી માલિકીથી નથી આવતો, પરંતુ સભ્યતા, ક્યુરેશન અને નિરવાધ એક્સેસથી નિર્ધારિત થાય છે. ઉદાહરણ તરીકે: ગ્રાહકો હવે કન્સિયર્ઝ દ્વારા સંચાલિત પ્રવાસ અથવા ક્યુરેટેડ ડાઇનિંગ અનુભવોને – માત્ર વિશ્વાસપાત્ર મધ્યસ્થો મારફતે – પસંદ કરે છે, કારણ કે સાચું પ્રીમિયમ સમય બચાવવો અને મહેનત ઘટાડવી છે.
* લક્ઝરી રિટેલ ખર્ચમાં વધારો:
o અહેવાલ દર્શાવે છે કે 5માંથી 2 સમૃદ્ધ ગ્રાહકો વાર્ષિક ₹5 લાખથી વધુ લક્ઝરી રિટેલ પર ખર્ચ કરે છે, અને 4માંથી 1નું વાર્ષિક લક્ઝરી ખર્ચ ₹10 લાખને વટાવે છે.
* લાઇફસ્ટાઇલ તરીકે ટેક્નોલોજી:
o ટેક્નોલોજી વધતી ગતિએ લાઇફસ્ટાઇલ કેટેગરી બની રહી છે, જેમાં હાઈ એન્ડ ગેજેટ્સ પર પ્રતિ મુલાકાત સરેરાશ ₹60,000 અથવા તેથી વધુ ખર્ચ થાય છે, અને 5માંથી 2 અલ્ટ્રા એલિટ ગ્રાહકો ટેક્નોલોજીને લક્ઝરી ખરીદી તરીકે જુએ છે.
* વેલનેસ બની રહી છે નિયમિત પ્રથા:
o અલ્ટ્રા એલિટ ગ્રાહકો નોન અફ્લુએન્ટ ગ્રાહકોની તુલનામાં સ્પા મુલાકાત માટે આઠ ગણી વધુ સંભાવના દર્શાવે છે અને કોસ્મેટિક સ્ટોર્સ માટે પાંચ ગણી વધુ પેનેટ્રેશન બતાવે છે.
* સમૃદ્ધ ખર્ચનું મુખ્ય ચલક તરીકે પ્રવાસ:
o અલ્ટ્રા એલિટ વર્ગમાં વિવેકાધીન ખર્ચમાં 58% હિસ્સો પ્રવાસનો છે, જ્યારે રિટેલ અને લક્ઝરી મળીને 28% છે, જે અનુભવ આધારિત ઉપભોગ તરફ મજબૂત ઝુકાવ દર્શાવે છે.
* વિશ્વવ્યાપી ખર્ચમાં વધારો:
o એલિટ સ્તરોમાં ક્રોસ બોર્ડર ખર્ચની પેનેટ્રેશન 63% છે.
* ડાઇનિંગ વધુ વારંવાર બની રહ્યું છે:
o લગભગ 5માંથી 4 સમૃદ્ધ ભારતીયો દર વર્ષે ઓછામાં ઓછા ત્રણ વખત પ્રીમિયમ રેસ્ટોરન્ટ્સમાં ભોજન કરે છે, જ્યારે 4માંથી 1 ગ્રાહક વર્ષમાં પાંચથી વધુ વખત લક્ઝરી સ્થળોએ ડાઇનિંગ કરે છે.
* ઉચ્ચ ડાઇનિંગ બેંચમાર્ક્સ:
o વાર્ષિક ડાઇનિંગ ખર્ચનો માપદંડ આશરે ₹2 લાખ છે, જેમાં પ્રતિ અનુભવ ₹20,000 નવો ખર્ચ ફલોર બની રહ્યો છે અને ₹50,000ને પ્રીમિયમ બેંચમાર્ક તરીકે જોવામાં આવે છે.
* રિટેલ વધુ પસંદગીયુક્ત બની રહ્યું છે:
o 4માંથી 3 સમૃદ્ધ ગ્રાહકો દર ત્રિમાસિક ઓછામાં ઓછું એક હાઈ એન્ડ રિટેલ ખરીદી કરે છે, જ્યારે 4માંથી 1 ગ્રાહક દર બે અઠવાડિયે કંઈક પ્રીમિયમ ખરીદે છે.
પ્રતિભાવ
અહેવાલના નિષ્કર્ષો પર ટિપ્પણી કરતા, વિઝા કન્સલ્ટિંગ એન્ડ એનાલિટિક્સ, ભારત અને દક્ષિણ એશિયાના વડા સુષ્મિત નાથએ કહ્યું,
“આ VCA વ્હાઇટપેપર – ઇન્ડિયાઝ અફ્લુએન્ટ ઇકોનોમી – માં કરાયેલું અમારું વિશ્લેષણ બતાવે છે કે સમૃદ્ધિ હવે પ્રસંગોપાત નથી. વિવેકાધીન ખર્ચ તરફની પ્રવૃત્તિ નોંધપાત્ર રીતે વધી છે અને હવે માત્ર માઈલસ્ટોન્સ માટે સીમિત નથી. ખાસ કરીને ત્યારે, જ્યારે સમૃદ્ધિ મોટા મેટ્રો શહેરોથી આગળ વિસ્તરી રહી છે. આ પ્રીમિયમ ખર્ચ વધતા પ્રમાણમાં અનુભવ આધારિત બની રહ્યો છે, જે વિશિષ્ટતા, વ્યક્તિગત મુસાફરીઓ અને પ્રવાસ, ડાઇનિંગ, વેલનેસ તથા ક્યુરેટેડ લાઇફસ્ટાઇલ ક્ષણોમાં નિરવાધ એક્સેસની માંગ દ્વારા પ્રેરિત છે.”
ડેટા ભારતની સમૃદ્ધ અર્થવ્યવસ્થા અંગે શું સંકેત આપે છે
VCA વ્હાઇટપેપર ભારતની સમૃદ્ધ અર્થવ્યવસ્થામાં મૂળભૂત પરિવર્તન તરફ સંકેત આપે છે.
* જેમ જેમ ઊંચી આવક ધરાવતા લોકોની સંખ્યા વધે છે અને સમૃદ્ધિ મેટ્રો શહેરોથી આગળ ફેલાય છે, તેમ તેમ આ વર્ગમાં વિવેકાધીન ખર્ચ દૈનિક ઉપભોગનું કેન્દ્ર બની રહ્યું છે.
* સમૃદ્ધ ગ્રાહકો હવે ઉત્પાદનોને બદલે ઇકોસિસ્ટમ્સ શોધી રહ્યા છે. તેઓ પ્રવાસ, ડાઇનિંગ, વેલનેસ, પેમેન્ટ્સ અને ડિજિટલ ઓળખને જોડતા સંકલિત લાઇફસ્ટાઇલ સ્ટેક તરીકે એક એકીકૃત ઇકોસિસ્ટમને મૂલ્ય આપે છે.
* સમૃદ્ધ વર્ગ સહજ રીતે તેમના જીવનનો ભાગ બને એવા નિરવાધ, જોડાયેલા અનુભવોની ઇચ્છા રાખે છે. તેઓ સમય બચાવવા અને વિશ્વસનીય સક્ષમકારો મારફતે વિશિષ્ટ, વ્યક્તિગત અનુભવો સુધી પહોંચને વધુ મહત્વ આપે છે.
આગામી વર્ષોમાં ભારતની લક્ઝરી તક માત્ર તેના સમૃદ્ધ વર્ગના આકારથી નહીં, પરંતુ નવા શહેરો, નવા ગ્રાહકો અને ઉદયમાન વર્તણૂકો વૈશ્વિક ધોરણો સાથે જે ઝડપે સાંકળાય છે તેના પરથી પણ આકાર લેશે. જે બ્રાન્ડ્સ વહેલી તકે પોતાની હાજરી સ્થાપિત કરશે — સ્થાનિક રીતે મજબૂત રીતે જોડાયેલા, સાંસ્કૃતિક રીતે સંબંધિત અને સતત દૃશ્યમાન — તેઓ ડેટામાં આ પરિવર્તન સ્પષ્ટ રીતે દેખાય તે પહેલાં જ આગળ રહેશે.
વિઝા વિશે
વિઝા (NYSE: V) ડિજિટલ પેમેન્ટ્સમાં વિશ્વની અગ્રણી કંપની છે, જે 200થી વધુ દેશો અને પ્રદેશોમાં ગ્રાહકો, વેપારીઓ, નાણાકીય સંસ્થાઓ અને સરકારી એકમો વચ્ચે લેવડદેવડને શક્ય બનાવે છે. અમારા ધ્યેય હેઠળ, અમે સૌથી નવીન, સુવિધાજનક, વિશ્વસનીય અને સુરક્ષિત પેમેન્ટ નેટવર્ક દ્વારા દુનિયાને જોડીએ છીએ, જેથી વ્યક્તિઓ, વ્યવસાયો અને અર્થવ્યવસ્થાઓ વિકસી શકે. અમે માનીએ છીએ કે સર્વસમાવેશક અર્થવ્યવસ્થાઓ દરેક જગ્યાએ દરેકને ઉન્નત બનાવે છે અને નાણાં પ્રવાહના ભવિષ્ય માટે એક્સેસને મૂળભૂત ગણે છે. વધુ માહિતી માટે Visa.com જુઓ.

Related posts

તારીખ 17-02-2026ના રોજ ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની 32મી પૂણ્યતિથિ

viratgujarat

KONAMI એ ક્રિકેટ આઇકોન રિંકુ સિંહ અને વરુણ ચક્રવર્તી, મલયાલમ સ્ટાર્સ નસલેન ગફૂર અને ચંદુ સલીમ કુમાર સાથે જોડાણ કર્યું ન્યુ ઇન્ડિયા eFootball™ ઝુંબેશ માટે!

viratgujarat

યુનેસ્કોના વિશ્વઇજનેરી દિવસ-૨૦૨૬ માટે અદાણીની સત્તાવાર ભાગીદાર તરીકે પસંદગી

viratgujarat

Leave a Comment