Virat Gujarat
બિઝનેસ

અદાણી એનર્જી સોલ્યુશન્સ વિશ્વની ટોચની ESG-સ્કોર ધારક ઉપયોગીતા કંપની બની.

અમદાવાદ, 0૧ સપ્ટેમ્બર ૨૦૨૬: S&P ગ્લોબલના ‘મીડિયા એન્ડ સ્ટેકહોલ્ડર એનાલિસિસ’ (MMSAના તાજેતરમાં થયેલા  રિવ્યુ બાદ ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ (AESL)ને  યુટિલિટીઝ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ટોચની ESG-સ્કોર ધરાવતી કંપની તરીકે ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું હોવાની આજે જાહેરાત કરી છે

અગાઉ પ્રભાવિત થયેલા શાસન સંબંધિત મૂલ્યાંકનમાં આ સમીક્ષા બાદ સુધારો થવાના પરિણામે કંપનીની ESG સ્થિતિમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. અદાણી એનર્જી સોલ્યુશન્સએ ૧00 માંથી ૯0 નો ESG સ્કોર હાંસલ કરવા સાથે ઉદ્યોગના સરેરાશ ૪૧ના સ્કોરની તુલનામાં વૈશ્વિક ઉપયોગીતા ક્ષેત્રે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સમીક્ષા પૂર્વે  કંપનીનો સ્કોર ૮૧ હતો. કંપનીના ડિસ્ક્લોઝર-આધારિત ‘કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ’ (CSA) સ્કોરમાં પણ વાર્ષિક ધોરણે ૧૭ પોઈન્ટના વધારો થતાં ૯0 પર પહોંચ્યો છે.

ESGના ત્રણેય માપદંડોમાં કંપનીનું પ્રદર્શન મજબૂત પરિણામો દર્શાવે છે; તદનુસાર પર્યાવરણ (Environmental) માં ૯૩, સામાજિક (Social) માં ૮૯ અને શાસન તથા આર્થિક (Governance & Economic) પાસાઓમાં ૮૪ સ્કોર સાથે ઉદ્યોગની સરેરાશ કરતા કંપની નોંધપાત્ર રીતે આગળ રહી છે. AESL ના આ પ્રદર્શન પાછળના મુખ્ય પરિબળોમાં ઉત્પાદન જવાબદારી, આબોહવા વ્યૂહરચના અને માનવ મૂડી વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.

કંપનીના સી.ઇ.ઓ શ્રી કંદર્પ પટેલે જણાવ્યું હતું કે AESL માટે વૈશ્વિક સ્તરે  “S&P ગ્લોબલ દ્વારા ટોચના ESG-સ્કોર ધરાવતી યુટિલિટી કંપની તરીકે માન્યતા મળવી એ ગૌરવપૂર્ણ સીમાચિહ્ન છે અને ટકાઉ વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાની મજબૂત પુષ્ટિ કરે છે. તેમણે કહ્યું કે કંપનીમાં  ટકાઉપણું એ રોજિંદા નિર્ણય લેવાની અમારી પ્રક્રિયાઓનો અભિન્ન હિસ્સો છે. આ સિદ્ધિ અમારા પર્યાવરણીય પ્રદર્શન, સામાજિક પ્રભાવ, સુશાસનના ધોરણો અને ડિસ્ક્લોઝર પદ્ધતિઓને મજબૂત કરવા માટે સતત કાર્યરત ટીમ વર્કને પ્રતિબિંબિત કરે છે.

Related posts

જિયોએ એક વર્ષની પ્રાઇસ ગેરંટી સાથે જિયો પ્રાઇમ ફરી રજૂ કરી

viratgujarat

તિથિ વર્ષ 2024માં ઉડાન પર કિરાણા કોમર્સની વ્યાખ્યા કરનારા શોપિંગ પ્રવાહો

viratgujarat

BSA મોટરસાયકલ્સએ પોતાના વૈશ્વિક વારસાને વિસ્તારતા બે નવા આઇકોન્સ Scrambler 650 અને Bantam 350 રજૂ કર્યા

viratgujarat

Leave a Comment