Virat Gujarat
બિઝનેસ

અંબુજા સિમેન્ટ્સ અને લૈલાક વાણિજ્યક મહત્તમ લો-કાર્બન સિમેન્ટ વિકસાવવા માટે ભાગીદાર

અદાણી ઔદ્યોગિક સમૂહની સિમેન્ટ અને નિર્માણ સામગ્રી કંપની અંબુજા સિમેન્ટ્સે યુકે સ્થિત સિમેન્ટ અને ચૂનાના ઉત્પાદન સહિત ઉત્સર્જન-સઘન ઉદ્યોગો માટે કાર્બન કેપ્ચર અને વીજળીકરણ ઉકેલોમાં નિષ્ણાત સ્વચ્છ ટેકનોલોજી કંપની લૈલાક લિ. સાથે ભાગીદારી કરી છે.

આ ભાગીદારી અંબુજા સિમેન્ટ્સની ડીકાર્બનાઇઝેશનની વિશાળ વ્યુહરચના અને ૨૦૫૦ સુધીમાં તેના SBTi-માન્યતા પ્રાપ્ત નેટ ઝીરોને હાંસલ કરવાની દીશામાંદોરી જતું એક મહત્વનું કદમ છે. કંપની લગભગ ૧ગીગાવોટકેપ્ટિવ ગ્રીન પાવર આધારીત નવીનીકરણીય ઉર્જાના ઉપયોગને વધારવા માટે સિમેન્ટ ઉત્પાદનના વીજળીકરણને આગળ ધપાવી રહી છે, તે કાર્બન કેપ્ચર જેવા પ્રગતિશીલ ઉકેલોને અપનાવવા માટે પાયાની ભૂમિકા અદા કરવા સજ્જ થઇ રહી છે ત્યારેઆ સહયોગ કાર્બન કેપ્ચરના અર્થશાસ્ત્રમાં મહત્વનો સુધારો કરવા સાથેકાર્બન કેપ્ચર અને તેના ઉપયોગની  મોટા પાયે તૈનાતી માટે કાર્બન કેપ્ચરના વ્યવસાય અર્થશાસ્ત્રોમાં સુધારો કરશે તેવી અપેક્ષા છે.

કચ્છના સાંધીપુરમમાં અંબુજા સિમેન્ટ્સના વાર્ષિક ૬.૬ મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતાના સાંઘી પ્લાન્ટ ખાતેના વાણિજ્યિક નિદર્શન પ્રકલ્પમાં, રિન્યુએબલ ઉર્જાના વધુ ઉપયોગ અને અનિવાર્ય પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડના સંકલન થકી ઓછા ઉત્સર્જનવાળા સિમેન્ટ ઉત્પાદનને ટેકો આપવા જરુરી આધાર આપતી લૈલાકના કાર્બન કેપ્ચર અને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક હીટિંગ ટેકનોલોજીના એકીકરણનું મૂલ્યાંકન કરવામાં આવશે. કોલસાના વપરાશને શૂન્ય કરી શકાય અને  વૈકલ્પિક ઇંધણનો લવચીક ઉપયોગ કરવાની મોકળાશ આપતીઆ ટેકનોલોજી  નવા રસ્તાને સક્ષમ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

વૈશ્વિક સ્તરે તેના પ્રકારના સૌથી મોટા ઔદ્યોગિક-સ્તરના પ્લાન્ટ તરીકે સ્થિત આ પ્રકલ્પ સફળ પ્રદર્શનને આધીન રહી વાર્ષિક ૧૦ લાખ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઇડને સંકલિત કરવા માટે ૭ થી ૮ ગણો વધારી શકાય છે, જે ભારત અને તેનાથી આગળ ઓછા કાર્બન સિમેન્ટ ઉત્પાદન માટે માપી શકાય તેવો માર્ગ સ્થાપિત કરવામાં સહાય કરે છે.

અંબુજા સિમેન્ટ્સના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે સિમેન્ટ ઉદ્યોગના ભવિષ્યના ઓછા કાર્બન-ઉત્પાદન સંક્રમણ માટે સ્પષ્ટ વિચાર સરણી, તકનીકી નવીનતા અને મૂલ્યની શ્રેણીમાં સહયોગની જરૂર પડશે. ઊર્જા કાર્યક્ષમતામાં સુધારો અને લાંબા ગાળાના ટકાઉ વિકાસને આધાર આપતી અને પ્રક્રિયા થકી ઉત્સર્જન ઘટાડી શકે તેવી આગામી પેઢીની તકનીકોનું મૂલ્યાંકન કરવાની અમારી પ્રતિબદ્ધતાને લૈલાક સાથે ની અમારી ભાગીદારી પ્રતિબિંબિત કરે છે. તેમણે આ પહેલને ભવિષ્યની વિશ્વ કક્ષાની ઉત્પાદન પ્રક્રિયા બનાવવાના અમારા વિઝન સાથે સુસંગત ગણાવી હતી.

Related posts

નેટવર્કર્સ મહાકુંભ 1.0 : અમદાવાદના બિઝનેસ નેટવર્કિંગ ક્ષેત્રમાં ઈતિહાસ સર્જ્યો

viratgujarat

2026માં રિયલ એસ્ટેટમાં તેજી માટે, ટિયર-2 શહેરોમાં વડોદરા મોખરે રહેશે

viratgujarat

મીશો મોલ તેના પર્સનલ કેર અને વેલનેસ બ્રાન્ડ્સના સંગ્રહને વિસ્તૃત કરવા માટે મેરિકો સાથે ભાગીદારી કરે છે

viratgujarat

Leave a Comment