Virat Gujarat
હેલ્થકેર

એપોલો સીવીએચએફ (Apollo CVHF) હોસ્પિટલે સેકન્ડ દા વિન્ચી એક્સી (Da Vinci Xi) સર્જિકલ સિસ્ટમના ઉમેરા સાથે ગુજરાતના સૌપ્રથમ ડેડિકેટેડ રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટનો પ્રારંભ કર્યો

એપોલો સીવીએચએફ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા તેની બીજી દા વિન્ચી એક્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમ‘ (Da Vinci Xi Robotic Surgical System) વસાવીને ગુજરાતના સૌપ્રથમ ડેડિકેટેડ રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટના પ્રારંભની જાહેરાત કરવામાં આવી છે. આ વિસ્તરણ એપોલો હોસ્પિટલ્સ અમદાવાદના રોબોટિક કાર્ડિયાક સર્જરી પ્રોગ્રામને વધુ મજબૂત બનાવે છે અને પશ્ચિમ ભારતમાં અદ્યતન મિનિમલી ઇન્વેસિવ કાર્ડિયાક કેર (હૃદયની સારવાર) માટે અગ્રણી કેન્દ્ર તરીકે તેની સ્થિતિને વધુ દ્રઢ કરે છે.

સીનિયર સીવીટીએસ (CVTS) સર્જન ડૉ. સુધીર અદાલતીના નેતૃત્વમાં ચાલી રહેલા આ રોબોટિક કાર્ડિયાક સર્જરી પ્રોગ્રામ અંતર્ગત હૃદયની જટિલ પ્રક્રિયાઓ માટે દર્દીઓને મિનિમલી ઇન્વેસિવ સારવારના વિકલ્પો પ્રદાન કરીને 75 થી વધુ રોબોટિક કાર્ડિયાક સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. બીજી દા વિન્ચી એક્સી સિસ્ટમના ઉમેરા સાથે, એપોલો હોસ્પિટલ્સ અમદાવાદ હવે રોબોટિક કાર્ડિયાક સર્જરી માટે બે ડેડિકેટેડ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ ધરાવે છે, જે મોટા પ્રમાણમાં દર્દીઓને અદ્યતન સર્જિકલ કેર પૂરી પાડવાની તેની ક્ષમતામાં વધારો કરે છે.

આ પ્રસંગે બોલતા એપોલો સીવીએચએફ હોસ્પિટલ્સના સીઈઓ અને ડિરેક્ટર તથા એપોલો હોસ્પિટલ્સ અમદાવાદના ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજીના ડિરેક્ટર ડૉ. સમીર દાણીએ જણાવ્યું હતું કે: “ગુજરાતના સૌપ્રથમ ડેડિકેટેડ રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટનો પ્રારંભ એ આ વિસ્તારના દર્દીઓ માટે અદ્યતન કાર્ડિયાક કેર વધુ સુલભ બનાવવાના અમારા સંકલ્પમાં એક મહત્વપૂર્ણ પગલું છે. બીજી દા વિન્ચી એક્સી સિસ્ટમનો ઉમેરો અદ્યતન તકનીક આધારિત રોબોટિક સર્જરીનો વ્યાપ વધારવાની સાથે સાથે અત્યંત ચોકસાઈપૂર્વકની, મિનિમલી ઇન્વેસિવ કાર્ડિયાક પ્રક્રિયાઓ કરવાની અમારી ક્ષમતાને વધારે છે. જેમ જેમ હૃદય રોગના કેસો વધી રહ્યા છે, તેમ તેમ અનુભવી ક્લિનિકલ કુશળતાની સાથે અદ્યતન ટેક્નોલોજીમાં રોકાણ કરવું એ દર્દીઓના પરિણામોસુધારવા અને કાર્ડિયાક કેરમાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે કેન્દ્રસ્થાને છે.”

દા વિન્ચી એક્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમને સર્જકોને વધુ ચોકસાઈ, સુગમતા અને નિયંત્રણ સાથે હૃદયની જટિલ પ્રક્રિયાઓ કરવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ હાઇ-ડેફિનેશન થ્રી-ડાયમેન્શનલ (3D) વિઝ્યુલાઇઝેશન અને કાંડાની જેમ વળી શકતા સાધનો પ્રદાન કરે છે જે સર્જનોને આસપાસના પેશીઓ ને નુકસાન પહોંચાડ્યા વિના નાના ચીરા દ્વારા ઓપરેશન કરવાની મંજૂરી આપે છે. આ ક્ષમતાઓ સર્જરી દરમિયાન થતી શારીરિક ઈજા ને ન્યૂનતમ કરવામાં મદદ કરે છે અને હૃદયની વિવિધ પ્રક્રિયાઓમાં બહેતર ક્લિનિકલ પરિણામોને ટેકો આપે છે.

પરંપરાગત ઓપન-હાર્ટ સર્જરીની સરખામણીમાં, રોબોટ-આસિસ્ટેડ કાર્ડિયાક સર્જરી દર્દીને ઘણા ફાયદા આપે છે, જેમાં નાના ચીરા, ઓછો રક્તસ્ત્રાવ (લોહી વહેવું), ચેપ નું ઓછું જોખમ, હોસ્પિટલમાં ટૂંકા ગાળાનું રોકાણ, ઝડપી રિકવરી અને રોજિંદી પ્રવૃત્તિઓમાં વહેલા પરત ફરવાનો સમાવેશ થાય છે. આ મિનિમલી ઇન્વેસિવ અભિગમ દર્દીની સુખાકારીમાં વધારો કરવા અને સર્જરી પછીના દુખાવાને ઘટાડવામાં પણ ફાળો આપે છે.

આ લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતા એપોલો હોસ્પિટલ્સ અમદાવાદના સીનિયર સીવીટીએસ સર્જન ડૉ. સુધીર અદાલતીએ જણાવ્યું હતું કે: “રોબોટિક કાર્ડિયાક સર્જરી એ મિનિમલી ઇન્વેસિવ અભિગમ દ્વારા હૃદયની જટિલ પ્રક્રિયાઓ કરવા માટે સર્જિકલ કુશળતા અને અદ્યતન ટેક્નોલોજીનો સમન્વય છે. દા વિન્ચી એક્સી સિસ્ટમ દ્વારા ઓફર કરવામાં આવતી બહેતર વિઝ્યુલાઇઝેશન અને સાધનોની ચોકસાઈ આપણને વધુ સચોટતા સાથે જટિલ પ્રક્રિયાઓ કરવાની મંજૂરી આપે છે, જ્યારે દર્દીઓ પર સર્જરીની શારીરિક અસરો ઓછી થાય છે. 75 થી વધુ સફળ રોબોટિક કાર્ડિયાક સર્જરી પૂર્ણ કર્યા પછી, અમે ઝડપી રિકવરી, હોસ્પિટલમાં ટૂંકા રોકાણ અને દર્દીના બહેતર અનુભવના સંદર્ભમાં સતત ક્લિનિકલ ફાયદાઓ જોયા છે. આ બીજા રોબોટિક પ્લેટફોર્મનો ઉમેરો વધુ દર્દીઓ સુધી અદ્યતન હૃદયની સારવાર પહોંચાડવાની અમારી ક્ષમતાને વધુ મજબૂત કરશે.”

આ લોન્ચ પ્રસંગે એપોલો હોસ્પિટલ્સ અમદાવાદના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કમાન્ડર જેલસન કવલક્કટ પણ ઉપસ્થિત હતા, જેમણે જણાવ્યું હતું કે: “એપોલો હોસ્પિટલ્સે દર્દીના અનુભવને બહેતર બનાવવાની સાથે સાથે ક્લિનિકલ પરિણામો સુધારતી ટેક્નોલોજીમાં સતત રોકાણ કર્યું છે. અમારી બીજી દા વિન્ચી એક્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમનો ઉમેરો એપોલો હોસ્પિટલ્સ અમદાવાદની રોબોટ-આસિસ્ટેડ સર્જરીમાં લીડરશિપને વધુ મજબૂત બનાવે છે, જે અમારા રોબોટિક સર્જરી ઇકોસિસ્ટમને વિસ્તૃત કરે છે અને વિવિધ વિશેષતાઓમાં અદ્યતન મિનિમલી ઇન્વેસિવ કેર પૂરી પાડવાની અમારી ક્ષમતાને વધારે છે. ગુજરાતના સૌપ્રથમ ડેડિકેટેડ રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટનો પ્રારંભ એ વૈશ્વિક સ્તરની ટેક્નોલોજીને વિશેષ ક્લિનિકલ કુશળતા સાથે જોડવાની અમારી સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે આ પ્રદેશના દર્દીઓ માટે વૈશ્વિક સ્તરે માનક બનેલી સારવારને વધુ સુલભ બનાવે છે.”

ડેડિકેટેડ રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટનો આ પ્રારંભ એપોલો સીવીએચએફ હોસ્પિટલની ઇનોવેશન, ટેક્નોલોજી અને ક્લિનિકલ શ્રેષ્ઠતા દ્વારા કાર્ડિયાક કેરને આગળ ધપાવવાની સફરમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. પોતાની રોબોટિક કાર્ડિયાક સર્જરી ક્ષમતાઓનો વિસ્તાર કરીને, હોસ્પિટલ ગુજરાત અને પાડોશી રાજ્યોના દર્દીઓ માટે સુરક્ષિત પ્રક્રિયાઓ, ઝડપી રિકવરી અને બહેતર પરિણામો આપવાની સાથે મિનિમલી ઇન્વેસિવ સારવારના વિકલ્પોની સુલભતામાં સતત સુધારો કરી રહી છે.

Related posts

વિશ્વ હેડ એન્ડ નેક કેન્સર દિવસ પર ડૉ. શશિકાંત લિંબાચીયા દ્વારા આયોજિત ‘કેન્સર વોરિયર્સ મીટ’માં હેડ એન્ડ નેક કેન્સર સર્વાઈવર્સે તેમની અતૂટ હિંમતની ગાથાઓ રજૂ કરી

viratgujarat

એચસીજી હોસ્પિટલ્સ, અમદાવાદે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે ‘જોય ઓફ જમ્પિંગ’ સાથે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરી

viratgujarat

કાફે આકાસાની તેના યોગ દિવસના વિશેષ ભોજનની ચોથી આવૃત્તિ સાથે સુખાકારીની ભાવનાની ઉજવણી

viratgujarat

Leave a Comment