જળ, જૈવવૈવિધ્યતા, આરોગ્ય અને શિક્ષણ જેવી કેટેગરીઓમાં પરિવર્તનકારી પ્રોજેક્ટ્સ માટે એનજીઓને ₹24 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે
નોઈડા, ભારત | ૧૭ જૂન ૨૦૨૬ | ભારતમાં વૈશ્વિક ટેક્નોલોજી કંપની HCLટૅકની કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (સીએસઆર) સંબંધિત જવાબદારીઓનું વહન કરતા HCL ફાઉન્ડેશને ભારતના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાયી અને સમુદાયના નેતૃત્વ હેઠળ પરિવર્તન લાવવા માટે કાર્યરત નોન-પ્રોફિટ સંસ્થાઓને એક મંચ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે HCL ટૅક ગ્રાન્ટની 12મી આવૃત્તિની જાહેરાત કરી છે.
એક પ્રતિષ્ઠિત જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવનાર એનજીઓને જળ, જૈવવૈવિધ્યતા, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ગ્રામ્ય વિસ્તારોના સ્થાયી વિકાસ સંબંધિત પરિવર્તનકારી પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરવા માટે કુલ ₹24 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. દરેક કેટેગરીમાંથી વિજેતા બનનાર ચાર એનજીઓને રૂ. 5 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે, જ્યારે અન્ય આઠ એનજીઓને તેમના દ્વારા પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સ માટે રૂ. 50 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. www.hclfoundation.org/hcltech-grant પર અરજીઓ સોંપવાની છેલ્લી તારીખ 30 જૂન, 2026 છે.
HCLફાઉન્ડેશનના ડિરેક્ટર ડૉ. નિધિ પુન્ધિરે જણાવ્યું હતું કે, ‘HCLફાઉન્ડેશનમાં અમારું માનવું છે કે, પરિવર્તન લાવનારા ક્રાંતિકારી ઉકેલો પાયાના સ્તરે કામ કરતી એવી સંસ્થાઓ જ આપી શકે છે, જે તેમના સેવાક્ષેત્રના સમુદાયોની સાથે ઘનિષ્ઠતાપૂર્વક જોડાયેલી હોય છે. HCLટૅક ગ્રાન્ટની આ આવૃત્તિના માધ્યમથી અમારો ઉદ્દેશ એનજીઓને તેમની ક્ષમતાઓને ઉજાગર કરવા, નવા આઇડીયાનું વ્યાપક સ્તરે અમલીકરણ કરવા તથા સમગ્ર દેશના લોકોના જીવનને ઉન્નત બનાવનારા અને સમુદાયોનું સશક્તિકરણ કરનારા સ્થાયી પરિવર્તનનું સર્જન કરવા માટે એક મંચ પૂરું પાડવાનો છે. અમે એવી સંસ્થાઓની સાથે સહભાગીદારી કરવા આતુર છીએ, જે સાર્થક પ્રભાવ પાડી રહી હોય અને ભારતની વિકાસયાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી હોય.’
HCLટૅક ગ્રાન્ટના સહયોગથી અમલમાં મૂકવામાં આવેલા પ્રોજેક્ટ્સે વર્ષોથી સ્થાયી વિકાસને નોંધપાત્ર વેગ આપ્યો છે, જેના પરિણામે ભારતના 61,000 ગામોમાં 23 લાખ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે. ગ્રાન્ટના ભંડોળથી અમલમાં મૂકવામાં આવેલી વિવિધ પહેલના પરિણામે 3 લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, 68,300થી વધુ હેક્ટર જમીનનું પુનરુત્થાન કરવામાં આવ્યું છે તથા કાર્બન ડાયોક્સાઇડ (CO₂)ના ઉત્સર્જનમાં 67,000 ટનથી વધુનો ઘટાડો નોંધાયો છે.
અત્યાર સુધીમાં HCLફાઉન્ડેશન દ્વારા HCLટૅક ગ્રાન્ટના માધ્યમથી રૂ. 203 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટની 11મી આવૃત્તિમાં રાજસ્થાનની ગ્રામીણ વિકાસ વિજ્ઞાન સમિતિ (જીઆરએવીઆઇએસ), ઝારખંડના લાઇવ ફાઉન્ડેશન, મિઝોરમના ગૂડવિલ ફાઉન્ડેશન અને રાજસ્થાનની મહિલા જન અધિકાર સમિતિ એમ પ્રત્યેકને રૂ. 5 કરોડની ગ્રાન્ટ માટે પસંદ કરવામાં આવ્યાં હતાં. આ સંસ્થાઓ થારના રણમાં વરસાદી પાણીના સંગ્રહ અને ઝારખંડમાં જૈવવૈવિધ્યતાના સંરક્ષણથી લઇને મિઝોરમમાં આરોગ્યસેવાઓને વધુ સુલભ બનાવવા તથા રાજસ્થાનમાં શિક્ષણ દ્વારા જાતીય સમાનતાને પ્રોત્સાહન આપવા સંબંધિત પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરી રહી છે.
HCLફાઉન્ડેશને HCLટૅક ગ્રાન્ટ એડિશન 12 પાન ઇન્ડિયા સીમ્પોઝિયમ્સ 2026ની પણ જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ સમગ્ર ભારતની એનજીઓ, નિષ્ણાતો, સરકારી તંત્ર, કૉર્પોરેટ્સ તથા નીતિ ઘડનારાઓને એક જ મંચ પર લાવીને રાષ્ટ્રનિર્માણમાં સીએસઆર કેવી રીતે યોગદાન આપી શકે, તે અંગે વિચાર-વિમર્શ કરવાનો છે. આ વર્ષે આ સીમ્પોઝિયમ્સનું આયોજન ભુવનેશ્વર, ચેન્નઈ, નાગપુર અને દિલ્હીમાં કરવામાં આવ્યું છે.
== સમાપ્ત ==
