અમદાવાદ, ઓગસ્ટ ૨૦૨૬: ભારતના સૌથી વિશ્વસનીય હેર ઓઈલ બ્રાન્ડ, ડાબર આમળા હેર ઓઈલે આ રક્ષાબંધને એક નવું ડિજિટલ કેમ્પેઈન લોન્ચ કર્યું છે, જેમાં લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર ભાઈ-બહેન અવેઝ દરબાર અને અનમ દરબાર જોવા મળી રહ્યા છે, જે ભાઈ-બહેન વચ્ચેના મનોરંજક છતાં મજબૂત સંબંધોની ઉજવણી કરે છે.
આ કેમ્પેઈન સંગીત, નૃત્ય અને રમુજી મસ્તી દ્વારા Gen Z માટે રક્ષાબંધનને એક નવા અંદાજમાં રજૂ કરે છે. આમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભાઈ-બહેન સતત એકબીજાને ચીડવતા, પડકારતા અને એકબીજાથી આગળ નીકળવાનો પ્રયાસ કરતા હોવા છતાં, હંમેશા એકબીજાની સાથે ઊભા રહે છે. ડાબર આમળાનું ‘મજબૂતી’ પર આધારિત આ કેમ્પેઈન, મજબૂત વાળ સાથેના બ્રાન્ડના વર્ષો જૂના જોડાણને વધુ દ્રઢ કરવાની સાથે ભાઈ-બહેનના સંબંધોની શક્તિને પણ ઉજાગર કરે છે.
આ કેમ્પેઈન વિશે વાત કરતા, ડાબર ઈન્ડિયા લિમિટેડના હેર કેર વિભાગના માર્કેટિંગ હેડ અંકુર કુમારે જણાવ્યું હતું કે, “ડાબર આમળામાં ‘મજબૂતી’ હંમેશાં અમારા બ્રાન્ડ વચનના કેન્દ્રમાં રહી છે. આ રક્ષાબંધને, અમે તે વિચારને માત્ર મજબૂત હેરકેરથી આગળ ધપાવીને જીવનના સૌથી ખાસ સંબંધોમાંના એક – ભાઈ-બહેનના મજબૂત સંબધને ઉજવવાનો પ્રયાસ કર્યો છે. આજની યુવા પેઢી પોતાના પ્રેમની અભિવ્યક્તિ અલગ રીતે કરે છે, જેમાં લાગણીઓ દર્શાવવા કરતા રમુજી મસ્તી અને સાથે વિતાવેલી મનોરંજક પળો વધુ હોય છે. અવેઝ અને અનમની વાસ્તવિક કેમિસ્ટ્રી દ્વારા, અમે આ વિચારને તાજગીપૂર્ણ, મનોરંજક અને અત્યંત સંબંધિત રીતે રજૂ કર્યો છે. આ કેમ્પેઈન ડાબર આમળાના આઇકોનિક ચંપી રિચ્યુઅલ સાથે સુંદર રીતે પૂર્ણ થાય છે, જે આપણને યાદ અપાવે છે કે મસ્તીથી ભરપૂર સ્પર્ધાઓ પાછળ પણ સંભાળ અને કાળજીનો છૂપો ભાવ હોય છે, જે ‘મજબૂત વાળ’ અને ‘મજબૂત રિશ્તા’ વચ્ચેના જોડાણને વધુ અર્થપૂર્ણ અને યાદગાર બનાવે છે.”
આ ડિજિટલ ફિલ્મ અવેઝ અને અનમ વચ્ચેની વાસ્તવિક કેમિસ્ટ્રીને કેપ્ચર કરે છે, જ્યાં ભાઈ-બહેન વચ્ચેની હળવી વાતો સંગીત, ડાન્સ, રમૂજ અને મસ્તીથી ભરેલા જુગલબંધીમાં ફેરવાઈ જાય છે. આ મનોરંજક સ્પર્ધા જ્યારે તેની ચરમસીમાએ પહોંચે છે, ત્યારે ડાબર આમળાના ચંપી રિચ્યુઅલ દ્વારા વાર્તા એક ભાવુક ક્ષણમાં પરિવર્તિત થાય છે – જે તેલ માલિશ કરવાની એક સરળ પરંપરાને ભાઈ-બહેનની કાળજી અને સ્નેહની અર્થપૂર્ણ અભિવ્યક્તિમાં બદલી નાખે છે.
સાંસ્કૃતિક પરંપરાને આધુનિક સ્ટોરીટેલિંગ સાથે જોડીને, આ કેમ્પેઈન ‘મજબૂત વાળ’ અને ‘મજબૂત રિશ્તા’ વચ્ચે એક શક્તિશાળી જોડાણ ઊભું કરે છે, જે દરેક હાસ્ય, દરેક અણબનાવ, દરેક સહિયારી યાદ અને કાળજીના દરેક નાના કાર્ય સાથે વધુ મજબૂત બનતા સંબંધોની ઉજવણી કરે છે.
ડાબર ઇન્ડિયા લિમિટેડના ડિજિટલ માર્કેટિંગના ડીજીએમ સુશ્રી જસલીન કોહલીએ જણાવ્યું કે, “આજના યુવા પ્રેક્ષકો એવા કન્ટેન્ટ સાથે વધુ જોડાય છે જે સામાન્ય જાહેરાત લાગવાને બદલે તેમની સોશિયલ મીડિયા ફીડ્સ અને સાચા સંબંધોને પ્રતિબિંબિત કરતું હોય. તેથી અમારો વિચાર Gen Z ની ભાષા – સંગીત, નૃત્ય અને ક્રિએટર-લેડ સ્ટોરીટેલિંગ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણીને નવી રીતે રજૂ કરવાનો હતો. અવેઝ અને અનમના વાસ્તવિક સંબંધે અમને એવું કન્ટેન્ટ બનાવવાનો યોગ્ય કેનવાસ આપ્યો જેને લોકો માણી શકે, તેની સાથે જોડાઇ શકે અને શેર કરી શકે, સાથે જ ડાબર આમળાના ‘મજબૂતી’ના મુખ્ય સંદેશને વાર્તાના કેન્દ્રમાં રાખી શકાય.”
આ કેમ્પેઈન એવા ક્રિએટર્સ સાથે ભાગીદારી કરીને સાંસ્કૃતિક રીતે સુસંગત અને ડિજિટલી આકર્ષક કન્ટેન્ટ બનાવવા પર ડાબર આમળાના અભિગમને દર્શાવે છે, જેમના વ્યક્તિત્વ અને સંબંધો બ્રાન્ડના સંદેશને પ્રમાણિક રીતે જીવંત કરવામાં મદદ કરે છે.
રક્ષાબંધનની આ પહેલ દ્વારા, ડાબર આમળા એક સરળ પરંતુ શક્તિશાળી સત્યની ઉજવણી કરે છે – ભાઈ-બહેન ભલે એકબીજાને ચીડવવાનું ક્યારેય બંધ ન કરે, પરંતુ આ મસ્તી, તોફાન અને રોજિંદી કાળજીની પળો જ સમય સાથે તેમના સંબંધને વધુ મજબૂત બનાવે છે.
