Virat Gujarat
બિઝનેસ

જિયો પ્લેટફોર્મ્સનોWIPO પેટન્ટ્સ રેન્કિંગમાંગ્લોબલ ટોપ 20માં દબદબાભેર પ્રવેશ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેકનોલોજી ક્ષેત્રની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સે (JPL)તાજેતરમાં વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દ્વારા બહાર પાડવામાં આવેલા પેટન્ટ કો-ઓપરેશન ટ્રિટી (PCT) રેન્કિંગમાં વૈશ્વિક સ્તરે ટોચના 20 રેન્કિંગમાં સ્થાન મેળવી લીધું છે. પ્રકાશિત થયેલા ડેટાના આધારે ટોચના પી.સી.ટી. અરજદારોને આ રિપોર્ટરેન્ક આપે છે.

JPLએ વર્ષ 2025ની યાદીમાં 320 સ્થાનની છલાંગ લગાવી છે, જે તેને વૈશ્વિક સ્તરે સૌથી તેજ ગતિએ આગળ વધી રહેલા ઇનોવેટર્સમાં સ્થાન અપાવે છે. આના થકીતેણે હુવાવે, સેમસંગ, ક્વાલકોમ, LG, પેનાસોનિક, નોકિયા, ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટ જેવા વૈશ્વિક ટેકનોલોજી લીડર્સના એક ચુનંદા જૂથમાં સ્થાન હાંસલ કર્યું છે.

જિયોનો પેટન્ટ પોર્ટફોલિયો નેક્સ્ટ-જનરેશન ડિજિટલ ટેકનોલોજી પર મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં 5G, 5G એડવાન્સ્ડ, 6G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), AIનેટિવ નેટવર્ક્સ, ક્લાઉડ નેટિવ પ્લેટફોર્મ્સ, ઇન્ટેલિજન્ટ ઓટોમેશન, રેડિયો એક્સેસ, કોર નેટવર્ક સોફ્ટવેર, એજ ઇન્ટેલિજન્સ, ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ, નેટવર્ક સ્લાઇસિંગ અને ડિજિટલ સર્વિસિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આકાશ એમ. અંબાણીએ આ સિદ્ધિ વિશે જણાવ્યું હતું કે,

WIPO PCT રેન્કિંગમાં જિયો પ્લેટફોર્મ્સનું વૈશ્વિક ટોપ 20માં આગમન એ અમારી ડીપ ટેક કંપનીમાં પરિવર્તિત થવાની વર્ષોની મહેનતનું પરિણામ છે. વિવિધ અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં જિયોના ઇનોવેશન્સનો વેગઆ સિદ્ધિ થકી જોવા મળી રહ્યો છે અને તે આગામી વર્ષોમાં સતત વધતો રહેશે. હું આ સિદ્ધિ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સમર્પિત કરવા માંગુ છું, જે ભારતને વિશ્વ માટે ટેકનોલોજીના સર્જક, માલિક અને નિકાસકાર બનાવવાની પરિકલ્પના કરે છે. ભારતને વૈશ્વિક ડીપ ટેક પાવરહાઉસ બનાવવાની દિશામાં યોગદાન આપવા બદલ અમને ગર્વ છે.”

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, જિયોની 320 સ્થાનનો કૂદકો મારીને 20મું સ્થાન હાંસલ કરવાની સિદ્ધી એવા વર્ષમાં આવી છે જ્યારે વૈશ્વિક સ્તરે PCT ફાઇલિંગમાં 1% કરતાં પણ ઓછીવૃદ્ધિ નોંધાઈ છે.

 

WIPO રેન્કિંગ એ જિયો પ્લેટફોર્મ્સની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોડક્ટિવટી અને બૌદ્ધિક સંપદાની ગહનતાને બાહ્ય જગતે આપેલી એક મહત્વપૂર્ણ સ્વીકૃતિ છે. તે વિવિધ અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક ટેકનોલોજી નિર્માણના પટલ પર ભારતીય મૂળની નવીનતાને મજબૂત રીતે સ્થાપિત કરે છે.

જિયો પ્લેટફોર્મ્સે 31 માર્ચ 2026 સુધીમાં કુલ મળીને 6817 પેટન્ટ ફાઇલ કરી છે. આમાંથી 2393 પેટન્ટ ભારતમાં અને 4424 વિદેશી અધિકારક્ષેત્રોમાં ફાઇલ કરાઈ છે. વૈશ્વિક સ્તરે કુલ 1009 પેટન્ટ મંજૂર કરાઈ છે, જેમાં ભારતમાં 538 અને આંતરરાષ્ટ્રીય બજારોમાં 471 પેટન્ટની મંજૂરનો સમાવેશ થાય છે.

જિયોએ હંમેશા એ સુનિશ્ચિત કર્યું છે કે તેના ઇનોવેશન એવી ટેકનોલોજી અને પ્લેટફોર્મ પર આધારિત હોય જેને તેણે પોતે વિકસાવ્યા હોય અને મોટા પાયે કોમર્શિયલ ધોરણે અમલમાં મૂક્યા હોય. જિયો પ્લેટફોર્મ્સ એવી ઉભરતી ટેકનોલોજી પણ વિકસાવી રહ્યું છે જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આગામી લહેરની વ્યાખ્યાઓનું આલેખન કરશે. તેમાં 5G/6G રેડિયો, 5G/6G કોર, સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ અને એજેન્ટિક AI ક્ષેત્રે નવું સીમાચિહ્ન ગણાતાં જિયોબ્રેઇનનો સમાવેશ થાય છે. આ ભવિષ્યલક્ષી ટેકનોલોજીનો એજન્ડા કંપનીના બૌદ્ધિક સંપદા પોર્ટફોલિયોને ભવિષ્યના વ્યાપારી ઉપયોગ સાથે જોડાયેલી વૃદ્ધિની દશા-દિશા પૂરી પાડે છે.

વૈશ્વિક ટેક IP લીડર તરીકે જિયોનો આ ઉદય ભારતના ટેકનોલોજી પરિદૃશ્યમાં મોટાપાયે ટેકનોલોજીના અમલીકરણથી લઈને મૂળ ટેકનોલોજીના સર્જન તરફના મોટા પરિવર્તનનો સંકેત આપે છે.

 

Related posts

રિચ એ સુરતમાં સફળ કસ્ટમર શોકેસનું આયોજન કર્યું, જેમાં ઇનોવેશન, ઇન્સ્પિરેશન અને ઇમ્પેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો

viratgujarat

સેમસંગ ઈનોવેશન કેમ્પસ 2025 દરમિયાન ફ્યુચર- ટેક ડોમેન્સમાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવા માટે છગણું વિસ્તરણ કરશે

viratgujarat

સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 7નો સ્ટોક ભારતમાં ચુનંદી બજારમાં ખતમઃ કંપનીને અભૂતપૂર્વ માગણી જોવા મળી

viratgujarat

Leave a Comment