નૅક પેકેજિંગ લિમિટેડ (the “Company”) તેના પ્રત્યેક રૂ. 10નીફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેર્સનો આઈપીઓ (“Offer”) બુધવાર, 1 જુલાઈ, 2026ના રોજ ખુલ્લો મૂકવાની દરખાસ્ત કરે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 3 જુલાઈ, 2026 છે.
એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 30 જૂન, 2026 રહેશે.
આ ઓફર માટેનો પ્રાઇસ બેન્ડ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર માટે રૂ. 161 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ. 170 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રતિ રૂ. 10નીફેસ વેલ્યૂના ઇક્વિટી શેર દીઠ રૂ. 16નું ડિસ્કાઉન્ટ (“Employee Discount”) આપવામાં આવશે. રૂ. 10 ફેસ વેલ્યૂ ધરાવતા ઓછામાં ઓછા 88 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ તેના 88 શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે.
આ ઓફરમાં રૂ. 3,800.00 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ ઉપરાંત વેચાણકર્તા શેરધારકો દ્વારા 35,00,000 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે, જેમાં શ્રી અલ્પેશ તુલસીભાઈ પટેલ દ્વારા 6,75,750 સુધીના ઇક્વિટી શેર, શ્રી પ્રવીણકુમાર અંબાલાલ પટેલ દ્વારા 3,00,000 સુધીના ઇક્વિટી શેર અને શ્રી રશ્મિનભાઈ તુલસીભાઈ પટેલ દ્વારા 6,75,750 સુધીના ઇક્વિટી શેર (સામૂહિક રીતે the “Promoter Selling Shareholders”) સમાવિષ્ટ છે. આ ઉપરાંત પ્રમોટર ગ્રૂપ સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા સામૂહિક રીતે 15,61,000 સુધીના ઇક્વિટી શેર અને અન્ય એક વેચાણકર્તા શેરધારક દ્વારા 2,87,500 સુધીના ઇક્વિટી શેર ઓફર કરવામાં આવશે.
નૅક પેકેજિંગ લિમિટેડ એક અગ્રણી, ઇન્ટિગ્રેટેડ, નવીનતા આધારિત, નિકાસ કેન્દ્રિત અને ટકાઉ પેકેજિંગ સોલ્યુશન્સ પૂરા પાડતી કંપનીઓમાંની એક છે. કંપની વિવિધ પ્રકારના પેકેજિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે, જેમાં પ્રિન્ટેડ અને લેમિનેટેડ વૂવન પોલીપ્રોપીલિન (“PLWPP”) બેગ્સ અને PLWPP પિંચ બોટમ બેગ્સનો સમાવેશ થાય છે. આ બેગ્સ કસ્ટમાઇઝ્ડ છે અને ફૂડ પ્રોડક્ટ્સ તથા પેટ ફૂડ્સ સહિત વિવિધ ક્ષેત્રો માટે મજબૂત પેકેજિંગ સોલ્યુશન્સ માટે ઉપયોગી છે (ટેક્નોપેકના રિપોર્ટ મુજબ).
2013માં સ્થપાયેલી આ કંપની બલ્ક ફ્લેક્સિબલ પેકેજિંગ સોલ્યુશન્સનું ઉત્પાદન કરે છે. માર્ચ 2026 સુધી કંપનીની ગુજરાત સ્થિત તેના પ્લાન્ટ્સમાં વૂવન પોલીપ્રોપીલિન (“WPP”) બેગ્સ, PLWPP બેગ્સ, PLWPP પિંચ બોટમ બેગ્સ અને અન્ય પ્રોડક્ટ્સની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા દર વર્ષે 43,300 મેટ્રિક ટન હતી. કંપની B2B2C મોડેલ હેઠળ અનેક અગ્રણી બ્રાન્ડ્સને સેવા પૂરી પાડે છે. નાણાકીય વર્ષ 2025 દરમિયાન ભારતમાં PLWPP પિંચ બોટમ બેગ્સ સહિત ફ્લેક્સિબલ બલ્ક PLWPP બેગ્સના ક્ષેત્રે કંપનીનો બજાર હિસ્સો આશરે 10.1 ટકા હતો (ટેક્નોપેકના રિપોર્ટ મુજબ). કંપની Biaxially Oriented Poly Propylene (“BOPP”) / PLWPP બેગ્સના ઉત્પાદન ક્ષેત્રમાં શરૂઆતથી કાર્યરત કંપનીઓમાંની એક છે અને PLWPP પિંચ બોટમ બેગ્સમાં લેઝર કટ અને સરળતાથી ખોલી શકાય તેવી સુવિધા આપનાર ભારત તથા એશિયાની પ્રથમ કંપની છે (ટેક્નોપેકના રિપોર્ટ મુજબ). કંપનીની ઇન-હાઉસ પ્રિન્ટિંગ સુવિધા દ્વારા ગ્રાહકોને સંપૂર્ણ ડિઝાઇન સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં આર્ટવર્કની પસંદગી અથવા ક્રિએશન તેમજ સિલિન્ડર ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. 31 મે, 2026 સુધી કંપનીએ 1,950થી વધુ ગ્રાહકો અને 13,379 એસકેયુ માટે 73,000થી વધુ સિલિન્ડર્સ ડેવલપ કર્યા હતા. આ રીતે કંપની ગ્રાહકોના બ્રાન્ડિંગ મટિરિયલની કસ્ટોડિયન તરીકે કામ કરે છે જેનાથી લાંબા ગાળાના ગ્રાહક સંબંધો જાળવવામાં મદદ મળે છે. કંપની પાસે સિલિન્ડર સ્ટોરેજ માટે 92,065.47 ચોરસ ફૂટનું સમર્પિત વેરહાઉસ પણ છે. આ સેવા વિવિધ પ્રોડક્ટ્સમાં સમાન પ્રિન્ટ ગુણવત્તા જાળવવામાં મદદરૂપ બને છે, જે ગ્રાહકોની બ્રાન્ડ ઓળખ જાળવવા માટે મહત્વપૂર્ણ છે. સમગ્ર ભારતમાં હાજરી અને 71 દેશોમાં નિકાસને કારણે કંપની વિવિધ પ્રકારના ગ્રાહકોને અસરકારક રીતે સેવા આપી શકે છે, બજારની માંગનો ઝડપથી પ્રતિસાદ આપી શકે છે અને સ્થાનિક તેમજ નિકાસ બજારમાં પોતાની પહોંચ વધારી શકે છે.
કંપનીની કામગીરીમાંથી આવક નાણાંકીય વર્ષ 2024માં રૂ. 6,545.59 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ. 8,234.34 મિલિયન થઈ હતી, જે 12.16 ટકાના સીએજીઆર દરે વૃદ્ધિ દર્શાવે છે. એબિટા માર્જિન નાણાંકીય વર્ષ 2024માં 15.38 ટકાથી વધીને નાણાંકીય વર્ષ 2026માં 20.42 ટકા થયું હતું.
ચોખ્ખો નફો નાણાંકીય વર્ષ 2024માં રૂ. 459.77 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ. 927.24 મિલિયન થયો હતો, જે 42.01 ટકાના સીએજીઆર દરે વૃદ્ધિ દર્શાવે છે. આ જ સમયગાળા દરમિયાન વેચાણની કુલ માત્રા 30,590.10 મેટ્રિક ટનથી વધીને 38,157.49 મેટ્રિક ટન થઈ હતી, જે 11.69 ટકાના સીએજીઆર દરે વધી હતી.
આ ઓફર એસસીઆરઆરના નિયમ 19(2)(બી) તથા સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 મુજબ કરવામાં આવી રહી છે. સેબી આઈસીડીઆરનિયમનોના નિયમન 6(1) અનુસાર આ ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે.
- ક્યુઆઈબીહિસ્સો: નેટ ઓફરના વધુમાં વધુ 50 ટકા
- નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શન: નેટ ઓફરના ઓછામાં ઓછા 15 ટકા
- રિટેલ પોર્શન: નેટ ઓફરના ઓછામાં ઓછા 35 ટકા
- એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનઃ રૂ. 10નીફેસ વેલ્યૂ ધરાવતા [•] સુધીના ઇક્વિટી શેર, જેની કુલ કિંમત રૂ. 00 મિલિયન સુધી રહેશે. એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં અરજી કરનારા લાયક કર્મચારીઓને પ્રતિ શેર રૂ. 16નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે (“Employee Discount”).
(એન્કર ઇન્વેસ્ટરો સિવાયના) તમામ સંભવિત બિડર્સે Application Supported by Blocked Amount (“ASBA”) પ્રક્રિયાનો ઉપયોગ ફરજિયાત રહેશે. તેમાં તેમણે તેમના ASBA એકાઉન્ટની વિગતો અને લાગુ પડતા કિસ્સામાં યુપીઆઈ બિડર્સ માટે યુપીઆઈ આઈડી આપવાના રહેશે. સંબંધિત બિડ રકમ એસસીએસબી અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સ્પોન્સર બેંક દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટરોને ASBA પ્રક્રિયા દ્વારા આ ઓફરમાં ભાગ લેવાની મંજૂરી નથી. વધુમાં, એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં અરજી કરનારા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે, એ શરતે કે, એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ બાદ ઓફર કિંમત અથવા તેનાથી વધુ કિંમતે તેમના તરફથી માન્ય બિડ પ્રાપ્ત થઈ હોય.
કંપનીના ઇક્વિટી શેરોને બીએસઈ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) (BSE and NSE together, the Stock Exchanges) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. ઓફર માટે એનએસઈને ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ તરીકે નિર્ધારિત કરવામાં આવ્યું છે.
સિસ્ટેમેટિક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ, આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ અને પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs) છે.
નૅક પેકેજિંગ લિમિટેડ લાગુ પડતી કાયદાકીય અને નિયમનકારી આવશ્યકતાઓ, જરૂરી મંજૂરીઓ, બજારની સ્થિતિ અને અન્ય પરિબળોને આધિન રહીને તેના ઇક્વિટી શેર્સનો આઈપીઓ લાવવાની દરખાસ્ત કરે છે અને 23 જૂન, 2026ના રોજ કંપનીએ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ તથા સ્ટોક એક્સચેન્જીસ સમક્ષ આરએચપી ફાઇલ કર્યું છે. આરએચપી સેબીની વેબસાઇટ www.sebi.gov.in પર ઉપલબ્ધ છે. ઉપરાંત બીએસઈ અને એનએસઈની વેબસાઇટ્સ અનુક્રમે www.bseindia.com અને www.nseindia.com પર તેમજ કંપનીની વેબસાઇટ www.knackpackaging.com પર અને બીઆરએલએમ સિસ્ટમેટિક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ, આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ અને પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડની વેબસાઇટ્સઅનુક્રમે www.systematixgroup.in, www.idbicapital.com અને www.pantomathcapital.com પર પણ ઉપલબ્ધ છે. સંભવિત રોકાણકારોએ નોંધ લેવી જોઈએ કે ઇક્વિટી શેરોમાં રોકાણમાં ઊંચું જોખમ સામેલ છે. આવા જોખમોની વિગત આરએચપીના પેજ નંબર 24થી શરૂ થતા “Risk Factors” વિભાગમાં આપવામાં આવી છે. રોકાણકારોએ રોકાણનો નિર્ણય લેવા માટે સેબી અને સ્ટોક એક્સચેન્જીસ સમક્ષ દાખલ કરાયેલા ડીઆરએચપી પર આધાર રાખવો નહીં, પરંતુ કંપની દ્વારા આરઓસી, સેબી અને સ્ટોક એક્સચેન્જીસ સમક્ષ દાખલ કરાયેલા આરએચપીમાં સમાવિષ્ટ માહિતી પર જ આધાર રાખવો જોઈએ.
આ ઓફર હેઠળ રજૂ કરાયેલા ઇક્વિટી શેરો યુએસ સિક્યોરિટીઝ એક્ટ, 1933 (સુધારા સહિત) (“U.S. Securities Act”)અથવા અમેરિકાના અન્ય લાગુ પડતા કાયદા હેઠળ નોંધાયેલા નથી અને નોંધાવવામાં પણ આવશે નહીં. તેથી, યુએસ સિક્યોરિટીઝ એક્ટ તથા લાગુ પડતા સ્ટેટ સિક્યોરિટીઝ કાયદા હેઠળ ઉપલબ્ધ છૂટછાટ અથવા રજિસ્ટ્રેશનની આવશ્યકતા લાગુ ન પડતી હોય તેવી વ્યવસ્થા સિવાય, અમેરિકાની અંદર આ શેરો ઓફર કે વેચી શકાશે નહીં. તેથી આ ઇક્વિટી શેર્સ જ્યાં આ ઓફર અને વેચાણ કરવામાં આવી રહ્યા છે તે ન્યાયક્ષેત્રના લાગુ પડતા કાયદા તથા યુએસ સિક્યોરિટીઝ એક્ટ હેઠળ Regulation S ના અનુસંધાનમાં અને વ્યાખ્યા કરવામાં આવ્યા મુજબ ઓફશોર ટ્રાન્ઝેક્શન્સમાં અમેરિકાની બહાર ઓફર કરવામાં અને વેચવામાં આવી રહ્યા છે.
અહીં વ્યાખ્યાયિત ન કરવામાં આવેલા તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો અર્થ 23 જૂન, 2026ના રોજના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં આપવામાં આવેલા અર્થ મુજબ જ ગણાશે.
