ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડ (the “Company”) ના પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર
(“Equity Shares”) માટે રૂ. 216થી 227નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ – મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026
બિડ/ઓફર ખુલવાની તારીખ – બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026 અને બિડ/ઓફર બંધ થવાની તારીખ –
શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026
બિડ્સ લઘુતમ 66 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 66 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે
એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 11નું
ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”) ની લિંક –
https://s3.ap-south-
1.amazonaws.com/cms.equirus.tech/Omnitech_Engineering_Limited_Red_Herring_
Prospectus_1fcf868f96.pdf
અમદાવાદ, 21 ફેબ્રુઆરી, 2026: ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડ (the “Company”) બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026ના
રોજ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ (“Equity Shares”) ના તેના ઇક્વિટી શેરનો આઈપીઓ (“Offer”) ખોલવાની દરખાસ્ત કરે છે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 24 ફેબ્રુઆરી,
2026ના રોજ છે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026 છે.
ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 5ની ફેસ વેલ્યુવાળા ઇક્વિટી શેર દીઠ રૂ. 216થી રૂ. 227 સુધી નક્કી કરવામાં આવ્યો છે. રૂ. 5ની ફેસ
વેલ્યુવાળા ઓછામાં ઓછા 66 ઇક્વિટી શેર અને ત્યારબાદ રૂ. 5ની ફેસ વેલ્યુવાળા 66 ઇક્વિટી શેરના ગુણાંક માટે બિડ કરી શકાય
છે.
ઓફરમાં રૂ. 4,180.00 મિલિયન (રૂ. 418 કરોડ) સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને હાલના શેરધારકો, ઉદયકુમાર અરુણકુમાર
પારેખ (“Promoter Selling Shareholder”) દ્વારા રૂ. 1,650.00 મિલિયન (રૂ. 165 કરોડ) સુધીના વેચાણ માટેની ઓફરનો
સમાવેશ થાય છે.
આ ઓફરમાં લાયક કર્મચારીઓ (એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન) દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂ. 5ની ફેસ વેલ્યુવાળા [●] ઇક્વિટી શેરનું
રિઝર્વેશન સામેલ છે, જે કુલ રૂ. 10.00 મિલિયન (ઓફર પછીની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના 5 ટકા સુધી) સુધી હશે.
એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરનારા લાયક કર્મચારીઓને પ્રતિ ઇક્વિટી શેર રૂ. 11 નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી
રહ્યું છે.
કંપની હાઇ પ્રિસિઝન એન્જિનિયર્ડ ઘટકો અને એસેમ્બલીઓના મુખ્ય ઉત્પાદકોમાંની એક છે જે એનર્જી, મોશન કંટ્રોલ અને
ઓટોમેશન, ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ સિસ્ટમ્સ, મેટલ ફોર્મિંગ અને અન્ય વૈવિધ્યસભર ઔદ્યોગિક એપ્લિકેશનો જેવા ઉદ્યોગોમાં
વૈશ્વિક ગ્રાહકોને સપ્લાય કરે છે. 19 વર્ષના અનુભવ સાથે, કંપની હાઇ એન્જિનિયર્ડ પ્રિસિઝન મશીનવાળા ઘટકો અને
એસેમ્બલીઓનું ઉત્પાદન કરે છે જેનો ઉપયોગ મુખ્યત્વે સેફ્ટી-ક્રિટિકલ એપ્લિકેશનોમાં થાય છે. ઇકરા રિપોર્ટ મુજબ, કંપની
ઓળખાયેલા પીઅર સેટમાં હાઇ પ્રિસિઝન એન્જિનિયર્ડ ઘટકો અને એસેમ્બલીના ભારતના સૌથી ઝડપથી વિકસતા
ઉત્પાદકોમાંની એક છે. કંપનીએ કામગીરીમાંથી આવકની દ્રષ્ટિએ નાણાંકીય વર્ષ 2024 અને નાણાંકીય વર્ષ 2025 વચ્ચે 92.45
ટકાની વૃદ્ધિ અને નાણાંકીય વર્ષ 2023 અને નાણાંકીય વર્ષ 2025 વચ્ચે 39.06 ટકાનો સીએજીઆર નોંધાવ્યો છે. 30 સપ્ટેમ્બર,
2025ના રોજ પૂરા થયેલા છ મહિના દરમિયાન અને નાણાંકીય વર્ષ 2025, 2024 અને 2023માં, કંપનીએ અમેરિકા, ભારત,
સંયુક્ત આરબ અમીરાત, જર્મની, બલ્ગેરિયા, સ્વીડન, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિત 24 દેશોમાં 256થી
વધુ ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ હાઇ પ્રિસિઝન એન્જિનિયર્ડ ઘટકો અને એસેમ્બલીઓ પૂરી પાડી હતી.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ
19(2)(બી) ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6
(1)ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે, જેમાં નેટ ઓફરના લઘુતમ 50 ટકા ક્વોલિફાઇડ
ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) (such portion referred to as QIB Portion) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ
રહેશે, એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને અમારી કંપની સેબી આઈસીડીઆર નિયમનો મુજબ ક્યુઆઈબી
કેટેગરીનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor Investor Portion) ને ફાળવી શકે છે, જે પૈકી
એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો 40 ટકાનો હિસ્સો નીચે મુજબ અનામત રખાશેઃ (1) 33.33 ટકા સુધીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ
ફંડ્સ માટે અનામત રહેશે અને (2) 6.67 ટકા હિસ્સો ઇન્શ્યોરન્સ એક્ટ, 1938ની જોગવાઈઓ હેઠળ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ
ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોંધાયેલી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ
ઓથોરિટી એક્ટ, 2013ની જોગવાઈઓ હેઠળ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં નોંધાયેલા પેન્શન ફંડ્સ માટે
અનામત રહેશે, એ શરતે કે ઇક્વિટી શેર્સને જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવ્યા છે તે અથવા તેનાથી વધુ કિંમતે તેમના
તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ કેટેગરી માટેની રિઝર્વ્ડ કેટેગરીમાં કોઇ
અંડરસબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી કરી શકાય છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ફાળવણી ન થવાના
કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ નેટ ક્યુઆઈબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) માં ઉમેરવામાં આવશે (Net QIB
Portion).
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી કેટેગરીનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો
બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી
માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે, જો મ્યુચ્યુઅલ
ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે રહેલા
બાકીના ઇક્વિટી શેર્સ તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) (Non-Institutional Category)ને ફાળવણી
માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી (એ) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 0.2 મિલિયનથી વધુ અને રૂ. 1.00
મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે ઉપલબ્ધ રહેશે અને (બી) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો બે-તૃત્યાંશ
હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે અનામત રખાશે અને નોન-
ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની આ બંને સબ કેટેગરીઝમાંથી ગમે તેમાં અંડરસબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં સેબી આઈસીડીઆર નિયમનો
મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની અન્ય સબ કેટેગરીઝના બિડર્સને ફાળવણી કરી શકાય છે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે તેનાથી
વધુ કિંમતે તેમના તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. આ ઉપરાંત, નેટ ઓફરનો લઘુતમ 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર
નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (RIIs) (Retail Category)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે તેમના
તરફથી ઓફર કિંમત કે તેનાથી વધુના ભાવે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. આ ઓફરમાં લાયક ઠરેલા કર્મચારીઓ (employee
reservation portion) દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂ. 10.00 મિલિયન (પોસ્ટ-ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલના 5 ટકા
સુધી) સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના [●] સુધીના ઇક્વિટી શેર્સના રિઝર્વેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત,
એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે, એ
શરતે કે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુની કિંમતે તેમના તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.
તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ
આ ઓફરમાં ભાગ લેવાનો રહેશે તથા તેમના સંબંધિત ખાતાની વિગતો (અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડીની
વિગતો) પૂરી પાડવાની રહેશે જેમાં સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા સ્પોન્સર બેંકો દ્વારા બિડની સંબંધિત રકમ
બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી
નથી.
કંપનીના ઇક્વિટી શેર્સનું બીએસઈ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) (BSE and NSE
together, the Stock Exchanges) પર લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ છે.
ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ
(BRLM) છે.
