Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હનુમાનજી સ્વયં એક વૈશ્વિક સ્વસ્તિક છે : મોરારી બાપુ

મોરારી બાપુ દ્વારા ‘ભારત સ્વસ્તિક યાત્રા’સોપાન 2 મંગલ શુભારંભ

તા 14/11/26 થી તા 22/11/26 દરમિયાન 9 સ્થાનો પર એક એક દિવસ રામકથાનું પ્રેમમય ગાન થશે.

દરેક લાભ શુભ નથી હોતો, પણ એક નાનકડો શુભ અનંત લાભકારી હોય છે

કાંડ રચે એના કાંડા સાથિયો ન રચી શકે

અમદાવાદ : ભારતીય નવલ વર્ષ વિક્રમ સંવત બે હજાર ત્યાસીનો શુભ – મંગલ – સ્નેહમય પ્રારંભ થયો છે. ગત શનિવારે- લાભપંચમીના શુભ દિવસે પરમ સાધુ મોરારી બાપુ દ્વારા દ્વારિકા ધામની પરમ મંગલમય ભૂમિ પરથી ‘ભારત સ્વસ્તિક યાત્રા’સોપાન 2 (દ્વારિકા થી જગન્નાથ પુરીનો) મંગલમય શુભારંભ થયો છે. પ્રથમ દિવસની રામકથાના સ્નેહલ સંવાદમાં પરમ પ્રિય પરમ સાધુ મોરારી બાપુ એ કહ્યું હતું કે, દ્વારિકાધીશ ચતુર્ભુજ છે. શંખ, ચક્ર, ગદા, અને પદ્મ (કમળ) એ વૈશ્વિક સ્વસ્તિક છે. શંખ એ નાદનું પ્રતીક છે આધ્યાત્મિક દ્રષ્ટિએ એ કલ્યાણકારી નાદ છે. સ્વસ્તિક એટલે શુભ, મંગલ, કલ્યાણકારી. ભીષ્મ અને અર્જુને શંખ ફૂંક્યો પણ શ્રી કૃષ્ણ એ પંચજન્ય શંખ ફૂંક્યો એ યુદ્ધ માટે નહીં પણ બુધ-શુભ- કલ્યાણ માટે. ગીતામાં કહ્યું કે, ‘યુદ્ધાય કૃતનિશ્ચયયી’ પણ કૃષ્ણનો હેતુ ‘બુદ્ધાય કૃતનિશ્ચયયી’એ હતો. ચક્ર ગતિનું પ્રતીક છે. માણસે સતત ગતિ કરવી જોઈએ. કૃષ્ણનું સુદર્શન ચક્ર એ અર્થમાં ગતિ તરફનું સૂચક છે. કલ્યાણકારી ગતિનું નામ જ સુદર્શન એટલે કે  સુ- દર્શન ગદા એ બળનું પ્રતીક છે. ભજન બળ, આત્મબળ, ધર્મબળ વગેરે. પદ્મ – કમળ એ અંસગતાનું પ્રતિક છે. આપણે પણ અહંકાર મુક્ત રહી કમળની જેમ અસંગ બનીએ. તો આ ચતુર્ભુજ એ વૈશ્વિક શુભ- મંગલ સ્વસ્તિક છે. સાધુ પણ સ્વસ્તિક છે. સાધુના આ ચાર કોણ પણ સ્વસ્તિક રચે છે. (1) વેણ (2) નેણ (3) લેણ અને (4) દેણ.  સાધુના વેણ એટલે વચન- વાણી, નેણ એટલે નયન દ્રષ્ટિ, લેણ એટલે સાધુ આપણા દુઃખ લઈ લે છે અને દેણ એટલે નિરંતર કૃપા વરસાવતો રહે – આ અર્થમાં સાધુ વૈશ્વિક સ્વસ્તિક છે.

ગઈકાલે – રવિવારે સ્વસ્તિક યાત્રા સોમનાથ મહાદેવના ચરણોમાં પહોંચી હતી. રામકથાનો પ્રેમમય સંવાદ આગળ વધારતા પરમ પ્રિય સાધુ બાપુએ કહ્યું હતું કે, મૂળ આધ્યાત્મિક સ્થાન અને ઐતિહાસિક ભૂમિ સોમનાથ મહાદેવના સાનિધ્યે આ રામકથા પહોંચી છે ત્યારે કેટકેટલા સ્મરણો યાદ આવે છે. આ ભૂમિ પર મેં ખૂબ કથાગાન કર્યું છે. વર્ષોપૂર્વે વેરાવળ ખાતે લોહાણા વાડીમાં શ્રાવણમાસમાં એક મહિનો કથાગાન કર્યું થતું.

શિવજી પાસે જે ચાર વસ્તુ છે એ સ્વસ્તિક છે (1) શિવજી પાસે ત્રિનંગ છે – એ કલ્યાણકારી નેત્ર છે.  (2) ત્રિશૂલ – મહાદેવનું ત્રિશૂલ એ આપણા ત્રણ પ્રકારના શૂળનો નાશ કરે છે. (3) ત્રિપુંડ- એટલે તિલક – તિલક એટલે આજની મોર્ડન ભાષામાં કહું તો તિલક એટલે ‘ થ્રી લક ‘ ત્રણ પ્રકારના લક. માણસના કપાળમાં અને પેટ પર ત્રણ રેખાઓ હોય એ શુભની નિશાની છે. સુકનવંત છે. ત્રિપુંડ એ અર્થમાં કે ભગવાન શિવજી આપણને ત્રણ પ્રકારના નસીબથી સભર કરે છે. (4) ત્રિભુવન- ત્રિલોક ભગવાન મહાદેવ, ત્રિભુવન ત્રણેય લોકમાં નિવાસ કરે છે એટલે શિવજીની આ ચાર વસ્તુઓએ પણ વૈશ્વિક સ્વસ્તિક છે.

પૂજ્ય મોરારી બાપુએ કથા રત્નો રજૂ કરતા કહ્યું કે, તમે મારો ‘સાથિયો’છો એટલે તમારા દિલમાં ‘સાથિયો’ કરું છું. જય – સિયા-રામ એટલે સત્ય પ્રેમ કરુણા…. ‘ જય ‘ એટલે સત્ય મેવ જયતે,  ‘સિયા’એટલે ભક્તિ પ્રેમ અને ‘રામ’ એટલે કરુણા.  આમ જય સિયારામ એટલે સત્ય પ્રેમ કરુણા – રૂપેશ વ્યાસ ( ઇન્દોર – બાપુના પરમ સેવક).  પૂજ્ય બાપુ એ યોગેશ ચોલેરાની કાવ્ય રચના રજૂ કરતા કહ્યું કે, “સદીઓ સે અપને – અપને તટ પર ચારો દિશાઓ ઠહરી થી સાગર ઔર પર્વત કે બીચ યે દુરિયા કિતની ગહરી થી ! પર યે કૈસી દો રેખાએ ભારત કે સીને પર છાઈ ? જો બાંટને નહીં જમાને કો, આપસ મેં મિલને કો હૈ આઈ !

જો ૐકાર હવામે ગુંજા થા, વો આજ જમીન પર આકાર હુઆ, નિરાકાર થા જો વેદોમેં, વો ‘ સ્વસ્તિક બનકર સાકાર હુઆ ! બાપુએ કહ્યું કે, દ્વારકાધીશ મંદિરને ‘જગતમંદિર’કહેવાય છે. દુનિયામાં ક્યાંય જગત મંદિર નથી. તેમણે ઉમેર્યું કે, જીવનમાં આવતી વિષમ પરિસ્થિતિ એ જ વિષ (ઝેર) છે.

== સમાપ્ત ==

Related posts

દિવાળી પહેલા … ખુશીઓની દિવાળી—પ્રકાશના ઉત્સવ પહેલા શેરિંગની ઉજવણી

viratgujarat

રોહન જરદોશે (તપધારી)એ અઠ્ઠઈના ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ જણાવ્યું

viratgujarat

એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા “વર્લ્ડ હિયરિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી

viratgujarat

Leave a Comment