Virat Gujarat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા 100 મેગ્ના ઈવી ઈન્ટરસિટી કોચનો પુરવઠો કરવા માટે ગ્રીન એનર્જી મોબિલિટી સોલ્યશન્સ સાથે સમજૂતી કરાર

પેસેન્જર વેહિકલ એક્સપો 2.0 ખાતે આધુનિક મોબિલિટી સમાધાનનું પ્રદર્શન


ચેન્નાઈ | ૦૧ ઓગસ્ટ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા 100 અત્યાધુનિક મેગ્ના ઈવી ઈન્ટરસિટી કોચીસનો પુરવઠો કરવા માટે યુનિવર્સલ બસ સર્વિસીસ (યુબીએસ) દ્વારા પ્રમોટ કરાતી ઈલેક્ટ્રિક મોબિલિટી પાંખ ગ્રીન એનર્જી મોબિલિટી સોલ્યુશન્સ પ્રા. લિ. (જીઈએમએસ) સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર સહીસિક્કા કર્યા હતા. આ સમજૂતી કરાર ચેન્નાઈમાં પેસેન્જલ વેહિકલ એક્સપો 2.0 ખાતે કરાયા હતા, જ્યાં ટાટા મોટર્સ ઉત્કૃષ્ટ દેખાવ, ઉત્તમ પ્રવાસી આરામ અને કક્ષામાં અવ્વલ કુલ માલિકી ખર્ચ માટે તૈયાર કરાયેલી ઓલ- ઈલેક્ટ્રિક મેગ્ના ઈવી અને એલપીઓ 1822 સહિત તેના નવીનતમ કમર્શિયલ પેસેન્જર મોબિલિટી સમાધાન પ્રદર્શિત કરી રહી છે.

યુનિવર્સલ બસ સર્વિસીસ દક્ષિણ ભારતમાં પ્રતિષ્ઠિત પ્રીમિયમ ઈન્ટરસિટી ટ્રાવેલ બ્રાન્ડ છે, જે તેના ઈનોવેશન, વિશ્વસનીયતા અને ગ્રાહકલક્ષી સેવાઓ માટે જ્ઞાત છે. તેની નવરચિત ઈવી પાંખ ગ્રીન એનર્જી મોબિલિટી સોલ્યુશન્સ આધુનિક ઈલેક્ટ્રિક બસ અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડિપ્લોયમેન્ટ થકી સક્ષમ મોબિલિટીમાં યુબીએસ રૂપાંતર પ્રેરિત કરી રહી છે. સમજૂતી કરાર તામિલનાડુ સરકારના સન્માનનીય ઉદ્યોગ મંત્રી ડો. ટી. આર. બી. રાજા સાથે તામિલનાડુ સરકારના મોવડીઓ અને ઓલ ઓમ્ની બસ ઓનર્સ એસોસિયેશન (એઓબીઓએ)ના સભ્યોની હાજરીમાં કરાયા છે.

તામિલનાડુ સરકારના ઉદ્યોગ માટેના સન્માનનીય મંત્રી શ્રી ટી.આર.બી. રાજાએ જણાવ્યું હતું કે, “તામિલનાડુએ ઓટોમોટિવ અને ક્લીન મોબિલિટી ઈનોવેશનમાં આગેવાની કરવાનું ચાલુ રાખ્યું છે. ટાટા મોટર્સની યુનિવર્સલ બસ સર્વિસીસ સાથે ઈન્ટરસિટી ઈલેક્ટ્રિક બસોનો પુરવઠો કરવા માટે ભાગીદારી હરિત અને સુરક્ષિત જાહેર પરિવહન તરફ મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પહેલ સ્વચ્છ પ્રવાસ વિકલ્પો પ્રદાન કરીને તામિલનાડુના રહેવાસીઓને સીધો લાભ આપશે અને ભાવિ તૈયાર, સક્ષમ પરિવહન ઈકોસિસ્ટમ નિર્માણ કરવાની અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે.’’

સમજૂતી કરાર પર સહીસિક્કા કરતાં યુનિવર્સલ બસ સર્વિસીસના મેનેજિંગ પાર્ટનર અને ગ્રીન એનર્જી મોબિલિટી સોલ્યુશન્સના ડાયરેક્ટર શ્રી સુનિલ કુમાર રવિંદ્રને જણાવ્યું હતું કે, “ટાટા મોટર્સ સાથે અમારો દીર્ઘ સ્થાયી સહયોગ વિશ્વાસ પર નિર્માણ કરાયો છે. આ સમજૂતી કરાર મેગ્ના ઈવી કોચીસ સાથે ઈલેક્ટ્રિક ઈન્ટરસિટી ટ્રાવેલમાં અમે રૂપાંતર કરી રહ્યા છીએ તે જોતાં મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે. આ બસ શાંત, વધુ આરામદાયક પ્રવાસનું વચન આપે છે અને બહેતર પ્રવાસી અનુભવ આપે છે, જે દૂરના અંતરના માર્ગો માટે ઉત્તમ અનુકૂળ છે. ઘટતા સંચાલન ખર્ચ અને ઝીરો એમિશન સાથે આ ફ્લીટ અમારી કાર્યક્ષમતા વધારવા સાથે સક્ષમ મોબિલિટી પ્રત્યે અમારી કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.’’

ભાગીદારીનું મહત્ત્વ આલેખિત કરતાં ટાટા મોટર્સના વાઈસ પ્રેસિડેન્ટ અને કમર્શિયલ પેસેન્જર વેહિકલ બિઝનેસના હેડ શ્રી આનંદ એસ.એ જણાવ્યું હતું કે, “યુબીએસ સાથે સમજૂતી કરાર ઈન્ટરસિટી પરિવહનમાં પરિવર્તન લાવવાના અમારા પ્રવાસમાં સીમાચિહનરૂપ અવસર છે. મેગ્ના ઈવી વ્યાપક ગ્રાહક ફીડબેક અને સઘન પરીક્ષણ થકી વિકસિત કરાઈ હોઈ ભારતમાં દૂરના અંતરના પ્રવાસમાં નવો દાખલો બેસાડશે. અમને વિશ્વાસ છે કે તે આરામ, કાર્યક્ષમતા અને સક્ષમતામાં નવાં ધોરણો સ્થાપિત કરશે. ભારતની ઈલેક્ટ્રિક માસ મોબિલિટી સોલ્યુશન્સમાં અગ્રણી પ્રદાતા તરીકે ટાટા મોટર્સ સ્વચ્છ અને કનેક્ટેડ પરિવહનના ભવિષ્યને પ્રેરિત કરવા માટે કટિબદ્ધ રહી છે.’’

ટાટા મેગ્ના ઈવી કોચ એક ચાર્જ પર 300 કિમી શ્રેણી સુધી સંપૂર્ણ ઈલેક્ટ્રિક ઈન્ટરસિટી બસ છે. તે લાંબા અંતરના આરામ માટે તૈયાર કરાયેલું 44 સીટર કોન્ફિગ્યુરેશન ઓફર કરે છે. પ્રવાસી સુવિધા અને સુરક્ષા એર્ગોનોમિક સીટ્સ, ઈલેક્ટ્રિક બ્રેકિંગ સિસ્ટમ (ઈબીએસ) અને ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ઈએસસી) સાથે બહેતર બની છે.

ટાટા મોટર્સ વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો સાથે ભારતના ઈલેક્ટ્રિક બસ સેગમેન્ટમાં આગેવાન છે, જેમાં ઈન્ટરસિટી માટે સ્ટારબસ ઈવી અને અલ્ટ્રા ઈવી તેમ જ ઈન્ટરસિટી પ્રવાસ માટે મેગ્ના ઈવીનો સમાવેશ થાય છે. લગભગ 3600 ઈલેક્ટ્રિક બસો 11 શહેરમાં ચાલે છે. આ કાફલાએ એકત્રિત રીતે લગભગ 95 ટકા અપડાઈમ સાથે 34 કરોડથી વધુ કિલોમીટરનું અંતર પાર કર્યું છે. આ બસ ફ્લીટ એજથી સમૃદ્ધ છે, જે ટાટા મોટર્સનું કનેક્ટેડ વાહન મંચ અસલ સમયમાં ડાયગ્નોસ્ટિક્સ, ટ્રેકિંગ અને ફ્લીટ મહત્તમીકરણ અભિમુખ બનાવે છે.

Related posts

એક શાંત ખતરો: એપેન્ડિક્સ કેન્સર અને તેના તબક્કાઓને સમજવું

viratgujarat

Nothing એ ભારતમાં ફોન (3a) Lite ₹19,999 માં બ્લુ વેરિઅન્ટ સાથે લોન્ચ કર્યો, જે 5 ડિસેમ્બરથી ઉપલબ્ધ છે.

viratgujarat

રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા માતૃ અને બાળ સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ આરોગ્ય સેવા પ્રોજેક્ટનું આયોજન

viratgujarat

Leave a Comment