અમદાવાદ, 19 ઓગસ્ટ, 2026: ઑગમોન્ટ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (the “Company”) તેના પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર (“Equity Shares”) નો આઈપીઓ (“Offer”) શુક્રવાર, 21 ઓગસ્ટ, 2026ના રોજ ખોલવાની દરખાસ્ત ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે ગુરુવાર, 20 ઓગસ્ટ, 2026 રહેશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ મંગળવાર, 25 ઓગસ્ટ, 2026 રહેશે.
ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા શેરના પ્રતિ શેર રૂ. 750થી રૂ. 788 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા ઓછામાં ઓછા 19 ઇક્વિટી શેર માટે બિડ કરી શકશે અને ત્યાર બાદ 19 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. ઇક્વિટી શેરની ફેસ વેલ્યુની સરખામણીએ ફ્લોર પ્રાઇસ અને કેપ પ્રાઇસ અનુક્રમે 150.00 ગણી અને 157.60 ગણી છે. કંપનીના નાણાંકીય વર્ષ 2026 માટે બેઝિક અને ડાઇલ્યુટેડ ઈપીએસના આધારે પ્રાઇસ-ટુ-અર્નિંગ્સ રેશિયો (પી/ઈ) પ્રાઇઝ બેન્ડના લોઅર એન્ડ પર (ફ્લોર પ્રાઇઝ) 18.54 ગણો અને પ્રાઇઝ બેન્ડના અપર એન્ડ પર 19.48 ગણો (કેપ પ્રાઇઝ) છે. છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન નેટવર્થ પરનું વેઇટેડ એવરેજ રિટર્ન 55.25 ટકા રહ્યું છે.
રૂ. 825 કરોડની આ ઓફરમાં પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ રૂ. 620 કરોડ સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને કેટલાક હાલના શેરધારકો દ્વારા પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ રૂ. 205 કરોડ સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે. તેમાં નમિતા કેતન કોઠારી દ્વારા પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા રૂ. 69.4 કરોડ સુધીના ઇક્વિટી શેર, વિવેક પૃથ્વીરાજ કોઠારી દ્વારા દ્વારા પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા રૂ. 69.4 કરોડ સુધીના ઇક્વિટી શેર અને ડિમ્પલ મુકેશ કોઠારી દ્વારા દ્વારા પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા રૂ. 66.2 કરોડ સુધીના ઇક્વિટી શેરના વેચાણનો સમાવેશ થાય છે. આ ઓફરમાં કંપનીના પાત્ર કર્મચારીઓ દ્વારા ખરીદી માટે કુલ રૂ. 4 કરોડ સુધીના ઇક્વિટી શેર અનામત રાખવાની જોગવાઈ પણ સામેલ છે.
આ ઓફર એસસીઆરઆરના નિયમ 19(2)(બી) અનુસાર અને સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 31 સાથે વાંચવામાં આવતા તથા સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 6(1)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે કરવામાં આવી રહી છે. આ અંતર્ગત સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32 (1) મુજબ ઓફરના મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs”, and such portion, the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજરો સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સને પોતાની વિવેકબુદ્ધિ મુજબ ફાળવી શકશે (“Anchor Investor Portion”). એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશે અને 6.67 ટકા હિસ્સો જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણી કિંમતે કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થાય. જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટેના હિસ્સામાં અંડરસબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં તે હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહી શકે છે. જો એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રીપ્શન રહે કે ફાળવણી ન થાય, તો બાકીના ઇક્વિટી શેર ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે (“Net QIB Portion”).
આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે અને બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી રોકાણકારો (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી નેટ ઓફર કિંમત અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા કરતાં ઓછી રહેશે, તો ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે. ઉપરાંત, જો નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા શેર સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ ઇન્વેસ્ટર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી (એ) એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રહેશે અને (બી) બે તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રહેશે, એ શરતે કે આ બે સબ-કેટેગરીઝમાંથી ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલો હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીમાં બિડર્સને ફાળવી શકાશે.
