Virat Gujarat
આઈપીઓ

સિમ્બાયોટેક ફાર્માલેબ લિમિટેડનો રૂ. 17,570.00 મિલિયનનો આઈપીઓ 24 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે

અમદાવાદ, 20 ઓગસ્ટ, 2026: સિમ્બાયોટેક ફાર્માલેબ લિમિટેડ (“Symbiotec Pharmalab” or “The Company”) તેના ઇક્વિટી શેરોના આઈપીઓ (“Offer”) ના સંદર્ભમાં બિડ/ઓફર સોમવાર, 24 ઓગસ્ટ, 2026ના રોજ શરૂ કરવાની યોજના ધરાવે છે.

 

આ ઓફરમાં કંપની દ્વારા રૂ. 1,500.00 મિલિયન સુધીની કુલ રકમના ઇક્વિટી શેરોના ફ્રેશ ઇશ્યૂ (“Fresh Issue”) અને કંપનીના કેટલાક હાલના શેરધારકો (the “Selling Shareholders”) (collectively, the “Total Offer Size”) નો દ્વારા રૂ. 16,070.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરોના વેચાણની ઓફર (“Offer for Sale”) સમાવેશ થાય છે.

 

કંપની આ ઓફરમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલી કેટલીક બાકી લોનની સંપૂર્ણ અથવા આંશિક રીતે અગાઉથી ચુકવણી અને/અથવા ચુકવણી કરવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે (the “Objects of the Offer”).

 

ઓફર ફોર સેલમાં સતવાની હોલ્ડિંગ્સ એલએલપી (the “Promoter Selling Shareholder”) દ્વારા રૂ. 1,440.00 મિલિયન સુધીની કુલ રકમના ઇક્વિટી શેર્સ, રોઝવુડ ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા રૂ. 9,880.00 મિલિયન સુધીની કુલ રકમના ઇક્વિટી શેર્સ અને ઈન્ડિયા બિઝનેસ એક્સીલન્સ ફંડ – 3 દ્વારા (collectively, the “Investor Selling Shareholders”) રૂ. 4,750.00 મિલિયન સુધીની કુલ રકમના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

 

એન્કર ઇન્વેસ્ટર્સ માટેનો બિડ/ઓફર શુક્રવાર, 21 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે અને બંધ થશે. બિડ/ઓફરનો સબસ્ક્રીપ્શન માટે સોમવાર, 24 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે અને ગુરુવાર, 27 ઓગસ્ટ, 2026ના રોજ બંધ થશે ( “Bid/Offer Period”).

 

ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 938થી રૂ. 988 નક્કી કરવામાં આવ્યો છે (the “Price Band”). બિડ ઓછામાં ઓછા 15 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 15 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે (the “Bid Lot”). એમ્પ્લોઇ રિઝર્વેશન હિસ્સામાં બિડ કરનારા પાત્ર કર્મચારીઓને રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા પ્રત્યેક ઇક્વિટી શેર પર રૂ. 90.00નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

 

આ ઇક્વિટી શેર્સ કંપની દ્વારા 18 ઓગસ્ટ, 2026ના રોજ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“RoC”) સમક્ષ ફાઇલ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવી રહ્યા છે.

 

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેરોને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE” together with BSE, the “Stock Exchanges”) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફરના હેતુ માટે બીએસઈ લિમિટેડને નિયુક્ત સ્ટોક એક્સચેન્જ તરીકે પસંદ કરવામાં આવ્યું છે (The “Listing Details”).

 

જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, એવન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે (“Book Running Lead Managers “or “BRLMs”).

 

અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.

 

આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી) (the “SCRR”) અનુસાર અને સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 31 સાથે વાંચવામાં આવતા તથા સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 6(1)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ઓફરના મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs”, and such portion, the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજરો સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સને પોતાની વિવેકબુદ્ધિ મુજબ ફાળવી શકશે (“Anchor Investor Portion”). એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 40 ટકા હિસ્સો આ પ્રકારે અનામત રાખવામાં આવશેઃ (1) એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશે અને (2) 6.67 ટકા હિસ્સો જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણી કિંમતે કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થાય (“Anchor Investor Allocation Price”). ઉપર જણાવ્યા મુજબ (મુદ્દા 2માં) અનામત કેટેગરીમાં અંડરસબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં તે હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. જો એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રીપ્શન રહે કે ફાળવણી ન થાય, તો બાકીના ઇક્વિટી શેર ક્યુઆઈબી હિસ્સામાં (એન્કર ઇન્વેસ્ટર હિસ્સા સિવાય) ઉમેરવામાં આવશે (“Net QIB Portion”).

 

આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે અને બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી રોકાણકારો (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી નેટ ઓફર કિંમત અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા કરતાં ઓછી રહેશે, તો ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે. ઉપરાંત, જો નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા શેર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રહેશે અને બે તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00  મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રહેશે, એ શરતે કે આ બે સબ-કેટેગરીઝમાંથી ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલો હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીમાં બિડર્સને ફાળવી શકાશે. ઓફરના લઘુત્તમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય

Related posts

ભારતના રેઝરપેએ $600 મિલિયનના IPO માટે કોન્ફીડેન્શીયલ રીતે પેપર્સ ફાઇલ કર્યા

viratgujarat

ગુજરાત નેચરલ રિસોર્સિસ લિમિટેડની રૂ. ૪૮.૧૫ કરોડની રાઈટ્સ ઈશ્યુ ૧૨ ડિસેમ્બરથી ખુલશે

viratgujarat

શ્યામ ધની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઈપીઓ 22ડિસેમ્બર, 2025ના રોજ ખુલશે

viratgujarat

Leave a Comment