Virat Gujarat
મનોરંજન

“લાંબા સમય સુધી આંખ પર પટ્ટી બાંધીને અભિનય કરવો સૌથી મોટો પડકાર છે, કારણ કે કલાકાર તરીકે આપણે સ્વાભાવિક રીતે આંખોના સંપર્ક અને દૃશ્ય પ્રતિક્રિયાઓ પર આધાર રાખીએ છીએ,” – વિવના સિંહ, સોની સબના ‘હસ્તિનાપુર કે વીર’માં ગાંધારીના પાત્ર વિશે

સોની સબદર્શકો માટે એક ભવ્ય પૌરાણિક સાગા લઈને આવી રહ્યું છે હસ્તિનાપુર કે વીર, જે પાંડવો અને કૌરવોના પ્રારંભિક વર્ષોને રજૂ કરે છે, અને હસ્તિનાપુરના ભવિષ્યને આકાર આપનારા સંબંધો, ભાવનાઓ અને નિર્ણયોનું ચિત્રણ કરે છે. આ શો 2 જૂનના રોજ રાત્રે 9 વાગ્યે સોની સબ પર પ્રીમિયર થશે. આ કહાનીમાં ભાવનાત્મક ઊંડાણ અને શાંતિપૂર્ણ શક્તિ ઉમેરતી અભિનેત્રી વિવના સિંહ, ગાંધારીના શક્તિશાળી પાત્રમાં જોવા મળશે – એક એવી રાણી જેને તેના ત્યાગ, ધીરજ અને અડગ સમર્પણ માટે યાદ કરવામાં આવે છે.

 

ગાંધારીનું પાત્ર નિભાવવું વિવના માટે ભાવનાત્મક અને શારીરિક રીતે પડકારજનક રહ્યું, ખાસ કરીને પાત્રની પ્રખ્યાત આંખ પરની પટ્ટી ને કારણે – જે તેના જીવનભરના વ્રત અને આંતરિક શક્તિનું પ્રતિક છે. વિવના માટે આંખ પર પટ્ટી બાંધીને અભિનય કરવું માત્ર દૃષ્ટિ મર્યાદિત કરવાનું નથી, પરંતુ અવાજ અને શરીરભાષા દ્વારા ભાવનાઓ વ્યક્ત કરવાની નવી રીત શોધવાની પ્રક્રિયા છે.

 

તેમનો અનુભવ શેર કરતાં વિવના સિંહ કહે છે, “ગાંધારીનું પાત્ર ભજવવું મારા માટે કલાકાર તરીકે સૌથી તીવ્ર અને પરિવર્તનકારી અનુભવ છે. સૌથી મોટો પડકાર લાંબા સમય સુધી આંખ પર પટ્ટી બાંધીને અભિનય કરવાનો છે, કારણ કે કલાકાર તરીકે આપણે સ્વાભાવિક રીતે આંખોના સંપર્ક અને દૃશ્ય પ્રતિક્રિયાઓ પર આધાર રાખીએ છીએ. ગાંધારી સાથે મને એ સ્વભાવને સંપૂર્ણ રીતે ભૂલવો પડ્યો. મેં સમય કાઢીને સમજ્યું કે દૃષ્ટિ વગરનો વ્યક્તિ જગ્યા, ભાવનાઓ અને સંબંધોને કેવી રીતે અનુભવે છે. તૈયારી દરમિયાન, મેં આંખો ઢાંકી ચાલવાનું, પ્રતિક્રિયા આપવાનું અને દૃશ્યો ભજવવાનું અભ્યાસ કર્યું જેથી હું વધુ સ્વાભાવિક અને આરામદાયક બની શકું. સમય સાથે, મેં વિરામ, અવાજના ઉતાર-ચઢાવ અને શારીરિક સ્થિરતા દ્વારા વધુ અભિવ્યક્તિ કરવાનું શીખ્યું. ગાંધારી પોતાના અંદર અતિશય ભાવનાત્મક ભાર ધરાવે છે અને તે શક્તિ રજૂ કરવી પડકારજનક હોવા છતાં અત્યંત સંતોષકારક છે.”

 

હસ્તિનાપુર કે વીર જુઓ, 2 જૂનથી દર સોમવારથી શનિવાર, રાત્રે 9 વાગ્યે, માત્ર સોની સબ પર.

Related posts

સૂરજ પંચોલીએ કર્યો ખુલાસો:  ‘કેસરી વીર- લેજન્ડ્સ ઑફ સોમનાથન બનાવવા પાછળનું ખરેખરનું કારણ શું હતું

viratgujarat

મુંબઈમાં મોડી રાત્રે તોફાન સાથે ભારે વરસાદ: ફ્લાઈટ્સ પ્રભાવિત, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા; મધ્યપ્રદેશ-રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ

admin

વન વર્લ્ડ, મેની ફ્રેમ્સ (એક દુનિયા, અનેક ફ્રેમ્સ): સોની બીબીસી અર્થ ની ફોટોગ્રાફી સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત

viratgujarat

Leave a Comment