Virat Gujarat
અવેરનેસ

અંબુજા સાંઘીપુરમમાં ખિરસરા જળાશયનું પુનર્જીવન: પર્યાવરણ અને જીવનતંત્રને નવજીવન આપતું અદાણી ફાઉ.નું મહત્વપૂર્ણ પગલું

અંબુજા સિમેન્ટ્સ, અદાણી ગ્રુપનો ભાગ અને વિશ્વ સ્તરે બિલ્ડિંગ મટિરિયલ સોલ્યુશન્સ ક્ષેત્રે અગ્રેસર કંપની, તેની CSR એકમ અદાણી ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણલક્ષી વિકાસમાં સરળ પરંતુ અસરકારક પહેલ તરીકે ખિરસરા જળાશયને નવજીવન આપ્યો છે. આ પુનર્જીવન પ્રયોગે માત્ર પાણીનો સ્રોત જ નહીં, પરંતુ સમગ્ર સ્થાનિક ઇકોસિસ્ટમને ફરી જીવંત બનાવી દીધી છે.

વર્ષોની અવગણનાને કારણે ખિરસરા જળાશય લગભગ નિર્જીવ બની ગયો હતો. જળાશયના તળિયે બેઠી ખીજડી સહિતની વનસ્પતિઓ ફેલાઈ જતા પાણી સંગ્રહવાની તેની ક્ષમતા ઘણી હદ સુધી ઘટી ગઈ હતી. જેના કારણે પશુપાલક સમુદાયો તેમજ સ્થાનિક વન્યજીવન માટે પાણીનો વિશ્વસનીય સ્ત્રોત ખૂટી ગયો હતો. પશુઓનું સ્થળાંતર વધતું હતું અને જીવનતંત્રમાં અસંતુલન સર્જાઈ રહ્યો હતો.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અદાણી ફાઉન્ડેશને વર્ષ 2024-25 દરમિયાન જળાશયના પુનઃસ્થાપન માટે સુનિયોજિત કામગીરી હાથ ધરી. જળાશયનું તળિયું ઊંડું કરવામાં આવ્યું, અનાવશ્યક વનસ્પતિઓ દૂર કરવામાં આવી અને પાળોને મજબૂત બનાવવામાં આવી, જેથી વરસાદનું પાણી અસરકારક રીતે સંચિત થઈ શકે.

આ પુનર્જીવનના પરિણામે “સાવલિની સરોવર” તરીકે ઓળખાતું આ જળાશય આજે એક સક્રિય અને જીવંત ઇકોસિસ્ટમ રૂપે ઉભરી આવ્યું છે. પાણીની ઉપલબ્ધતા ફરીથી વધતાં હવે વિસ્તારના વન્યજીવન માટે આ સ્થળ સુરક્ષિત આશ્રય બની ગયું છે. ચિંકારા, નિલગાય, સસલાં જેવા પ્રાણીઓ અને વિવિધ જાતિના પક્ષીઓ ફરીથી અહીં વસવાટ કરવા લાગ્યા છે. પાણીની ઉપલબ્ધતા વધતાં સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે પણ આ જળાશય આરામ અને આહાર મેળવવાનો મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.

આ ઉપરાંત, તળાવમાં પાણી જળવાઈ રહેતાં માઇક્રો-હેબિટેટ્સનું નિર્માણ થયું છે, જેના કારણે નાના જલચર જીવ, ભૂંગા, કીડા અને અન્ય જીવસૃષ્ટિનું વિકાસ પણ જોવા મળે છે. આ સમગ્ર પ્રક્રિયાથી પ્રાકૃતિક આહાર શૃંખલા ફરી સક્રિય થઈ છે, જેનાથી વિસ્તારનું પર્યાવરણીય સંતુલન મજબૂત બન્યું છે.

સ્થાનિક પશુપાલક સમુદાયો માટે પણ આ પ્રકલ્પ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો છે. સાવલિની સરોવર આજે 3,000થી વધુ પશુઓ માટે વિશ્વસનીય પાણી પૂરો પાડે છે, જેનાથી દૈનિક જીવન અને રોજગાર પર સકારાત્મક અસર પડી છે. હવે ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે પણ તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે જીવન વ્યવસ્થિત કરી શકે છે.

આ પહેલ એ સાબિત કરે છે કે કુદરતી સંસાધનોને યોગ્ય રીતે પુનર્જીવિત કરવામાં આવે તો તે માત્ર પર્યાવરણ જ નહીં, પરંતુ સમાજ અને આર્થિક પ્રણાલીને પણ મજબૂત બનાવે છે. અદાણી ફાઉન્ડેશનનું આ કાર્ય ટકાઉ વિકાસના દિશામાં પ્રેરણાદાયક ઉદાહરણ છે, જેમાં પારંપરિક જળસંગ્રહ પ્રણાલીને નવી જિંદગી આપી સમગ્ર વિસ્તારને લાભાન્વિત કરવામાં આવ્યો છે.

Related posts

17 મી જાન્યુઆરી, 2025ના રોજ યોજાયેલા અમદાવાદ રોડ શોની પોસ્ટ ઇવેન્ટ પ્રેસ રિલીઝ

viratgujarat

દુનિયાની પહેલી રોબોટિક કાર્ડિયક ટેલીસર્જરીને 286 કિલોમીટરના અંતરથી પૂરી કરાઇ, SSI મંત્રા એ મેડ-ઇન-ઇન્ડિયા સર્જિકલ રોબોટિક સિસ્ટમની મદદથી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી

viratgujarat

ઓર્ગન ડોનર ક્રિશ અકબરીની યાદમાં રક્તદાન શિબિરનું આયોજન

viratgujarat

Leave a Comment