Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકાર

સનાતન સેવા એ જ ધર્મ ની સેવા 

(શ્રી જગતગુરુ નું આખું નામ) 
શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકાર

શ્રી ત્ર્યંબકેશ્વર નીલગીરી પર્વત પિઠાધિશ્વર

શ્રી મામાદેવ તપોભૂમિ તીર્થધામ પિઠાધિશ્વર

શ્રી વીરભદ્રેશ્વર મહાદેવ લિંગમ પિઠાધિશ્વર

અખંડ સનાતન જનજાગૃતિ માટે પવિત્ર અને પરમ પાવન એવો અવસર…

પવિત્ર અષાઢી બીજના દિવ્ય દિવસે અષ્ટલક્ષ્મી હવનકુંડના જાગૃત નિમિત્તે અને સનાતનની પરંપરા જે નિષ્ક્રિય થઈ ગઈ હતી તથા લોકોના અપરિચિતપણાના કારણે જે પરંપરા નષ્ટ-નાબૂદ થઈ ચૂકી હતી, તે દિવ્ય પરંપરાને પુનઃ જાગૃત કરવા હેતુથી ૧,૧૧૧ અષ્ટલક્ષ્મી શ્રી યંત્ર બિલકુલ નિઃશુલ્કપણે પ્રસાદી સ્વરૂપે અખંડ સનાતન જનજાગૃતિ માટે અનેક પરિવારોને દિવ્ય ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા.

સાથે સાથે માત્ર ધૂપ, દીવા અને અગરબત્તીથી જ નહીં, પરંતુ અત્યારે જે ઘરમાં લક્ષ્મી સ્વરૂપે આવેલી દીકરીઓ છે, જે શ્રદ્ધા અને ભાવપૂર્વક તુલસી માતાની પૂજા, સૂર્યદેવની પૂજા, ઉમરાની પૂજા અને કુળદેવીની પૂજા નથી કરતા, જેના લીધે કકળાટ, કંકાસ અને અશાંતિનો ગ્રહ પ્રવેશ થઈ જાય છે.

તો આ શ્રી અષ્ટલક્ષ્મી યંત્રનો દિવ્ય હેતુ માત્ર ને માત્ર લક્ષ્મી જાગૃતતા નહીં, પરંતુ અન્ય સનાતનની પરંપરાને પણ જાગૃત કરવાનો છે. એટલે કે જે પરિવારના જીવાત્માઓ આ પવિત્ર અષ્ટલક્ષ્મી શ્રી યંત્રને પ્રસાદી સ્વરૂપે લઈ ગયા છે, તેમણે ફરજિયાતપણે રોજ સવારે શ્રદ્ધા અને ભક્તિભાવથી તુલસી માતાની પૂજા, સૂર્યદેવની પૂજા, ઉમરાની પૂજા અને કુળદેવીની પૂજા અવશ્ય કરવાની રહેશે. તો જ આ યંત્રની અંદર રહેલી દિવ્ય જાગૃતતાની એકાગ્રતા અને ચૈતન્ય શક્તિ સતત વધતી રહેશે.

જય સનાતન ધર્મ

હર હર મહાદેવ

જય મામાદેવ

ૐ નમો નારાયણ

== સમાપ્ત ==

 

Related posts

વર્લ્ડ સેફ્ટી ડે નિમિત્તે સ્વરા ગ્રુપ દ્વારા કામદારો માટે સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો

viratgujarat

ગાંધીધામ, ગુજરાતમાં ‘પ્રો એડવાન્ટેજ’ ઇવેન્ટ દરમિયાન વીઇસીવીએ તેના નવા હોલેજ અને ટિપર ટ્રકોનું પ્રદર્શન કર્યું

viratgujarat

AM/NS India અને SVNIT દ્વારા રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ કાર્યક્રમનો પ્રારંભ, સુરતમાં ઉદ્યોગ માટે પ્રતિભા ઘડવા ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારીને પ્રોત્સાહન

viratgujarat

Leave a Comment