Virat Gujarat
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતી સિનેમામાં ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’નો જાદુ, ટ્રેલરને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ

અમદાવાદ, ગુજરાત | ૩૦ એપ્રિલ ૨૦૨૬ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર રોમેન્ટિક એન્ટરટેનમેન્ટનો નવો દોર શરૂ થવા જઈ રહ્યો છે. જાણીતા દિગ્દર્શક ધ્વનિ ગૌતમની બહુપ્રતિક્ષિત ફિલ્મ *‘વાંકી ચૂકી લવ સ્ટોરી’*નું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. પ્રેમ, લાગણીઓ અને સંબંધોના ગૂંચવાડાને દર્શાવતી આ ફિલ્મ 8 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.​

​આ ફિલ્મની વાર્તા આજના યુવાનોના જીવન અને તેમના પ્રેમ સંબંધો પર આધારિત છે. ફિલ્મ એક એવા યુવકની સફર છે જે પોતાના ભૂતકાળને ભૂલીને નવી શરૂઆત કરવા માંગે છે, પરંતુ અચાનક ભૂતપૂર્વ પ્રેમિકાનું પુનરાગમન જીવનમાં કેવી ‘વાંકી ચૂકી’ પરિસ્થિતિઓ સર્જે છે, તે આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે.​

​પૂજા જોશી, પરીક્ષિત તમાલિયા, ભાવિન ભાનુશાલી, મિલોની ઝોન્સા, શેખર શુક્લા,હેમાંગ દવે, ચેતન દૈયા, નિતીન ભાનુશાલી અને દિગ્ગજ અભિનેતા ધર્મેશ વ્યાસ જેવા કલાકારોના પાવરફુલ પરફોર્મન્સ.સાથે કચ્છના સુંદર રણ અને મનોહર સ્થળો પર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. તેમજ ભવ્ય વેડિંગ સેટઅપ અને કર્ણપ્રિય સંગીત ફિલ્મને વિઝ્યુઅલી રિચ બનાવે છે.​

​”આ ફિલ્મ માત્ર એક લવ સ્ટોરી નથી, પણ આજના સંબંધોમાં આવતા વળાંકોનું પ્રતિબિંબ છે. અમે આ ફિલ્મને ખૂબ જ સુંદર રીતે કંડારી છે અને ટ્રેલરને મળેલા પ્રેમથી અમે ખૂબ ઉત્સાહિત છીએ.” – ધ્વનિ ગૌતમ (દિગ્દર્શક)

​પ્રોડક્શન વિગતો

​નિતિન ભાનુશાલી દ્વારા નિર્મિત આ ફિલ્મ આજના યુવા દર્શકોની પસંદને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ટ્રેલરમાં જોવા મળતી રોમેન્ટિક કેમિસ્ટ્રી અને ઈમોશનલ કોન્ફ્લિક્ટે અત્યારથી જ લોકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. તૈયાર થઈ જાઓ એક એવી લવ સ્ટોરી માણવા માટે જે સીધી નથી પણ દિલને સ્પર્શી જાય તેવી ‘વાંકી ચૂકી’ છે રોમાન્સ, ફેમિલી ડ્રામા અને સસ્પેન્સનું અનોખું મિશ્રણ જોવા મળશે 8 મે 2026 થી તમારા નજીકના સિનેમાઘરોમાં.

Related posts

પ્રેમભૂમિ બરસાનાથી થયો ભીનો વિરામ;૯૬૫મી કથા ૪ ઓક્ટોબરથી આદિ કવિ નરસિંહ મહેતાની રાસભૂમિ ગોપનાથથી ગવાશે.

viratgujarat

પ્રથમ આઇવીએફ(IVF) અને યુરોલોજી ક્લિનિક દ્વારા આઇવીએફ બાળકો સાથે નાતાલની ઉજવણી કરાઈ

viratgujarat

રિલાયન્સ પાવરની પેટાકંપની, રિલાયન્સ NU સનટેકએ 930MV સોલાર એનર્જી પ્રોજેક્ટ અને 465 MW/1860 MWhની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) પાસેથી લેટર ઓફ એવોર્ડ (LOA) મેળવ્યો

viratgujarat

Leave a Comment