Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

‘નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ’ મેળવતા દિલીપ સંઘાણી ને હાર્દિક અભિનંદન

સંઘાણી હાલ અમેરીકાના પ્રવાસે હોઈ, તેમના પ્રતિનિધિ તરીકે અમરેલી જીલ્લા સહકારી ખરીદ –વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા એ એવોર્ડ સ્વિકારેલ

ગુજરાતની પ્રભાવક સહકારી પ્રવૃતિ સમગ્ર દેશમા કાઠુ કાઢીને હવે દેશના સીમાડાઓ વટાવીને વિદેશની સહકારી પ્રવૃતિને માર્ગદર્શન પુરૂ પાડી રહી છે તેવા સમયે અમરેલી જીલ્લાને ગૌરવ અપાવતી અને સમગ્ર દેશની સહકારી પ્રવૃતિની યશકિર્તી વધારતા ઘટનાક્રમમાં ભારતની ટોચની સહકારી સંસ્થા ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીની દૂરંદેશી કૃષિ વિકાસ, ખેડૂત કલ્યાણ, સહકારી ચળવળ સશકિતકરણ પ્રવૃતિ, સમપર્ણ અને અમુલ્ય યોગદાનના કદરરૂપે નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચર સાઈન્સીસ નો પ્રતિષ્ઠિત “નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ’ એનાયત કરવામા આવતા સમગ્ર અમરેલી જીલ્લા મા ખુશીનો માહોલ સર્જાયો છે. આ સન્માન ભારતીય સહકારી ક્ષેત્ર, ઈફકો પરિવાર અને દેશના કરોડો ખેડૂતો માટે ગૌરવની ક્ષણ બની છે.

નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચર સાઈન્સીસ ના ૫-જુનના રોજ સ્થાપના દિવસે આયોજીત વાર્ષિક સામાન્ય સભામા એવોર્ડ પ્રદાન કરવામા આવેલ.

સંઘાણી હાલ અમેરીકાના પ્રવાસે હોઈ, તેમના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત અમરેલી જીલ્લા સહકારી ખરીદ -વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા એ એવોર્ડ સ્વિકારેલ આ તકે દેશના ગણમાન્ય સહકારી મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, દિલીપ સંઘાણીના માર્ગદર્શન હેઠળ આધુનિક કૃષિ તકનીકોનો પ્રસાર, સહકારી ક્ષેત્રનું વિસ્તરણ અને ગ્રામ વિકાસના ક્ષેત્રે નોધપાત્ર કામગીરી સહકારી ક્ષેત્રને નવી દિશા અને ગતિ પ્રદાન કરી રહી હોવાનું અંતમા જણાવાયેલ છે.

 

Related posts

ક્રોપલાઇફ ઇન્ડિયાએ પુસા કૃષિ વિજ્ઞાન મેળા 2026માં ફસલ સંરક્ષણ ઉત્પાદનોના સુરક્ષિત અને જવાબદાર ઉપયોગને પ્રોત્સાહન આપ્યું

viratgujarat

માત્ર ૧૦,૦૦૦ રૂપિયાની રોજગાર લોન અને ટૂંકાગાળાના કોર્સને ‘રોજગાર’ ગણાવી આંકડાકીય માયાજાળ રચતી સરકાર

viratgujarat

શ્રી સંકટમોચન મહાવીર મંદિર, રાંચરડા, અમદાવાદ મંદિર દ્વારા ત્રીજી રામ રોટી સેવા રથનું મહત્વાકાંક્ષી લોકાર્પણ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારે સાંજે ૬:૪૫ કલાકે કરવામાં આવશે.

viratgujarat

Leave a Comment