Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ઉદ્ઘાટન પ્રસંગની આયોજન બેઠક યોજાઈ

શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજ માટે ગૌરવરૂપ બનવા જઈ રહેલા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગને ધ્યાનમાં રાખીને આજે એક અગત્યની આયોજન બેઠક યોજાઈ હતી.

આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરિ મહારાજ સાહેબના વર્ષોના અથાગ પુરુષાર્થ અને પરિશ્રમનું ફળ છે.

કોબા જૈન તીર્થ ખાતે નિર્માણ પામેલ આ મ્યુઝિયમનું ભવ્ય ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે તા. ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાનાર છે.

આ ઐતિહાસિક પ્રસંગને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે તા. ૨૨/૦૩/૨૦૨૬ના રોજ અન્નપૂર્ણા ભવન, વાસુપુજ્ય બંગ્લોઝ, રામદેવનગર, સેટેલાઈટ ખાતે આયોજન બેઠક યોજાઈ હતી.

બેઠકમાં પ્રસંગની રૂપરેખા, આયોજન, વ્યવસ્થા અને જવાબદારીઓના વિતરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.

કોબા જૈન તીર્થના ટ્રસ્ટી શ્રી કલ્પેશભાઈ વિ. શાહે ઉદ્ઘાટન પ્રસંગની તૈયારી, માનનીય વડાપ્રધાનશ્રીના આગમન તથા સ્વાગતની વિવિધ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત માહિતી આપી.

વધુમાં, કોબા જૈન તીર્થના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી શ્રીપાલભાઈએ મ્યુઝિયમ અંગે જિણવટભરી માહિતી આપી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગરસૂરિ મહારાજ સાહેબે છેલ્લા પચાસ વર્ષોથી સમગ્ર ભારત તથા નેપાળ સુધી લગભગ બે લાખ કિલોમીટરથી વધુ પગપાળા વિહાર યાત્રા કરીને હસ્તલિખિત ગ્રંથો, પ્રાચીન સાહિત્ય, મૂર્તિઓ અને અન્ય એન્ટિક ચીજવસ્તુઓનો અમૂલ્ય સંગ્રહ એકત્રિત કર્યો છે, જે હવે આ મ્યુઝિયમમાં પ્રદર્શિત થવાનો છે.

આ ભવ્ય પ્રસંગની સમગ્ર વ્યવસ્થા સંભાળવાની જવાબદારી પૂજ્ય આચાર્યશ્રીના ગુરુભક્તો, તીર્થના કારોબારી સભ્યો તથા રાજનગરના વિવિધ યુવક-યુવતી મંડળો અને સંસ્થાઓએ ઉત્સાહભેર સ્વીકારી છે. તેમાં જૈન એલર્ટ ગ્રુપ, યુવક મહાસંઘ, વિહાર સેવા ગ્રુપ, પાલખી યુવક મંડળ, ત્યાગ પરિવાર, જૈનમ પરિવાર સહિત અનેક સેવાભાવી સંસ્થાઓના યુવાનો તેમજ એલર્ટ બ્રાહ્મી સુન્દરી સર્કલની ૨૦૦૦થી વધુ બહેનો અને વિવિધ મહિલા મંડળો સક્રિય રીતે જોડાયા છે.

આ પ્રસંગને ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવા માટે તમામ સ્તરે વ્યાપક આયોજન કરવામાં આવી રહ્યું છે.

Related posts

ગીર જંગલમાં વન્યજીવો, ખાસકરીને એશિયાટિક સિંહોની સુરક્ષા માટે, વધુ 5 અંડરપાસ બંધાઈ રહ્યા છે

viratgujarat

નેટપ્રોટેક્ટર સાયબર સિક્યુરિટીએ અમદાવાદમાં સાયબર સિક્યુરિટી અને કોમ્પ્લાયન્સ પર માસ્ટરક્લાસ સાથે Cybersecurity CISO Conclave નું આયોજન કર્યું

viratgujarat

TTF અમદાવાદ 2026નો ભવ્ય પ્રારંભ; ભારત અને વિશ્વના પ્રવાસન ઉદ્યોગની નોંધપાત્ર ભાગીદારી

viratgujarat

Leave a Comment